________________
४०
તસ્થાપનાવસ્તુકો વાતવ્યનિ' દ્વાર/પેટા દ્વાર: “પઠિત’ | ગાથા ૬૩૩ થી ૩૬ અંતે કહેલ કે આ જ અર્થ કહેવાય છે, તે અર્થ પણ કહેવાઈ જાય છે; હવે ગાથા ૬૩૫ના ઉત્તરાર્ધનો અર્થ કરે છેઅન્વયાર્થ/ટીકાર્યઃ
ફૅસિફિકમર્ચે નિયમ પ ]ના કુવે ઘુ-પર્વ તોડવાવેથāો આ રીતે જે રીતે સાથે પ્રવ્રજિત અને સાથે પ્રાપ્ત થયેલ બે વગેરે રાજાઓને સમરાત્વિક કરવા જોઈએ એ રીતે, બે ઈશ્વર=ઐશ્વર્યવાળા, બે શ્રેષ્ઠી, બે અમાત્ય=બે મંત્રી, નિયમ એટલે બે વાણિયા, ઘડ એટલે ગોષ્ટી, બે ગોઠિયા=બે મિત્રો, પ્રવ્રજિત થયા; બે મહાકુલોમાંથી=મોટાં કુળોમાંથી, પ્રવ્રજિત થયા; (બે ક્ષુલ્લક પ્રવ્રજિત થયા) સમાન એવા સર્વ સમ પ્રાપ્ત થયા=બે ઈશ્વરાદિ બધા વ્રતસ્થાપનાની ભૂમિને સાથે પ્રાપ્ત થયા હોય, તો સમાન રાત્વિક કરવા જોઈએ, અને આમનામાં જ=બે ઈશ્વર કે બે મંત્રી કે બે શ્રેષ્ઠી વગેરે બબ્બેના યુગલોમાં જ, પૂર્વમાં પ્રાપ્ત થયેલો પૂર્વે જ=પહેલાં જ, વ્રતોમાં ઉપસ્થાપવો. ત્તિ વૃદ્ધા રહ્યા એ પ્રમાણે વૃદ્ધોની વ્યાખ્યા છે.
ભાવાર્થ :
ગાથા ૬૨૨-૬૨૩માં પિતા-પુત્ર સાથે દીક્ષા લે અને વ્રતસ્થાપના માટે સાથે પ્રાપ્ત ન થઈ શકે ત્યારે કરવા યોગ્ય વિધિની વિચારણા કરી. હવે બે પિતા અને બે પુત્ર સાથે દીક્ષા લે, ત્યારે કરવા યોગ્ય વિધિની વિચારણા કરે છે ત્યાં બે પિતા અને એક પુત્ર વ્રતસ્થાપનાની ભૂમિને પ્રાપ્ત હોય તો તેઓની વિધિ પૂર્વની વિધિ જેવી જ છે, પરંતુ જ્યારે બે પુત્ર અને એક પિતા વ્રતસ્થાપના માટે તૈયાર થયા હોય અને એક પિતા તૈયાર ન થયા હોય, તે વખતે તૈયાર નહીં થયેલા પિતાને સમજાવવાની વિશેષ વિધિ આ પ્રમાણે છે –
વ્રતસ્થાપના માટે અપ્રાપ્ત પિતાને ગીતાર્થ ગુરુ સમજાવે કે તમારો પુત્ર પરમ મેધાવી હોવાથી વ્રતસ્થાપના માટે પ્રાપ્ત થયો છે, માટે જો તમે રજા આપો તો એની વ્રતોમાં ઉપસ્થાપના કરીએ; કેમ કે જો તમે રજા નહીં આપો તો બીજા પિતા-પુત્ર કરતાં તમારો પુત્ર નાનો થશે, અને રજા આપશો તો બીજા પિતા-પુત્ર કરતાં તમારો પુત્ર જયેષ્ઠ પર્યાયવાળો થશે, જેમાં તમારું જ ગૌરવ છે.
આ રીતે એક પિતા-પુત્રની અને બે પિતા-પુત્રની વ્રતસ્થાપનાની વિધિ બતાવ્યા બાદ રાજા-મંત્રી, રાજાશ્રેષ્ઠી કે રાજા-સાર્થવાહની વ્રતસ્થાપનાની વિધિ પિતા-પુત્ર જેવી જ છે; તેમ જ સાધ્વીમાં પણ માતા-પુત્રી કે રાજરાણી-મંત્રી પત્નીની વ્રતસ્થાપનાની સર્વ વિધિ પિતા-પુત્રની જેમ જ છે.
વળી, રાજા અને રાજરાજી=મોટા રાજા, એ બંને સાથે દીક્ષિત થયા હોય અને સાથે વ્રતસ્થાપનાની ભૂમિને પ્રાપ્ત કરી લીધી હોય, તો તેઓને પણ ગુરુ પિતા-પુત્રની જેમ સાથે જ વ્રતોમાં ઉપસ્થાપે. વળી રાજા, રાજરાજા, મંત્રી, શ્રેષ્ઠી અને સાર્થવાહ, આ બધાએ સાથે દીક્ષા લીધી હોય અને તેમાં મંત્રી વગેરે નાના શૈક્ષોએ ભૂમિને પ્રાપ્ત કરી લીધી હોય, પરંતુ રાજા વગેરે મોટા શૈક્ષો ભૂમિને પ્રાપ્ત ન કરી શક્યા હોય, ત્યારે જો રાજાદિ કરતાં નાના એવા ભૂમિને પ્રાપ્ત થયેલ મંત્રી વગેરેની ઉપસ્થાપના કરવાથી મંત્રી વગેરેથી મોટા એવા રાજા કે રાજરાજાને ગુરુ ઉપર કે મંત્રી વગેરે ઉપર અપ્રીતિ થાય, અથવા તો તે લીધેલ દીક્ષા છોડી દે, અથવા તો દારુણ સ્વભાવવાળા રાજા અને રાજરાજા ક્રોધે ભરાય, તો તેવા સંયોગોમાં સૂત્રાધ્યયનાદિથી અપ્રાપ્ત હોવા છતાં પણ રાજા અને રાજરાજાની મંત્રી આદિ સાથે ગીતાર્થ આચાર્ય
સ્થાપના કરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org