________________
૩૯૧
વ્રતસ્થાપનાવસ્તુકા‘ાથા પાયિતવ્યનિ' દ્વાર/ ગાથા ૯૨૩-૯૨૪
ઉત્તમપણારૂપ હેતુથી ઉત્તમ એવું આ=ભાવચારિત્ર, યથાકથંચિ=જેવી તેવી રીતે, પ્રાપ્ત કરાતું નથી, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
સોમાદિને પણ શીધ્ર જ અંતકૃત્યેવલીપણું અપાવે એવું ભાવચારિત્ર દ્રવ્યચારિત્રપૂર્વક થયેલ હતું. જોકે સોમાદિ છેલ્લા ભવમાં દ્રવ્યચારિત્ર વગર મોક્ષે ગયા, તોપણ જન્માંતરમાં તેઓએ દ્રવ્યચારિત્રનું પાલન કર્યું હતું; કેમ કે ભાવચારિત્ર એક ઉત્તમ વસ્તુ છે અને ઉત્તમ વસ્તુ વગર પ્રયત્ન પ્રાપ્ત થતી નથી, પરંતુ ઉત્તમ વસ્તુની પ્રાપ્તિ માટે ચોક્કસ ઉપાયોમાં યત્ન કરવો જ પડે છે. અને સોમાદિ જીવોએ પણ પૂર્વભવમાં ઉપસ્થાપનાદિ ચારિત્રમાં સભ્ય યત્ન કર્યો હતો, જેના ફળરૂપે ચરમ ભવમાં દ્રવ્યચારિત્ર વગર પણ તેઓ ભાવચારિત્રથી મોક્ષ પામ્યા. આથી મોક્ષના અર્થી જીવે મોક્ષના ઉપાયભૂત ભાવચારિત્રમાં યત્ન કરવો આવશ્યક છે, અને ભાવચારિત્રમાં યત્ન કરવો આવશ્યક હોવાથી મોક્ષના અર્થીએ ભાવચારિત્રના પ્રબળ કારણરૂપ દ્રવ્યચારિત્રમાં પણ યત્ન કરવો આવશ્યક છે.
આમ, ગ્રંથકારે ગાથા ૯૧૩માં કહેલ કે “ચારિત્ર ઉત્તમ હોવાથી મોક્ષના અર્થીએ ચારિત્રના ૧૧ ઉપાયોમાં યત્ન કરવો જોઈએ.” એ કથન દ્રવ્યચારિત્રને આશ્રયીને છે અને તે સંગત છે. આથી દર્શનપક્ષનું અવલંબન લઈને પૂર્વપક્ષીએ જે સ્થાપન કરેલ કે “દર્શનમાં અપ્રમાદ કરવાથી ભાવચારિત્રની પ્રાપ્તિ થવાને કારણે દ્રવ્યચારિત્ર વગર મોક્ષ પામી શકાય છે, માટે દર્શનમાં જ યત્ન કરવો જોઈએ.” એ કથન ઉચિત નથી, પરંતુ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પછી પણ ભાવચારિત્રની પ્રાપ્તિના ઉપાયભૂત દ્રવ્યચારિત્રમાં જ યત્ન કરવો જોઈએ, જેથી મોક્ષની શીધ્ર પ્રાપ્તિ થઈ શકે. ૨૩
અવતરણિકા
एतदेव स्पष्टयन्नाह - અવતરણિકાઈઃ
આને જ=પૂર્વગાથાના કથનને જ, સ્પષ્ટ કરતાં કહે છે – ભાવાર્થ:
પૂર્વગાથામાં કહ્યું કે ઉત્તમ એવું ભાવચારિત્ર યથાકથંચિત પમાતું નથી, પરંતુ દ્રવ્યચારિત્રમાં દઢ યત્ન કરવાથી ઉત્તમ એવું ભાવચારિત્ર પમાય છે. આથી જ જન્માંતરમાં દ્રવ્યચારિત્રમાં યત્ન કરેલ હોવાથી સોમાદિ મહાત્મા આ જન્મમાં દ્રવ્યચરણ વગર ભાવચરણ પામ્યા. એ કથનને જ સ્પષ્ટ કરતાં ગ્રંથકાર કહે છે –
ગાથા :
तह चरमसरीरत्तं अणेगभवकसलजोगओ निअमा ।
पाविज्जइ जं मोहो अणाइमंतो त्ति दुव्विजओ ॥९२४॥ અન્વયાર્થ :
નિગમ-નિયમથી મોમવસનનોraો અનેક ભવસંબંધી કુશલના યોગથી ત€ તે પ્રકારનું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org