________________
વ્રતસ્થાપનાવસ્તુકો વાતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “કવિત’ | ગાથા ૬૩૦-૬૩૮
૪૩ વળી, ગુરુએ શિષ્યને સૂત્રના અર્થો સમજાવ્યા હોય, પરંતુ મંદબુદ્ધિવાળો શિષ્ય તે પકાયના અને વ્રતોના અર્થોને સમજી શક્યો ન હોય, તોપણ તે શિષ્યની ઉપસ્થાપના કરાય નહિ.
કદાચ ગુરુએ કહેલ સૂત્રના અર્થોનો શિષ્યને યથાર્થ બોધ થઈ ગયો હોય, પરંતુ ગુરુએ, “આ શિષ્ય મારા કહેલા અર્થોને પ્રવૃત્તિમાં સમ્યમ્ યોજી શકે છે કે નહિ ?” તેનો નિર્ણય કરવા અર્થે પરીક્ષા ન કરી હોય, તોપણ તે શિષ્યની વ્રતોમાં ઉપસ્થાપના કરાય નહિ. ૧૬૩૭
અવતરણિકા:
एतदेव भावयति - અવતરણિતાર્થ :
આને જ ભાવન કરે છે અર્થાતુ પૂર્વગાથામાં કહ્યું કે શ્રોતાને અનુરૂપ જ હેતુ અને દૃષ્ટાંત દ્વારા છ કાય અને છ વ્રતોને સમજાવવાં જોઈએ. તેથી હવે હેતુ અને દાંતથી છ કાય અને છ વ્રતોનું જ ગાથા ૬૬૨ સુધી ગ્રંથકાર ભાવન કરે છે –
ગાથા :
एगिदियाइ काया तेसिं सेसिंदिआणऽभावे वि । बहिराईण व णेअं सोत्ताइगमे वि जीवत्तं ॥६३८॥
અન્વયાર્થ:
વિયારૂ =એકેન્દ્રિયાદિ કાયો છે=જીવો છે. (અહીં શંકા થાય કે એકેંદ્રિયોને કાય કઈ રીતે કહી શકાય? તેથી કહે છે–) સત્તા અને વિશ્રોત્રાદિના વિગમમાં પણ વદરાડું, વકબધિરાદિની જેમ સિંદ્રિસાડમાવે વિશેષ ઇન્દ્રિયોના અભાવમાં પણ તે તેઓનું એકેન્દ્રિયોનું, ગીવરંજીવત્વ મં=જાણવું.
ગાથાર્થ :
એકેન્દ્રિયાદિ જીવો છે. અહીં શંકા થાય કે એકેંદ્રિયોને જીવ કઈ રીતે કહી શકાય? તેથી કહે છે કે શ્રોત્રાદિના વિગમમાં પણ બધિરાદિની જેમ શેષ ઇન્દ્રિયોના અભાવમાં પણ એકેન્દ્રિયોનું જીવત્વ જાણવું. ટીકા :
एकेन्द्रियादयः कायाः, तेषां स्पर्शनभाव एव शेषेन्द्रियाणां-रसनादीनामभावेऽपि बधिरादीनामिव ज्ञेयम्, आदिशब्दादन्धादिपरिग्रहः, श्रोत्रादिविगमेऽपि जीवत्वं तथाकर्मविपाकादिति गाथार्थः ॥६३८॥ ટીકાર્ય :
એકેન્દ્રિય આદિ કાયો છે=જીવનિકાય છે. તેવા પ્રકારના કર્મના વિપાકથી શ્રોત્રાદિનો વિગમ હોતે છતે પણ=શ્રોત્રેન્દ્રિય વગેરે નહીં હોતે છતે પણ, બધિરાદિની જેમ=બહેરા વગેરે મનુષ્યોમાં જેમ જીવત્વ છે તેમ, રસન આદિ શેષ ઇન્દ્રિયોનો અભાવ હોતે છતે પણ તેઓને એકેન્દ્રિયાદિ જીવોને, સ્પર્શનનો ભાવ જ છે=સ્પર્શનેન્દ્રિયનો સદ્ભાવ જ છે. તેથી જીવત જાણવું એકેન્દ્રિયોમાં જીવત જાણવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org