________________
૧૯૪
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક | ‘અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૬૯-૧૦૦૦ નાશ કરવામાં સમર્થ એવાં ધ્યાન-અધ્યયનાદિની વિધિ છે, તે મૃતધર્મ કષપરીક્ષાથી શુદ્ધ છે.
શાસ્ત્ર સામાન્યથી વિધિ અને નિષેધ બતાવે છે અર્થાત્ જે પ્રવૃત્તિ આત્માને અહિતકારી છે તેનો નિષેધ કરે છે, અને જે પ્રવૃત્તિ આત્માને હિતકારી છે તેનું વિધાન કરે છે; અને જે શાસ્ત્રમાં પાપની પ્રવૃત્તિનો નિષેધ બતાવ્યો હોવા છતાં સૂક્ષ્મ નિષેધ બતાવ્યો ન હોય, તે શાસ્ત્રમાં પાપની પ્રવૃત્તિનો પૂલથી નિષેધ બતાવ્યો હોવાથી તે શાસ્ત્ર કષથી શુદ્ધ નથી; પરંતુ જે શાસ્ત્રમાં સૂક્ષ્મ પણ પાપની પ્રવૃત્તિનો નિષેધ બતાવ્યો હોય તે શાસ્ત્ર કષથી શુદ્ધ છે; અને જે શાસ્ત્રમાં કોઈક પાપપ્રવૃત્તિનો નિષેધ બતાવ્યો હોય, અને કોઈક પાપપ્રવૃત્તિનો નિષેધ ન બતાવ્યો હોય, તે શાસ્ત્ર પણ કષથી શુદ્ધ નથી; પરંતુ જે શાસ્ત્રમાં સર્વ પાપપ્રવૃત્તિનો નિષેધ બતાવ્યો હોય તે શાસ્ત્ર કષથી શુદ્ધ છે.
વળી, શાસ્ત્ર જેમ આત્માનું અહિતમાંથી રક્ષણ કરવા માટે પાપનો નિષેધ કરે છે, તેમ આત્માને હિતમાં પ્રવૃત્તિ કરાવવા માટે ધ્યાન-અધ્યયનાદિનું વિધાન પણ કરે છે. તેથી જે શાસ્ત્રમાં રાગાદિ રૂપ મોહના પરિણામનો નાશ કરવા સમર્થ બને એવી ધ્યાનાદિની ક્રિયા બતાવી હોય તે શાસ્ત્રનાં વિધિવાક્યો કષશુદ્ધ છે; પરંતુ જે શાસ્ત્રમાં બતાવેલી ધ્યાનાદિની પ્રવૃત્તિ મોહનું ઉમૂલન કરવા સમર્થ ન બનતી હોય, તે શાસ્ત્રનાં વિધિવાક્યો કષશુદ્ધ નથી.
આમ, જે શાસ્ત્રનાં વિધિવચનો રાગાદિના ઉન્મેલનનું કારણ બનતાં હોય, અને નિષેધવચનો સૂક્ષ્મ અને સંપૂર્ણ પાપપ્રવૃત્તિના નિરોધનું કારણ બનતાં હોય, તે શાસ્ત્ર કષપરીક્ષાથી શુદ્ધ કહેવાય.
એ જ રીતે આવા કષશુદ્ધ શાસ્ત્રના વચનાનુસાર જે પુરુષને યથાર્થ જ બોધ થાય, તે પુરુષને પ્રાપ્ત થયેલ શ્રુતજ્ઞાન કષશુદ્ધ છે અને કષશુદ્ધ પણ શાસ્ત્રથી જે પુરુષને તે પ્રકારનો યથાર્થ બોધ ન થાય, તે પુરુષને પ્રાપ્ત થયેલ શ્રુતજ્ઞાન કષશુદ્ધ નથી. /૧૦૬૯ો. અવતરણિકા :
इत्थं लक्षणमभिधायोदाहरणमाह - અવતરણિકાઈઃ
આ રીતે=પૂર્વગાથામાં બતાવ્યું એ રીતે, લક્ષણને કષશુદ્ધ ધૃતધર્મના સ્વરૂપને, કહીને ઉદાહરણને વિધિનિષેધવિષયક કષશુદ્ધ ધૃતધર્મના દષ્ટાંતને, કહે છે –
ગાથા :
जह मणवयकाएहि परस्स पीडा दढं न कायव्वा ।
झाएअव्वं च सया रागाइविवक्खजालं तु ॥१०७०॥ અન્વયાર્થ:
નદ જે પ્રમાણે માવહિં મન-વચન-કાયા વડે પર પીડા પરની પીડા ઢંદઢ અત્યંત, ન #ાવ્યા ન કરવી જોઈએ, સયા રં=અને સદા રામવિવનાનં તુકરાગાદિના વિપક્ષનાલનું જ ક્ષાબં ધ્યાન કરવું જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org