________________
૨૩૦
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર/ ગાથા ૧૦૮૯
ભાવાર્થ :
પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે એકાંત નિત્યપક્ષમાં ઘટાદિ કાર્યનો ઉત્પાદ ન્યાય નથી, તેમાં પિંડનું દૃષ્ટાંત છે; અને આ દષ્ટાંતના બળથી અનુમાન કઈ રીતે થાય? તે સ્પષ્ટ કરવા કહે છે કે અનતીત પિંડભાવપણું હોવાથી પિંડનું ફળ ઘટ નથી; કેમ કે અભેદપક્ષમાં પડવત્ એ દષ્ટાંત સાથે અનતિપિu૬માવત્થાત્ એ હેતુનું સમાનપણું છે.
આ અનુમાનમાં “ઘટ’ પક્ષ છે, “પિંડનું ફળ નથી' એ સાધ્ય છે, “અતીત પિંડભાવપણું હોવાથી એ હેતુ છે, અને “પિંડની જેમ' એ દષ્ટાંત છે, તેમ જ “અભેદ પક્ષમાં દૃષ્ટાંત સાથે હેતુનું સમાનપણું છે' એ નતિતપu૬માવત્ રૂપ હેતુનું સ્પષ્ટીકરણ છે.
આનાથી એ ફલિત થાય કે દષ્ટાંત તરીકે બતાવવામાં આવેલ પિંડ પિંડરૂપે જ વિદ્યમાન છે. તેથી તે પિંડનું ફળ ઘટ નથી એ પ્રત્યક્ષથી સિદ્ધ છે, અને જે રીતે દૃષ્ટાંતભૂત પિંડનું ફળ ઘટ નથી તે રીતે જેમાંથી ઘટ બન્યો છે તે ઘટના હેતુભૂત પિંડનું ફળ પણ ઘટ નથી; કેમ કે એકાંત નિત્યપક્ષમાં પિંડ પરિવર્તન પામતો નહીં હોવાથી જે પિંડમાંથી ઘટ બન્યો છે તે પિંડ પણ અનતીત પિંડભાવવાળો જ છે એમ માનવું પડે; અને એમ માનીએ તો દષ્ટાંતભૂત પિંડ જેવો જ ઘટના કારણભૂત એવો પિંડ પણ છે એમ માનવું પડે; અને ઘટના કારણભૂત પિંડને દષ્ટાંતભૂત પિંડ જેવો જ માનીએ તો, જેમ પિંડરૂપે પડેલા માટીના પિંડનું ફળ ઘટ નથી, તેમ ઘટરૂપે પરિણમેલા માટીના પિંડનું ફળ પણ ઘટ નથી એમ માનવું પડે. આથી એકાંત અભેદપક્ષમાં પિંડના દષ્ટાંતથી પિંડનું ફળ ઘટ નથી એમ સિદ્ધ થાય છે.
મેપક્ષે થી પિડાતીતતાય સુધીના કથનનો ભાવાર્થ આ પ્રમાણે
પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે એકાંત અનિત્યપક્ષમાં પણ ઘટાદિ કાર્યનો ઉત્પાદ ન્યાપ્ય નથી, તેમાં પટનું દૃષ્ટાંત છે. આનાથી એ ફલિત થાય કે એકાંત અનિત્યપક્ષમાં માટીની પિંડઅવસ્થા વીતી ગયા પછી પણ દેખાતો પટ જેમ પિંડનું ફળ નથી, તેમ માટીની પિંડઅવસ્થા વીતી ગયા પછી પણ દેખાતો ઘટ પિંડનું ફળ નથી; કેમ કે એકાંત ક્ષણિકપક્ષમાં સર્વથા નાશ પામેલ વસ્તુ સાથે તેની ઉત્તરભાવી વસ્તુનો કોઈ સંબંધ નથી; આમ છતાં અતીત એવા પિંડમાંથી આ ઘટ બન્યો છે એમ સ્વીકારીએ તો અતીત એવા પિંડનો ઉત્તરભાવી પટ પડેલો હોય તો તે પટ પણ તે અતીત એવા પિંડમાંથી બન્યો છે એમ સ્વીકારવું પડે; જ્યારે પિંડ અને પટ વચ્ચે કોઈ અનુગત પદાર્થની પ્રતીતિ નહીં થતી હોવાને કારણે જેમ પિંડમાંથી પટ થતો નથી એમ કહેવાય છે, તેમ જો ઘટના હેતુભૂત એવા પિંડ અને ઘટ વચ્ચે પણ કોઈ અનુગત પદાર્થની પ્રતીતિ ન થતી હોય તો આ પિંડમાંથી ઘટ થયો છે એમ પણ કહી શકાય નહીં. આથી એકાંત ભેદપક્ષમાં પણ પટના દષ્ટાંતથી પિંડનું ફળ ઘટ નથી એમ સિદ્ધ થાય છે.
આ રીતે એકાંત નિત્યપક્ષમાં કે એકાંત અનિત્યપક્ષમાં “પિંડનું ફળ ઘટ છે એ સંગત થતું નથી, એમ સિદ્ધ કરીને “પિંડનું ફળ ઘટ છે એવી પ્રામાણિક પ્રતીતિ કઈ રીતે સંગત થાય? તે બતાવવા ગ્રંથકાર કહે છે –
તચૈવ થી વસ્તુનઃ સુધીના કથનનો ભાવાર્થ આ પ્રમાણે :
પિંડનો જ ઘટરૂપે ભાવ હોવાથી વસ્તુ અન્વય અને વ્યતિરેકવાળી છે, અર્થાત્ માટીનો પિંડ ઘટરૂપે થયો, તેથી પિંડઅવસ્થા અને ઘટઅવસ્થામાં માટી અન્વયી છે, અને માટીની પિંડઅવસ્થા અને માટીની ઘટઅવસ્થા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org