________________
૨૩૮
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૯૪
અવતરણિકા :
ગાથા ૧૦૯૨-૧૦૯૩માં બતાવ્યું એ પ્રમાણે આત્માને નિત્યાનિત્ય સ્વીકારીએ તો પ્રત્યક્ષાદિની પ્રસિદ્ધિ હોવાથી આ લોકમાં સ્વકૃત ઉપભોગ પણ ઘટે છે. હવે આત્માને નિત્યાનિત્ય સ્વીકારીએ તો આ લોકમાં કરાયેલા કર્મના ફળનો ઉપભોગ પરલોકમાં પણ ઘટે છે, તે બતાવે છે –
ગાથા :
इअ मणुआइभवकयं वेअइ देवाइभवगओ अप्पा ।
तस्सेव तहाभावा सव्वमिणं होइ उववण्णं ॥१०९४॥ અન્વયાર્થ :
=આ રીતે જે રીતે યુવાનકૃત ચૌર્યાદિનું ફળ વૃદ્ધ ભોગવે છે એ રીતે, મધુગાવયં મનુજાદિભવકૃતને મનુષ્યાદિ ભવમાં કરાયેલા પુણ્યાદિના ફળને, રેવાડ્રમવાસો મણ દેવાદિભવગત આત્મા વેગડુંવેદે છે=ભોગવે છે; તસ્લેવ તદાવા કેમ કે તેનો જ તથાભાવ છે=મનુષ્યાદિનો જ દેવાધિરૂપે સદ્ભાવ છે. રૂપ સળં ૩વેવાઈ રોડ઼ આ સર્વ ઉપપન્ન થાય છે આ સ્વકૃત ભોગાદિ સર્વ આત્માને કથંચિત નિત્ય અને કથંચિત અનિત્ય સ્વીકારીએ તો સંગત થાય છે.
ગાથાર્થ :
જે રીતે યુવાનકૃત ચોરી વગેરેનું ફળ વૃદ્ધ ભોગવે છે, એ રીતે મનુષ્ય આદિ ભવમાં કરાયેલ પુણ્યાદિનું ફળ દેવ આદિ ભવમાં ગયેલો આત્મા ભોગવે છે; કેમ કે મનુષ્યાદિનો જ દેવાદિરૂપે સદ્ભાવ છે. આ સ્વકૃત ભોગાદિ સર્વ આત્માને કથંચિત્ નિત્ય અને કથંચિત્ અનિત્ય સ્વીકારીએ તો ઘટે છે.
ટીકાઃ ___ एवं-वृद्धवद् मनुष्यादिभवकृतं पुण्यादि वेदयते अनुभवति देवादिभवगतः सन् आत्मा-जीव इति, तस्यैव-मनुष्यादेः तथाभावाद्-देवादित्वेन भावात्, सर्वमिदं निरुपचरितं स्वकृतभोगादि भवत्युपपन्नं, नाऽन्यथेति गाथार्थः ॥१०९४॥ ટીકાર્ય :
આમ-વૃદ્ધની જેમ=જેમ વૃદ્ધ યુવાનીમાં કરાયેલ ચોરી આદિનું ફળ અનુભવે છે એમ, મનુષ્યાદિ ભવમાં કરાયેલ પુણ્યાદિને પુણ્યાદિના ફળને, દેવાદિ ભવમાં ગયેલો છતો આત્મા જીવ, વેદે છે=અનુભવે છે; કેમ કે તેનો જ=મનુષ્યાદિનો જ, તથાભાવ છે–દેવદિપણારૂપે ભાવ છે. આ=સ્વકૃત ભોગાદિ, સર્વ નિરુપચરિત ઉપપન્ન થાય છે અર્થાત્ આત્માને કર્થચિ નિત્ય-અનિત્ય સ્વીકારીએ તો સ્વકૃત ભોગાદિ સર્વ વાસ્તવિક સંગત થાય છે, અન્યથા નહીં આત્માને એકાંતે નિત્ય કે અનિત્ય સ્વીકારીએ તો સ્વકૃત ભોગાદિ સર્વ નિરુપચરિત સંગત થતા નથી, એ પ્રમાણે ગાથાર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org