________________
૬૦.
વ્રતસ્થાપનાવસ્તુક ચેપ્યો વાતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “કચિત / ગાથા ૨૪૫ થી ૪૮ નવસ્વી એ પ્રકારનો કેવલ હેતુ અનેકાંતિક પક્ષધર્મ છે, કેમ કે અચેતનોમાં પણ દૃષ્ટપણું છે અચેતનોમાં પણ જન્મવાનપણું દેખાય છે, “દહીં ઉત્પન્ન થયું’ એ પ્રકારના વ્યવહારની જેમ. તે રીતે નરવિન્દ્ર પણ અનેકાંતિક પક્ષધર્મ છે, “વસ્ત્ર જીર્ણ થયું, મદિરા જીર્ણ થઈ એ પ્રકારના વ્યવહારની જેમ. તે રીતે જીવનરૂપ હેતુ પણ અનૈકાંતિક છે, “સંજીવિત વિષ છે.” તે રીતે મરણરૂપ હેતુ પણ અનેકાંતિક છે; કેમ કે “કુસુંભ=સુવર્ણ, મર્યું એ પ્રકારનો વ્યવહાર થાય છે. તે રીતે આહારોપાદાનરૂપ હેતુ પણ અનેકાંતિક છે, સીધુનો દારૂનો, ગોળ આહાર છે. અને તે રીતે ચિકિત્સારૂપ હેતુ પણ અનેકાંતિક છે, “વિનાશ પામેલા મદ્યનું ઉપક્રમો વડે ઉપાયો વડે, પ્રકૃતિ તરફ આપાદન ચિકિત્સા” એ પ્રમાણે કહેવાય છે.
તથા થી રૂત્યુષ્ય સુધી આશંકાકારે સ્થાપન કર્યું કે જન્મવક્તાદિ સ્વતંત્ર હેતુઓ વ્યભિચારી છે. તેને ગ્રંથકાર ઉત્તર આપતાં કહે છે
સત્ય છેઃતારી વાત સત્ય છે, પ્રત્યેક આ અનૈકાન્તિક છે=જુદા જુદા આ જન્મવત્ત્વ આદિ હેતુઓ વ્યભિચાર દોષવાળા છે; પરંતુ સમુદિત એકઠા થયેલા, સર્વ હતુઓ કોઈપણ અચેતનમાં દેખાયા નથી. સ્ત્રી વગેરેમાં અને દાડમ, બીજોરું, કોળાની વેલડી વગેરે ચેતનમાં જ દેખાયા છે. એથી અનેકાંતિકની વ્યાવૃત્તિ થાય છે=જન્મવત્ત્વ આદિ હેતુઓમાં વ્યભિચાર દોષનું નિવારણ થાય છે. “તિ' અનુમાનપ્રયોગના કથનની સમાપ્તિ અર્થે છે. ભાવાર્થ:
અહીં કોઈક આશંકા કરે કે વનસ્પતિમાં ચેતના સાધક અનુમાનમાં આપેલ જન્માદિ દશ હેતુઓને સ્વતંત્ર ગ્રહણ કરવાથી તેઓમાં વ્યભિચાર પ્રાપ્ત થાય છે; કેમ કે સ્વતંત્ર ગ્રહણ કરાયેલ હેતુઓ ચેતન અને અચેતન, એમ બંનેમાં ઘટે છે. તે આ પ્રમાણે
દહીં ઉત્પન્ન થયું' એવો વ્યવહાર થતો હોવાથી અચેતન એવા દહીંમાં પણ જન્મવત્ત્વ હેતુની પ્રાપ્તિ થઈ. આથી કેવલ જન્મવત્ત્વ હેતુ જ ગ્રહણ કરીએ તો તે હેતુ વનસ્પતિરૂપ પક્ષનો પણ ધર્મ બને અને દહીંરૂપ વિપક્ષનો પણ ધર્મ બને. આથી જન્મવસ્વ રૂપ હેતુથી વનસ્પતિમાં ચૈતન્યની સિદ્ધિ થઈ શકે નહિ.
વળી, “વસ્ત્ર જીર્ણ થયું, દારૂ જીર્ણ થયો’ એવો વ્યવહાર થતો હોવાથી અચેતન એવા વસ્ત્ર અને દારૂમાં પણ જરાવસ્વ રૂપ હેતુની પ્રાપ્તિ થઈ. આથી જરાવસ્વ હેતુને સ્વતંત્ર ગ્રહણ કરીએ તો તે હેતુ વિપક્ષમાં પણ રહેતો હોવાથી વ્યભિચારી બને.
“વિષ જીવે છે' એવો વ્યવહાર થતો હોવાથી અચેતન એવા વિષમાં જીવનરૂપ હેતુ પ્રાપ્ત થાય છે. આથી જીવનવન્ત હેતુને સ્વતંત્ર ગ્રહણ કરીએ તો તે હેતુ જેમ વનસ્પતિરૂપ સપક્ષમાં રહે છે તેમ વિષરૂપ વિપક્ષમાં પણ રહેતો હોવાથી વ્યભિચારી બને.
વળી, જ્યારે સુવર્ણની ભસ્મ બનાવવા માટે આયુર્વેદમાં સોનાની મારણક્રિયા કરવામાં આવે છે ત્યારે “સુવર્ણ કર્યું એ પ્રકારનો વ્યવહાર થાય છે. તેથી મરણરૂપ હેતુ અચેતન એવા સુવર્ણમાં પણ પ્રાપ્ત થતો હોવાથી હેતુ વ્યભિચારી બને, જેથી વનસ્પતિમાં ચેતનત્વની સિદ્ધિ થઈ શકે નહિ.
વળી, આહારોપાદનરૂપ હેતુ વ્યભિચારી છે; કેમ કે સીધુ નામનો દારૂ કોહવાયેલા ગોળમાંથી બનતો હોવાથી “સીધુનો ગોળ આહાર છે' એ પ્રકારનો વ્યવહાર થાય છે. તેથી આહારોપાદાનરૂપ હેતુ અચેતન એવા સીધુમાં પણ દેખાતો હોવાથી ચેતનવરૂપ સાધ્ય સાથે અચેતનવરૂપ સાધ્યાભાવમાં પણ ઘટે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org