________________
વતસ્થાપનાવસ્તક/યથા પાનયતધ્યાન' દ્વાર/ ગાથા ૧૬-૯૧૦
૩૦૯
અન્વચાઈ:
Ty-ખરેખર ગરિમો યુક્તિથી સુરેનસૂત્રમાં હંસર=દર્શનનું પહિર્શ પ્રાધાન્ય છે; નો જે કારણથી ળિગં કહેવાયું છે : વરરમિ=ચરણથી રહિત જીવો સાંતિ સિદ્ધ થાય છે, રંસUરમિ-દર્શનથી રહિત જીવો સિદ્ગતિ સિદ્ધ થતા નથી. ગાથાર્થ :
ખરેખર યુક્તિથી શાસ્ત્રમાં દર્શનનું પ્રાધાન્ય છે; જે કારણથી કહેવાયું છે કે ચારિત્રથી રહિત જીવો સિદ્ધ થાય છે, પરંતુ દર્શનથી રહિત જીવો સિદ્ધ થતા નથી. ટીકા:
ननु दर्शनस्य सूत्रे-आगमे प्राधान्यं युक्तितो गम्यते, यतो भणितमत्र, किमित्याह-सिद्धयन्ति= निर्वान्ति चरणरहिताः प्राणिनो दर्शनबलात्, दर्शनरहिता न सिद्धयन्ति, मिथ्यादृष्टीनां सिद्ध्यभावादिति ગાથા: ૧દ્દા ટીકાર્ય
નન થી પૂર્વપક્ષી શંકા કરે છે – યુક્તિથી સૂત્રમાં આગમમાં, દર્શનનું પ્રાધાન્ય જણાય છે; જે કારણથી અહીં આગમમાં, કહેવાયું છે. શું કહેવાયું છે? એથી કહે છે – ચરણથી રહિત પ્રાણીઓ=જીવો, દર્શનના બળથી સિદ્ધ થાય છે=નિર્વાણ પામે છે, દર્શનથી રહિત જીવો સિદ્ધ થતા નથી; કેમ કે મિથ્યાષ્ટિઓને સિદ્ધિનો અભાવ છે, આ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ:
ગાથા ૯૧૩માં સ્થાપન કર્યું કે મોક્ષનું પ્રકૃષ્ટ સાધન ચારિત્ર છે, માટે ચારિત્ર જ ઉત્તમ છે; જયારે જ્ઞાનદર્શને મોક્ષનું સાધન નથી પરંતુ ચારિત્રનું સાધન છે, માટે જ્ઞાન-દર્શન ઉત્તમ નથી. એ કથનની સામે પૂર્વપક્ષી કહે છે કે યુક્તિથી આગમમાં દર્શનનું પ્રાધાન્ય જણાતું હોવાથી મોક્ષરૂપ ફળ પ્રત્યે પ્રધાન કારણ દર્શન છે, પરંતુ ચારિત્ર નહીં.
વળી, દર્શનના પ્રાધાન્યમાં પૂર્વપક્ષી આગમની સાક્ષી આપે છે કે ચારિત્રરહિત જીવો દર્શનના બળથી સિદ્ધિ પામી શકે છે, જ્યારે દર્શનરહિત એવા ચારિત્રયુક્ત પણ મિથ્યાષ્ટિ જીવો સિદ્ધિ પામી શકતા નથી. માટે મોક્ષનું પ્રધાન કારણ દર્શન હોવાથી મોક્ષના અર્થી જીવે દર્શનમાં જ યત્ન કરવો જોઈએ. આથી ગ્રંથકારે ગાથા ૯૧૩માં ઐદંપર્યનું સમર્થન કરતાં જે કહ્યું કે મોક્ષનું પ્રધાન કારણ ચારિત્ર જ ઉત્તમ છે, તે કથન સંગત થતું નથી, એમ પૂર્વપક્ષી કહે છે. ૯૧૬ અવતરણિકા:
एतदेव समर्थयन्नाह - અવતરણિતાર્થ :
આને જ સમર્થન કરતા કહે છે અર્થાત્ પૂર્વગાથામાં પૂર્વપક્ષીએ યુક્તિથી સ્થાપન કર્યું કે મોક્ષનું પ્રધાન કારણ દર્શન જ છે, પરંતુ ચારિત્ર નહિ; એનું જ સમર્થન કરતાં દર્શનનયને પ્રધાન કરનાર પૂર્વપક્ષી કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org