________________
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક / ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર | ગાથા ૧૦૦૩-૧૦૭૪, ૧૦૭૫
વળી સંયમની વૃદ્ધિ અર્થે સાધુને નદી ઊતરવાની પણ ભગવાનની અનુજ્ઞા છે, તે પણ આપવાદિક અનુજ્ઞા હોવાથી હિંસાના નિષેધનો બાધ કરતી નથી; કેમ કે ભગવાને પ્રમાદભાવથી થતી હિંસાનો નિષેધ કર્યો છે. તેથી અપ્રમાદભાવની વૃદ્ધિના ઉપાયભૂત એવું આ નદી ઊતરવાનું અનુષ્ઠાન અહિંસાનું કારણ છે. માટે જો સંયમવૃદ્ધિનું કારણ હોવા છતાં સાધુ નદી ન ઊતરે તો બાહ્ય હિંસાનો પરિહાર થવા છતાં પ્રમાદભાવની વૃદ્ધિ થવાથી ભાવહિંસાની પ્રાપ્તિ થાય. તેથી ભગવાનના આગમમાં બતાવેલ અપવાદથી નદી ઊતરવાનું પણ અનુષ્ઠાન હિંસાના નિષેધનું બાધક નથી, પણ પોષક છે.
વળી કોઈ સાધુ, ધ્યાનાદિમાં અપ્રમાદભાવથી યત્ન કરતા હોય, છતાં અતિ ઠંડી વગેરે કોઈ કા૨ણે તેઓને ધ્યાનાદિમાં વ્યાઘાત થતો હોય, તો તે ધ્યાનાદિની વૃદ્ધિ અર્થે ભગવાનના આગમમાં તે સાધુને વસ્ત્રો રાખવાની અનુજ્ઞા છે; જ્યારે દિગંબરોના સાગમમાં વસ્ત્રો રાખવાનો એકાંતે નિષેધ છે, તેથી ધ્યાનાદિમાં અપ્રમાદભાવથી યત્ન કરનારા પણ સાધુ અતિ ઠંડી આદિમાં ધ્યાનાદિમાં યત્ન કરી શકે નહીં. માટે વસ્ત્રોનો એકાંતે નિષેધ કરનાર દિગંબરોનું આગમ ધ્યાનાદિ વિધિના પોષક અનુષ્ઠાનો નહીં બતાવતું હોવાથી છેદશુદ્ધ નથી. તે રીતે ભગવાનના આગમમાં જીવરક્ષા અર્થે પાત્રા રાખવાની અનુજ્ઞા છે; જ્યારે પાત્રા વગ૨ જીવરક્ષા નહીં થતી હોવા છતાં દિગંબરોના આગમમાં પાત્રા રાખવાનો એકાંતે નિષેધ છે. તેથી પાત્રાનો એકાંતે નિષેધ કરનાર દિગંબરોનું આગમ હિંસાના નિષેધના પોષક અનુષ્ઠાનો નહીં બતાવતું હોવાથી છેદશુદ્ધ નથી.
આમ, જે આગમમાં બતાવેલ સર્વ ઉત્સર્ગ-અપવાદનાં અનુષ્ઠાનો વિધિ-નિષેધનાં પોષક હોય, પણ બાધક ન હોય, તે આગમ છેદશુદ્ધ છે.
અહીં વિશેષ એ છે કે હિંસાદિના નિષેધથી ષટ્કાયના પાલનમાં અત્યંત ઉઘમ થાય છે અને ધ્યાનઅધ્યયનના વિધાનથી રાગાદિનો હ્રાસ થાય છે, જેથી સંયમનાં કંડકો વધે છે, અને તે વિધિ-નિષેધને પોષક એવા બાહ્ય અનુષ્ઠાનો જૈનશાસ્ત્રમાં બતાવેલ હોવાથી તે અનુષ્ઠાનના બળથી તે વિધિ-નિષેધને અનુકૂળ અંતરંગ ઉદ્યમ થઈ શકે છે, માટે તેવા વિધિ-નિષેધને બતાવનાર અને તેવા વિધિ-નિષેધના પોષક બાહ્ય અનુષ્ઠાનો બતાવનારું શાસ્ત્ર કષશુદ્ધ અને છેદશુદ્ધ છે. ૧૦૭૩/૧૦૭૪॥
અવતરણિકા :
૨૦૩
इहैवोदाहरणमाह -
અવતરણિકાર્ય :
અહીં જ=છેદશુદ્ધ આગમમાં જ, ઉદાહરણને કહે છે
ભાવાર્થ:
કશુદ્ધ આગમમાં બતાવેલ વિધિ-પ્રતિષેધને પોષક એવાં બાહ્ય અનુષ્ઠાનનું જે આગમ વિધાન કરે, અને તે વિધિ-પ્રતિષેધને બાધક એવાં બાહ્ય અનુષ્ઠાનનું જે આગમ નિષેધ કરે, તે આગમ છેદશુદ્ધ છે. આ પ્રમાણે ગાથા ૧૦૭૩-૧૦૭૪માં છેદશુદ્ધ આગમનું સ્વરૂપ બતાવ્યું. હવે કષશુદ્ધ આગમમાં બતાવેલ વિધિ-નિષેધનાં પોષક બનતાં હોય તેવા અનુષ્ઠાનનું પ્રસ્તુત ગાથામાં ઉદાહરણ આપે છે, અને તે વિધિ-નિષેધનાં બાધક બનતાં હોય તેવા અનુષ્ઠાનનું ગાથા ૧૦૭૬માં ઉદાહરણ આપે છે .
-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org