________________
૩૬૬
વ્રતસ્થાપનાવસ્તુક/યથા પત્નિયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વારઃ “ચતિકથા' | ગાથા ૯૦૦-૯૦૮
ટીકાર્ય : - પુર્વ શિયમને આ પ્રકારે કરાતે છત=ગાથા ૯૦૪થી ૯૦૬માં કહ્યું એ પ્રકારે દશાર્ણભદ્રાદિના ચરિત્રોનું સંવેગપૂર્વક કથન, શ્રવણ અને અનુમોદન કરાતે છતે, માત્મનઃ સ્થિત્વ મવતિ આત્માનું સ્થિરપણું થાય છે.
તથા.....મવતિ અને “તેના કુલવર્તી દશાર્ણભદ્રાદિના કુળમાં રહેનારો, હું છું,” એ પ્રકારના આ બહુમાનથી, તેના ધર્મનું સમાચરણ–દશાર્ણભદ્રાદિના ધર્મનું સેવન, થાય છે.
વિપિ આ રીતે પણ દશાર્ણભદ્રાદિના કુળનું સ્મરણ કરીને દશાર્ણભદ્રાદિના ધર્મનું સેવન થાય છે એ રીતે પણ, પરોપાધિ પરની ઉપાધિના દ્વારથી દશાર્ણભદ્રાદિના કુળના સ્મરણરૂપ પરના નિમિત્ત દ્વારા, પતિ વિશિષ્ટનુષ્ઠાને આ વિશિષ્ટ અનુષ્ઠાન=પોતાનામાં અપ્રમાદભાવની વૃદ્ધિ કરાવે એવું આ વિશિષ્ટ અનુષ્ઠાન, મવસ્થાન્તરે અવસ્થાંતરમાં=દશાર્ણભદ્રાદિ જેવી મહાસાત્ત્વિક અવસ્થા કરતાં કંઈક ન્યૂન પણ તેઓના નજીકની અવસ્થામાં, ત્રણેવ કુશલ જ છે, રૂતિ થાર્થ એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
પૂર્વમાં કહ્યું કે સાધુઓ સંવેગની વૃદ્ધિ માટે યતિકથા કરે છે. ત્યારબાદ દશાર્ણભદ્રાદિના ચરિત્રની અનુમોદના કરવાની કહી. એ રીતે અનુમોદના કરાય છતે આત્મા સંયમમાં સ્થિર થાય છે અર્થાત્ દશાર્ણભદ્રાદિના ચરિત્રનું કથન અને શ્રવણ કરીને અનુમોદન કરવાથી સંયમભાવમાં દઢ યત્ન કરવા માટે સાધુ સ્થિરતાને પામે છે, અને દશાર્ણભદ્રાદિનો કુલવર્તી હું છું, એ પ્રકારનું બહુમાન થવાને કારણે દશાર્ણભદ્રાદિની જેમ અપ્રમાદભાવથી ધર્મનું સેવન થાય છે.
અહીં શંકા થાય કે દશાર્ણભદ્રાદિ સાધુઓએ તો જિનશાસનમાં સંયમ ગ્રહણ કરવારૂપ ઉત્તમકુળમાં જન્મ લઈને સ્વયં અપ્રમાદથી સંયમમાં યત્ન કર્યો હતો; જયારે વર્તમાનના સાધુઓ તો દશાર્ણભદ્રાદિની જેમ અપ્રમાદભાવથી સંયમમાં યત્ન કરતા નથી. તેથી કહે છે કે આ રીતે પણ આ વિશિષ્ટ અનુષ્ઠાન કુશલ જ છે.
આશય એ છે કે જે જીવો દશાર્ણભદ્રાદિ જેવા અતિ સાત્ત્વિક છે, તેઓ તો સંયમ લીધા પછી પોતાના કુળની મર્યાદા પ્રમાણે અપ્રમાદભાવથી શક્તિને અનુરૂપ સંયમમાં યત્ન કરે જ છે; પરંતુ જેઓ તેમના જેવા અતિકુલીન નથી, તેઓ “હું દશાર્ણભદ્રાદિનો કુલવર્તી છું', એ પ્રકારે બહુમાન કરે, તો તેના કારણે તેઓ પણ દશાર્ણભદ્રાદિની જેમ અપ્રમાદભાવથી સંયમમાં યત્ન કરી શકે.
આમ, દશાર્ણભદ્રાદિના દષ્ટાંતના સ્મરણરૂપ પરોપાધિ દ્વારા=પરના આલંબન દ્વારા, તેઓનું આ વિશિષ્ટ અનુષ્ઠાન કુશળ જ છે; કેમ કે વર્તમાનના સુસાધુઓની દશાર્ણભદ્રાદિ જેવી અવસ્થા નહીં હોવા છતાં પણ દશાર્ણભદ્રાદિની કંઈક નજીકની અવસ્થા છે. આથી જ અત્યારના સુસાધુઓ મહાપુરુષોના અવલંબનથી અપ્રમાદભાવ કરી શકે છે. માટે આવી અવસ્થામાં આ રીતે પણ અપ્રમાદભાવ કરવો એ કલ્યાણનું કારણ છે. ૯૦૭.
ગાથા :
अण्णेसि पि अ एवं थिरत्तमाईणि होति निअमेणं । इह सुहसंताणो खलु विकहामहणो मुणेअव्वो ॥९०८॥ (दारं)॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org