________________
૩૦.
વ્રતસ્થાપનાવસ્તુક/યથા પાયિતવ્યાનિ' દ્વાર/ ગાથા ૯૧૪-૯૧૫ પ્રકારે=ચારિત્રથી રહિત એવા જ્ઞાન-દર્શન નિશ્ચયથી નથી જ તે પ્રકારે, પૂર્વાચાર્યો કહે છે=અધિકૃતનું અનુપાતી એવું આ છે અધિકૃત એવા પ્રસ્તુત ગાથાના કથનને અનુસરનારું એવું પાછળની ગાથામાં આવનાર પૂર્વાચાર્યોનું કથન છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
પૂર્વગાથાના અંતે સ્થાપન કર્યું કે તત્ત્વદૃષ્ટિએ તો જ્ઞાન-દર્શનનું ફળ ચારિત્ર જ છે અને નિર્વાણ સાધક હોવાથી ચારિત્ર જ ઉત્તમ છે. તે વાતને દઢ કરવા માટે કહે છે કે ચારિત્રથી રહિત એવા જ્ઞાન-દર્શન પણ પરમાર્થથી જ્ઞાન-દર્શન નથી જ.
આશય એ છે કે જે કારણ કાર્યને સાધતું હોય તે કારણને જ નિશ્ચયનય કારણ તરીકે સ્વીકારે છે. આથી જે જ્ઞાન-દર્શનરૂપ કારણ ચારિત્રરૂપ કાર્ય ન સાધતાં હોય, તે જ્ઞાન-દર્શન પરમાર્થથી જ્ઞાન-દર્શન જ નથી. આનાથી પણ ફલિત થાય કે મોક્ષનું કારણ જ્ઞાન-દર્શન નથી, પરંતુ ચારિત્ર જ છે, અને ચારિત્રનું કારણ જ્ઞાન-દર્શન છે. માટે ચારિત્ર જ ઉત્તમ છે, એ પ્રકારનું પૂર્વગાથાના કથનનું સમર્થન થાય છે; અને તેનું સમર્થન થવાથી મોક્ષના અર્થી જીવે ચારિત્રના ઉપાયભૂત ૧૧ દ્વારોમાં જ યત્ન કરવો જોઈએ, એમ પૂર્વગાથામાં કહ્યું હતું તેનું પણ સમર્થન થાય છે.
અહીં પ્રશ્ન થાય કે ચારિત્રથી રહિત એવાં જ્ઞાન-દર્શન પણ નિશ્ચયનયથી જ્ઞાન-દર્શન જ કેમ નથી? તેથી કહે છે કે પૂર્વાચાર્યો ચારિત્રથી રહિત એવા જ્ઞાન-દર્શન નથી, તે પ્રમાણે કહે છે; અને પૂર્વાચાર્યોનું તે કથન બતાડવા માટે કહે છે કે અધિકૃત એવી પ્રસ્તુત ગાથાની પાછળની ગાથામાં પૂર્વાચાર્યોનું કથન બતાવેલ છે. I૯૧૪ો
અવતરણિકા :
પૂર્વગાથાના અંતે બતાવ્યું કે તે પ્રકારે પૂર્વાચાર્યો કહે છે. તેથી હવે પૂર્વાચાર્યોનું તે કથન જ દર્શાવે છે –
ગાથા :
निच्छयनअस्स चरणायविघाए नाणदंसणवहो वि ।
ववहारस्स उ चरणे हयम्मि भयणा उ सेसाणं ॥९१५॥ અન્વયાર્થ :
નિચ્છનિર-નિશ્ચયનયના (મતમાં) વUTUવિધાઈ ચરણરૂપ આત્માનો વિઘાત થયે છતે નાસિTવદો વિજ્ઞાન-દર્શનનો વધ પણ છે. વવહાર વળી વ્યવહારના મતમાં) રર ચરણ હણાયે છતે સેસાઈi=શેષની=જ્ઞાન-દર્શનની, મયU[eભજના છે. * ‘' પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ :
નિશ્ચયનયના મતમાં ચારિત્રરૂપ આત્માનો વિઘાત થાય તો જ્ઞાન-દર્શનનો વધ પણ થાય છે. વળી વ્યવહારનયના મતમાં ચારિત્ર હણાય તો જ્ઞાન-દર્શનના વધની ભાજના છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org