________________
૨૮
વ્રતસ્થાપનાવસ્તુકો વાતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “પઠિત’ | ગાથા દર૯-૬૩૦ ભાવાર્થ: - પૂર્વગાથામાં કહ્યું કે અપ્રજ્ઞાપનીય હોવા છતાં પિતાની વ્રતસ્થાપના કરવામાં આવે છે; કેમ કે સામાયિકના પરિણામનો પ્રતિપાત થવા છતાં પણ દ્રવ્યલિંગને કારણે ફરીથી સામાયિકનો પરિણામ આવી પણ શકે છે. તે બતાવવા માટે હવે પ્રસ્તુત ગાથામાં શાસ્ત્રમાં કહેલા સૂત્રની સાક્ષી આપે છે –
કોઈ જીવે સમ્યક્ત સામાયિક, શ્રુત સામાયિક કે દેશવિરતિ સામાયિકને પ્રાપ્ત કર્યું હોય, તો એક ભવમાં ભાવથી તે તે ગુણસ્થાનકનો સ્પર્શ કર્યા પછી તે જીવ આકર્ષો દ્વારા ગુણસ્થાનકમાંથી પાત પણ પામે છે અને ફરી પણ ગુણસ્થાનક પામે છે; આમ, આકર્ષો દ્વારા ઉત્કૃષ્ટ ગમનાગમન હજાર પૃથક્વવાર તે જીવ કરી શકે, અને કોઈક જીવે સર્વવિરતિ સામાયિક ગ્રહણ કરેલ હોય તો, ભાવથી છા ગુણસ્થાનકનો સ્પર્શ કર્યા બાદ આકર્ષો દ્વારા ઉત્કૃષ્ટ ગમનાગમન શત પૃથક્વવાર કરી શકે.
આશય એ છે કે આ ચારેય સામાયિકવાળા જીવોમાંથી કોઈક જીવનો જાવજીવ સુધી સામાયિકમાંથી પાત થતો નથી, કોઈક જીવનો એક-બે વખત પાત થાય છે, તો કોઈક જીવનો ઉત્કૃષ્ટથી પણ પાત થઈ શકે છે. તેમાં સમ્યક્ત-શ્રુત-દેશવિરતિ સામાયિકવાળા જીવનો ઉત્કૃષ્ટથી હજાર પૃથક્ત વખત પાત થઈ શકે અને સર્વવિરતિ સામાયિકવાળા જીવનો ઉત્કૃષ્ટથી શત પૃથક્ત પાત થઈ શકે. ત્યાર પછી તે જીવ કાંતો સામાયિકમાંથી પાત પામે જ નહિ, અને જો છેલ્લી સંખ્યા પૂરી કર્યા પછી પણ પાત પામે, તો ફરી તે ભવમાં સામાયિકનો પરિણામ પ્રાપ્ત કરી શકે નહિ, પરંતુ અન્ય ભવમાં પ્રાપ્ત કરી શકે.
આ પ્રકારનું આકર્ષોનું સ્વરૂપ અતિશયજ્ઞાનીએ જોયેલ છે અને શાસ્ત્રમાં પ્રરૂપેલ છે. આમ, આકર્ષો દ્વારા પાત પામેલા પિતામાં સર્વવિરતિ સામાયિકનો પરિણામ ફરી પ્રગટી શકે તેવી સંભાવના હોવાથી શાસ્ત્રમાં અપ્રજ્ઞાપનીય એવા પણ પિતાની વ્રતસ્થાપના કરવાની વિધિ છે, એ પ્રકારનો ગાથા ૬૨૮-૬૨૯નો ધ્વનિ છે. ૬૨લા. અવતરણિકા:
પૂર્વગાથામાં કહ્યું કે જીવ આકર્ષો દ્વારા સર્વવિરતિ સામાયિકના પરિણામથી પાત પણ પામે. હવે આકર્ષો દ્વારા પાત પામેલા અપ્રજ્ઞાપનીય જીવની વ્રતસ્થાપના કેમ કરાય છે? તે કહે છે –
ગાથા :
एएसिमंतरे वाऽपण्णवणिज्जु त्ति नत्थि दोसो उ। अच्चागो तस्स पुणो संभवओ निरइसयगुरुणा ॥६३०॥
અન્વયાર્થ:
મંતરે વા=અને આમના અંતરમાં આકર્ષોના વચમાં, માઇUવાન્નો અપ્રજ્ઞાપનીય છે. ત્તિ એથી હોતો નત્યિ ૩ દોષ નથી જ=ગાથા ૬૨૫માં પૂર્વપક્ષીએ આપેલ દોષ નથી જ. સંમો પુછો વળી સંભવ હોવાથી=ભાવિમાં અપ્રજ્ઞાપનીય પિતામાં સામાયિકનો પરિણામ પ્રગટવાનો સંભવ હોવાથી, નિયમુIT=નિરતિશય એવા ગુરુ વડે તeતેનો–સામાયિકના પરિણામ વગરના પિતાનો, મળ્યાઅત્યાગ છે.
* “વા' વકાર અર્થક છે. Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org