________________
GO
અનુયોગગણાનુજ્ઞાવસ્તુક/ “અનુયોગાનુજ્ઞા' દ્વાર / ગાથા ૧૦૦૪
ગાથા :
दो चेव मत्तगाइं खेले काइअ सदोसगस्सुचिए ।
एवंविहो वि णिच्चं वक्खाणिज्ज त्ति भावत्थो ॥१००४॥ અન્વયાર્થ :
સલોસ રૂંસદોષકના=રોગવાળા ગુરુના, ને વા=શ્લેષ્મ વિષયક, કાયિક વિષયક વો ચેવ મત્તડું બે જ માત્રક વિE=ઉચિતમાં યોગ્ય સ્થાનમાં, હોય છે. પર્વવિદો વિ આવા પ્રકારના પણ (ગુરુ) ચિંનિત્ય વરઘાન્નિવ્યાખ્યાન કરે, ત્તિ એ પ્રમાણે માવસ્થો ભાવાર્થ છે.
ગાથાર્થ :
રોગવાળા ગુરુ માટે શ્લેષ્મનું માત્રક અને કાચિકનું માત્રક, એમ બે જ માત્રક યોગ્ય સ્થાનમાં હોય છે. આવા પ્રકારના પણ ગર નિત્ય વ્યાખ્યાન આપે, એ પ્રમાણે ભાવાર્થ છે.
ટીકા :
द्वे एव मात्रके भवतः श्लेष्ममात्रकं कायिकमात्रकं च सदोषकस्य गुरोः न सर्वस्य उचिते भूभागे भवतः, ऐदंपर्यमाह-एवंविधोऽपि सदोषः सन् नित्यं व्याख्यानयेदिति प्रस्तुतभावार्थ इति गाथार्थः ૨૦૦૪ ટીકાર્થ:
સર્વનાં નહીં, પરંતુ દોષવાળા ગુરુના શ્લેષ્મનું માત્રક અને કાયિકનું માત્રક, એમ બે જ માત્રક ઉચિત ભૂમિના ભાગમાં હોય છે. ઐદંપર્યને કહે છે – આવા પ્રકારના પણ દોષવાળા છતા=આવા રોગી પણ ગુરુ, નિત્ય વ્યાખ્યાન કરે, એ પ્રકારે પ્રસ્તુતનો=પ્રસ્તુત ગાથાના પૂર્વાર્ધનો, ભાવાર્થ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. * “ર્વવિદ્દો વિ'માં “જિ'થી એ જણાવવું છે કે શારીરિક સ્વસ્થતા હોય તેવા આચાર્ય તો શિષ્યોને નિષ્પન્ન કરવા માટે શક્તિના પ્રકર્ષથી સૂત્રના અર્થોનું નિત્ય વ્યાખ્યાન કરે જ, પરંતુ આવા પ્રકારના પણ અર્થાત્ શારીરિક સ્વસ્થતા ન હોય એવા પ્રકારના પણ આચાર્ય, સ્વ-પરના હિત માટે શક્તિ ગોપવ્યા વગર નિત્ય વ્યાખ્યાન કરે.
ભાવાર્થ :
પૂર્વગાથામાં બતાવ્યું તેમ વ્યાખ્યાનના સ્થાનનું પ્રમાર્જન કરીને શિષ્યો બે નિષદ્યા પાથરે. ત્યારપછી વ્યાખ્યાન આપનારા આચાર્ય રોગવાળા હોય, જેથી તેમને વારે વારે કફ કાઢવો પડતો હોય, અને માત્રુ કરવું પડતું હોય, તો શિષ્યો ગ્લેખ કાઢવા માટે અને માગું કરવા માટે ઉચિત સ્થાનમાં બે માત્રક મૂકી રાખે; પરંતુ આ બે માત્રક સર્વ આચાર્ય માટે મૂકવાનાં નથી, પણ વ્યાખ્યાન કરનાર આચાર્ય રોગિષ્ઠ હોય તો જ મૂકવાનાં છે. વળી, આમ કહેવા પાછળનું ઐદંપર્ય એ છે કે આવા રોગિષ્ઠ પણ આચાર્યએ શક્તિના પ્રકર્ષથી શિષ્યોને શાસ્ત્રસંપન્ન કરવા માટે હંમેશાં સૂત્રના અર્થોનું વ્યાખ્યાન આપવું જોઈએ. /૧૦૦૪ો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org