________________
૧૫૬
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૪-૧૦૪૮
ભાવાર્થ :
ગાથા ૧૦૪૬માં ગ્રંથકારે કહ્યું કે જીવનો એવો સ્વભાવ છે કે જેના કારણે જીવના તેટલા દ્રવ્યશ્રુતસંયોગો પસાર થયા પછી પ્રાપ્ત થયેલ દ્રવ્યશ્રુતથી જીવનું તે પ્રકારનું વીર્ય પ્રગટ થાય, કે જે વીર્યથી ગ્રંથિને ભેદીને રત્નત્રયીને પ્રાપ્ત કરીને જીવ સિદ્ધિને પામે છે.
આનાથી એ ફલિત થયું કે ભૂતાર્થશ્રદ્ધાનરૂપ સમ્યક્ત ભૂતાર્થવાચક એવા શ્રતધર્મથી થાય છે, અને તે મૃતધર્મ પૂર્વે અનંતીવાર પ્રાપ્ત થવા છતાં સમ્યક્ત ન પ્રગટ્યું, અને પછી તે કૃતધર્મથી જ સમ્યક્ત પ્રગટ્યું, તેમાં પણ જીવનો તેવા પ્રકારનો સ્વભાવ કારણ છે.
આ પ્રકારના ગ્રંથકારના કથનમાં પૂર્વપક્ષી શંકા કરે છે કે આ રીતે તો તમે જૈનોને અભિમત એવા કર્મવાદનો જ ત્યાગ કર્યો, વસ્તુતઃ જૈનદર્શન તો સર્વ કાર્યો પ્રત્યે કર્મને કારણ માને છે. આથી પૂર્વપક્ષીએ ગાથા ૧૦૨૬-૧૦૩૭માં સમ્યક્તના હૃતધર્મથી અન્ય હેતુ તરીકે કર્મને સ્વીકારેલ, અને શંકા કરેલ કે જીવને જેમ હૃતધર્મ અનંતીવાર પ્રાપ્ત થયો છે, તેમ કર્મ પણ અનંતીવાર પ્રાપ્ત થયું છે, છતાં જીવને સમ્યક્ત ન થયું.
તેનો ઉત્તર આપતાં ગ્રંથકારે સ્વભાવવાદનો આશ્રય કરીને ગાથા ૧૦૪૩થી ૧૦૪૬માં સ્થાપન કર્યું કે પૂર્વે અનંતીવાર શ્રતધર્મ પ્રાપ્ત થવા છતાં જીવવીર્ય ઉલ્લસિત ન થયું, અને પાછળથી પ્રાપ્ત થયેલ શ્રતધર્મથી જીવવીર્ય ઉલ્લસિત થયું, તેમાં જીવનો તેવો સ્વભાવ કારણ છે. તેમાં શંકા કરતાં પૂર્વપક્ષી કહે છે કે એ રીતે સ્વભાવવાદ સ્વીકારવા દ્વારા તમોને કર્મવાદના ત્યાગની પ્રાપ્તિ થશે. તેથી પૂર્વપક્ષીને ગ્રંથકાર કહે છે –
જૈનોને એકાંતે કર્મવાદ જ ઇષ્ટ નથી, અને જૈનો સ્વભાવવાદને નથી માનતા એમ પણ નથી; પરંતુ જૈનોને કથંચિત્ કર્મવાદ પણ ઈષ્ટ છે અને કથંચિત્ સ્વભાવવાદ પણ ઇષ્ટ છે. માટે જીવનો તેવો સ્વભાવ હોવાથી તેટલા દ્રવ્યશ્રુતના સંયોગો પસાર થયા પછી પ્રાપ્ત થયેલ શ્રુતના સંયોગથી જીવનું વીર્ય પ્રગટે છે, તેમ કહેવામાં કર્મવાદનો અપલોપ થતો નથી; અને જૈનો કર્મવાદ માનતા હોવાથી સ્વભાવવાદનો અપલાપ કરે છે એવું પણ નથી.
અહીં વિશેષ એ છે કે પૂર્વે અનંતી વખત દ્રવ્યશ્રુતના સંયોગો પ્રાપ્ત થયા ત્યારે જેમ જીવનો તેવો સ્વભાવ હતો કે વીર્ય ફોરવે નહીં, તેમ તે જીવનાં તે વખતે તેવાં ગાઢ કર્મો પણ હતાં કે જે કર્મો જીવને વીર્ય ફોરવવા દે નહીં; અને જેમ પાછળથી જીવનો તેવો સ્વભાવ થયો કે શ્રતનો સંયોગ પામીને હવે જીવ ઉલ્લસિતવીર્યવાળો બને, તેમ જીવનાં કર્મો પણ પૂર્વ કરતાં હળવાં થયેલાં હતાં, કે જે કર્મો ધૃતધર્મના બળથી જીવનું વીર્ય ઉલ્લસિત થવામાં વિપ્નભૂત ન બને, પણ સહાયક બને; જેથી ગ્રંથિ ભેદવા દ્વારા જીવને સમ્યક્ત પ્રાપ્ત થઈ શકે.
આમ, શ્રતધર્મથી સમ્યક્ત થવામાં તેવા પ્રકારનો જીવનો સ્વભાવ અને તેવા પ્રકારનાં જીવનાં કર્મો, એમ બંને કારણ છે. આથી સ્વભાવવાદના સ્વીકાર દ્વારા શ્રુતધર્મથી સમ્યક્ત થાય છે, એમ ગ્રંથકારે પૂર્વગાથામાં સ્થાપન કર્યું, તેનાથી કથંચિત્ સ્વભાવવાદનો અને કથંચિત્ કર્મવાદનો સ્વીકાર થાય છે, અને તેમાં કોઈ દોષ નથી, તે બતાવવા ગ્રંથકારશ્રી આગળની ગાથાઓમાં સાક્ષી પણ આપે છે. II૧૦૪૭/૧૦૪૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org