________________
૨૪૩
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૯૬-૧૦૯૦
અમૂર્ત એવા જીવને જ સ્પર્શ નથી, અર્થાત્ શરીરથી એકાંતે પૃથર્ જીવ અમૂર્ત છે, તેથી અમૂર્ત એવા જીવને અગ્નિ આદિનો સ્પર્શ થઈ શકે નહીં, અને સ્પર્શ ન થતો હોય તો જીવને અગ્નિ આદિના સ્પર્શનું વેદન થઈ શકે નહીં; જ્યારે સંસારી જીવને અગ્નિ આદિના સ્પર્શનું વેદન અનુભવસિદ્ધ છે, તેથી જીવન શરીર સાથે કથંચિત્ અભેદ છે. માટે જીવ કથંચિત્ મૂર્તિ છે અને કથંચિત્ અમૂર્ત છે. આથી શરીર સાથે કથંચિત અભેદ સંબંધવાળા જીવને અગ્નિ આદિના સ્પર્શનો અનુભવ થાય છે, એમ સ્વીકારવું ઉચિત છે.
વળી આ જન્મના શરીરને છોડીને અન્ય જન્મમાં જાય છે ત્યારે જીવ આ જન્મના શરીરથી પૃથફ થાય છે. વળી શરીરને ટકાવનાર આયુષ્યકર્મનો ક્ષય થાય છે ત્યારે પણ જીવ શરીરથી પૃથફ થાય છે. વળી શરીરના નાશની સામગ્રી પ્રાપ્ત થાય છે ત્યારે પણ જીવ શરીરથી પૃથફ થાય છે. વળી સાધના દ્વારા કર્મથી મુક્ત થાય છે ત્યારે પણ જીવ શરીરથી પૃથક થાય છે. આથી જીવનો શરીર સાથે ભેદ છે, સર્વથા અભેદ નથી, પરંતુ કથંચિત્ અભેદ છે, એમ સ્વીકારવું ઉચિત છે.
અહીં વિશેષ એ છે કે સિદ્ધાત્મા કર્મ અને શરીરથી એકાંતે પૃથફ હોવાથી સર્વથા અમૂર્ત છે, અને તેઓને જગતમાં રહેલા અગ્નિ આદિ સર્વ પદાર્થોના રૂપ-રસ-ગંધ-સ્પર્શાદિ ગુણોનું પૂર્ણ જ્ઞાન છે. તેથી તેઓ અગ્નિમાં વર્તતા ઉષ્ણ સ્પર્શને પણ જાણે છે, આમ છતાં સિદ્ધના જીવનો શરીર સાથે સર્વથા ભેદ હોવાને કારણે તેઓના આત્મપ્રદેશો સાથે અગ્નિનો સંયોગ થાય તોપણ સંસારી જીવની જેમ અગ્નિના સ્પર્શનું વેદન સિદ્ધાત્માને થતું નથી, ફક્ત તેઓને અગ્નિવર્તી ઉષ્ણ સ્પર્શનું જ્ઞાન હોય છે.
વળી, શરીરધારી એવા કેવલીજીવ, કર્મ અને શરીરથી એકાંતે પૃથફ નહીં હોવાથી સર્વથા અમૂર્ત નથી અને કેવલજ્ઞાન હોવાને કારણે તેઓને પણ સિદ્ધાત્માની જેમ જગતમાં રહેલા સર્વ પદાર્થોના રૂપાદિ ગુણોનું પૂર્ણ જ્ઞાન છે, તેથી તેઓ અગ્નિમાં વર્તતા ઉષ્ણ સ્પર્શને પણ જાણે છે. આમ છતાં કેવલીના જીવનો શરીર સાથે કથંચિત્ અભેદ હોવાને કારણે તેઓના શરીર સાથે અગ્નિનો સંયોગ થાય તો અગ્નિના સ્પર્શનું વેદન કેવલીજીવને પણ થાય છે. આથી શરીરધારી જીવનો શરીર સાથે કથંચિત્ અભેદ પણ છે. ll૧૦૯૬ll. અવતરણિકા:
વળી, સંસારી જીવ અને શરીરનો કથંચિત્ ભેદ અને કથંચિત્ અભેદ છે, તેમાં અન્ય યુક્તિઓ આપે છે –
ગાથા :
उभयकडोभयभोगा तयभावाओ अ होइ नायव्वो ।
बंधाइविसयभावा इहरा तयसंभवाओ अ ॥१०९७॥ અન્વયાર્થ:
૩મડોમમો તથમાવો -ઉભયથી કૃતનો ઉભયને ભોગ હોવાને કારણે અને તેનો અભાવ હોવાને કારણે=કેવલ જીવને કર્મના ફળના ભોગનો અભાવ હોવાને કારણે, વંધાવિલમાવા દર ય તરંમવાનો બંધાદિનો વિષયભાવ હોવાને કારણે અને ઇતરથા તેનો અસંભવ હોવાને કારણે એકાંતે જીવ અને શરીરના ભેદાદિમાં બંધાદિનો અસંભવ હોવાને કારણે, નાયબ્બો રોડ્ર-જ્ઞાતવ્ય થાય છે જીવ અને શરીરનો ભેદ અને અભેદ જ્ઞાતવ્ય થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org