________________
વ્રતસ્થાપનાવક/યથા પાયિતવ્યાન' દ્વાર / ગાથા ૯૧૦
૩૦૧
ટીકાઃ
नोपस्थापनायामेव कृतायां सत्यां नियमाच्चरणमिति, कुत इत्याह-द्रव्यतो येन कारणेन सा अभव्यानामपि भणिता उपस्थापना अङ्गारमर्दकादीनां, छद्मस्थगुरूणां विधिकारकाणां सफला चाज्ञाराधनादिति गाथार्थः ॥९१०॥ ટીકાર્ય
ઉપસ્થાપના જ કરાયે છતે નિયમથી ચરણ નથી=ભાવચારિત્ર થતું નથી; કયા કારણથી? એથી કહે છે – જે કારણથી તે=ઉપસ્થાપના, દ્રવ્યથી અંગારમÉકાદિ અભવ્યોને પણ કહેવાઈ છે.
અહીં શંકા થાય કે જો ઉપસ્થાપનાથી નિયમથી ભાવચારિત્ર ન થતું હોય તો ઉપસ્થાપના શા માટે કરાય છે? તેથી કહે છે –
અને આશાના આરાધનને કારણે વિધિકારક=વિધિપૂર્વક શિષ્યની વ્રતોમાં ઉપસ્થાપના કરનાર, છદ્મસ્થ ગુરુની સફળ છે ઉપસ્થાપના ફળવાળી છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
પ્રવ્રજયા ગ્રહણ કર્યા પછી વ્રતોમાં ઉપસ્થાપિત થતી વખતે જીવને ચારિત્રનો પરિણામ થાય જ, એવો નિયમ નથી; કેમ કે અભવ્ય એવા અંગારમÉકાદિ જીવોની પણ દ્રવ્યથી વ્રતોમાં ઉપસ્થાપના થાય છે, એમ શાસ્ત્રમાં કહેલ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે કેટલાક જીવોને ઉપસ્થાપના વખતે જ ભાવથી ચારિત્રની પ્રાપ્તિ થાય છે, તો કેટલાક જીવોને ઉપસ્થાપના માત્રથી ભાવથી ચારિત્ર પ્રગટ થતું નથી. માટે ભાવચારિત્રના અર્થી જીવે પૂર્વમાં બતાવેલ વ્રતપાલનના ૧૧ ઉપાયોમાં યત્ન કરવો જોઈએ, જેથી અપ્રાપ્ત પણ ચારિત્રનો પરિણામ પ્રાપ્ત થાય. આ પ્રકારનું વ્રતપાલનના ૧૧ ઉપાયોરૂપ દ્વારગાથાનું ઐદંપર્ય છે.
અહીં પ્રશ્ન થાય કે વ્રતોમાં ઉપસ્થાપના કરવા છતાં જો ભાવચારિત્ર પ્રાપ્ત થતું ન હોય તો ગુરુએ શિષ્યની ઉપસ્થાપના કરવામાં યત્ન કરવો જોઈએ નહીં; કેમ કે વિચારક વ્યક્તિ નિષ્ફળ પ્રવૃત્તિ કરે નહિ. તેથી કહે છે કે વિધિથી ઉપસ્થાપના કરનાર એવા છદ્મસ્થ ગુરુની શિષ્યને વ્રતોમાં ઉપસ્થાપના કરવારૂપ ક્રિયા સફળ છે; કેમ કે ગુરુને આજ્ઞાની આરાધના થાય છે.
આશય એ છે કે દીક્ષા લેનાર જીવ ભવ્ય છે કે અભવ્ય ? એ છદ્મસ્થ ગુરુ જાણી શકતા નથી, અને દીક્ષા લેનાર જીવ ભવ્ય હોય તો પણ તેનામાં ઉપસ્થાપનાની ક્રિયાથી ચારિત્ર આવશે કે નહિ? તે પણ છબસ્થ ગુરુ જાણી શકતા નથી. આથી છબસ્થ ગુરુ સંભવને આશ્રયીને શાસ્ત્રમાં કહેલ વિધિ પ્રમાણે શિષ્યમાં ઉપસ્થાપનાની પ્રવૃત્તિ કરે, તો તે ગુરુને ઉપસ્થાપનાની પ્રવૃત્તિથી ભગવાનની આજ્ઞાનું આરાધન થાય છે; અને ભગવાને જોયું છે કે વિધિપૂર્વક પ્રવ્રજયા ગ્રહણ કર્યા પછી યોગ્ય ભૂમિકાથી તૈયાર થયેલ જીવની ઉપસ્થાપના કરવામાં આવે તો પ્રાયઃ કરીને ઉપસ્થાપનાકાળમાં ઘણા જીવોને ચારિત્રનો પરિણામ પ્રગટ થાય છે. આથી શિષ્યની યોગ્યતા જોઈને ઉપસ્થાપના કરવાની ભગવાને આજ્ઞા કરેલ છે. તેથી જિનાજ્ઞાનું સ્મરણ કરીને, જીવની યોગ્યતાને જાણીને, વિધિપૂર્વક વ્રતોમાં ઉપસ્થાપના કરે તો તે ગુરુને આજ્ઞાનું આરાધન થવાને કારણે નિર્જરાની પ્રાપ્તિ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org