________________
અનુયોગગણાનુજ્ઞાવતુક | ‘અનુયોગાનુજ્ઞા દ્વાર | ગાથા ૧૦૫-૧૦૫૩
૧૧
ગાથા :
ण हि कालाईहिंतो केवलएहिं तु जायए किंचि ।
इह मोग्गरंधणाइ वि ता सव्वे समुदिया हेऊ ॥१०५२॥ અન્વચાઈ:
રૂહ અહીં લોકમાં, નોરંથUHફવિવિરમગરંધનાદિ પણ કંઈ પણ વનહિંતુ વાતાહિંતો-કેવલ જ કાલાદિથી જ દિ ના થતું નથી જ, તાકતે કારણથી સર્વે સમુદયા સર્વ સમુદિત હેતુઓ છે કાલાદિ સર્વ કારણો ભેગાં થઈને કાર્ય પ્રત્યે કારણ છે.
ગાથાર્થ :
લોકમાં મગ રાંધવા વગેરે કંઈ પણ કાર્ય કેવલ જ કાલાદિથી થતું નથી જ, તે કારણથી કાલાદિ સર્વ કારણો ભેગાં થઈને કાર્ય પ્રત્યે કારણ છે.
ટીકા :
न हि कालादिभ्यः-अनन्तरोदितेभ्यः केवलेभ्य एव जायते किञ्चित् कार्यजातमिह-लोके मुद्गरन्धनाद्यपि बाह्यम्, आस्तां तावदन्यद्, यत एवं तत् सर्वे कालादयः समुदिता एव हेतवः सर्वस्य कार्यस्येति गाथार्थः ॥१०५२॥ ટીકાઈઃ
અહીં=લોકમાં, અન્ય તો દૂર રહો અત્યંતર એવું કાર્યજાત તો દૂર રહી, પરંતુ બાહ્ય એવું મગ રાંધવા આદિ પણ કંઈ કાર્યજાત કાર્યનો સમુદાય, કેવલ જ પૂર્વમાં કહેવાયેલા કાલાદિથી થતું નથી જ; જે કારણથી આમ છે=કાલાદિમાંથી કોઈપણ એક કારણથી કંઈ કાર્ય નથી થતું એમ છે, તે કારણથી કાલાદિ સર્વ સમુદિત જ=એકઠા થયેલા જ, સર્વ કાર્યના હેતુઓ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ :
સંસારમાં બાહ્ય એવી મગ રાંધવા વગેરેની ક્રિયા પણ પરસ્પર સાપેક્ષ જોડાયેલાં પાંચ કારણોથી થાય છે; માટે નક્કી થાય કે સમુદિત જ પાંચ કારણો સર્વ કાર્યના હેતુ છે. ૧૦પરા અવતરણિકાઃ
ગાથા ૧૦૪૭માં પૂર્વપક્ષીએ ગ્રંથકારને કહ્યું કે આમ હોતે છતે તમારા વડે સ્વભાવવાદના સ્વીકાર દ્વારા તમારો કર્મવાદ જ ત્યાગ કરાયો; તેને ગ્રંથકારે ગાથા ૧૦૪૮માં કહ્યું કે અમને કર્મવાદ એકાંતે ઈષ્ટ નથી, અને અમે સ્વભાવવાદને નથી માનતા એમ પણ નથી, અને તેમાં સાક્ષી તરીકે શ્રુતકેવલી સિદ્ધસેનદિવાકરસૂરિના કથન દ્વારા સર્વ કાર્યો પ્રત્યે પાંચ કારણો કઈ રીતે હેતુ છે? તે અત્યાર સુધી યુક્તિથી બતાવ્યું. હવે તેનાથી પોતાને કર્મવાદના ત્યાગરૂપ અને સ્વભાવવાદના સ્વીકારરૂપ દોષ નથી, તે બતાવીને સ્વભાવનું સ્વરૂપ સ્પષ્ટ કરે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org