________________
વ્રતસ્થપનાવસ્તુક/યથા પસ્તાયતવ્યાન' દ્વાર/ ગાથા ૯૦૯
- ૩૬૯ ટીકા?
विस्रोतसिकारहितः संयमानुसारिचेतोविघातवजितः सन्, एवम्-उक्तेन प्रकारेण गुर्वासेवनादिना, चरणपरिणाममचिन्त्यचिन्तामणिरूपं रक्षेत दुर्लभं खलु लब्धं सन्तम्, अलब्धं वा प्राप्नुयादेवमेवेति गाथार्थः ॥९०९॥ ટીકાર્ય :
આ પ્રકારે=ગુરુના આસેવનાદિરૂપ કહેવાયેલ પ્રકારથી, વિસ્રોતસિકાથી રહિત=સંયમને અનુસરનારા ચિત્તના વિઘાતથી વર્જિત છતા, સાધુ લબ્ધ છતા દુર્લભ અચિંત્યચિંતામણીરૂપ ચરણપરિણામને રક્ષણ કરે.
અથવા આ રીતે જ=કહેવાયેલ ૧૧ કારોમાં યત્ન કરે એ રીતે જ, અલબ્ધને અપ્રાપ્ત એવા ચરણપરિણામને, પ્રાપ્ત કરે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
સંયમ ગ્રહણ કર્યા પછી જે સાધુ ગુરુઆસેવનાદિ વ્રતપાલનના ૧૧ ઉપાયોમાં યત્ન કરે છે, તે સાધુના સંયમને અનુસરનાર એવા ગુપ્તિવાળા ચિત્તનો વ્યાઘાત થતો નથી. આથી તેવા સાધુનું ચિત્ત વિસ્રોતસિકાથી રહિત બને છે, જેથી સંયમપ્રહણકાળમાં પ્રાપ્ત કરેલ અચિંત્યચિંતામણીરૂપ ચારિત્રના પરિણામનું તે રક્ષણ કરી શકે છે.
આશય એ છે કે વિધિપૂર્વક સંયમ ગ્રહણ કરનાર સાધુ વિધિમાં અત્યંત ઉપયુક્ત હોવાને કારણે અને સંસારથી વિરક્ત હોવાને કારણે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના પરિણામરૂપ અચિંત્યચિંતામણી જેવા ચારિત્રના પરિણામને પ્રાપ્ત કરે છે, અને પ્રાપ્ત થયેલ ચરણપરિણામનું ૧૧ દ્વારોમાં યત્ન કરવા દ્વારા રક્ષણ કરે છે; કેમ કે ૧૧ દ્વારોમાં યત્ન કરવાથી સંયમનો નાશ કરનાર એવા ચિત્તનો પ્રવાહ ઊઠતો જ નથી, જેથી પ્રાપ્ત થયેલ ચરણનો પરિણામ સુરક્ષિત રહે છે.
અહીં પ્રશ્ન થાય કે સંયમના રક્ષણ માટે આટલો બધો યત્ન કેમ આવશ્યક છે? તેથી કહે છે કે પ્રાપ્ત થયેલ ચારિત્રનો પરિણામ અતિદુર્લભ છે, તેથી તેનું રક્ષણ કરવામાં ન આવે તો ચરણપરિણામનો વિનાશ થાય, જે પરિણામ ફરી મળવો દુર્લભ છે. માટે તેનો વિનાશ ન થાય તદર્થે સાધુએ યત્ન કરવો જોઈએ.
વળી શંકા થાય કે સંયમ ગ્રહણ કરતી વખતે ભાવચારિત્ર પ્રાપ્ત થયું હોય તેવા સાધુ ૧૧ દ્વારોમાં યત્ન કરે તો તેના ચારિત્રના પરિણામનું રક્ષણ થઈ શકે, પરંતુ જે સાધુને તે પ્રકારના વીર્યનો ઉત્કર્ષ ન થવાથી સંયમગ્રહણકાળમાં ભાવચારિત્રની પ્રાપ્તિ થઈ ન હોય, તેવા સાધુને ૧૧ દ્વારોમાં યત્ન કરવાથી શું ફળ પ્રાપ્ત થાય? તે બતાવવા કહે છે કે સંયમપ્રહણકાળમાં ભાવચારિત્ર પ્રાપ્ત થયું ન હોય, તોપણ દ્રવ્યથી સંયમ ગ્રહણ કરીને ૧૧ દ્વારોમાં યત્ન કરનાર સાધુને નહીં પ્રાપ્ત થયેલ ચરણનો પરિણામ પ્રાપ્ત થાય છે. આથી સંયમ ગ્રહણ કર્યા પછી સાધુએ સર્વ કારોમાં અપ્રમાદથી યત્ન કરવો જોઈએ.
વળી, ચરણપરિણામને “ચિત્યચિંતામણિરૂપ'' વિશેષણ આપવા દ્વારા એ જણાવવું છે કે ચિંતામણિ રત્ન તો ચિંતિત વસ્તુને જ આપે છે અને એ પણ માત્ર ભૌતિક સામગ્રી જ જીવને આપી શકે છે, પરંતુ ચિંતામણિ રત્ન સ્વર્ગ અને મોક્ષરૂપ ફળ આપી શકતું નથી. આથી ચિંતામણિ રત્ન અચિંત્ય કોટિનું=શ્રેષ્ઠ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org