________________
વ્રતસ્થાપનાવસ્તુક'યથા પાનયિતવ્યાન' દ્વાર / પેટા દ્વારઃ “ચતિકથા' | ગાથા ૯૦૨-૯૦૩.
૩૬૧ તોપણ વિહારદ્વારનું તેમને જ્ઞાન ન હોવાથી પ્રતિબંધના વર્જનમાં તે યત્ન કરે નહિ. જ્યારે વિહારદ્વારને ગુરુકુલવાસદ્ધાર કરતાં સ્વતંત્ર બતાવેલ હોય તો તે પ્રમાદી સાધુને “ભગવાને વિહારની વિધિ પ્રતિબંધનો ત્યાગ કરવા માટે મૂકેલ છે એવું જ્ઞાન થવાથી પ્રતિબંધનું વર્જન કરવા માટે યત્ન કરે. આમ પ્રમાદી સાધુઓને પણ વિહારની વિધિનું તાત્પર્ય પ્રતિબંધવર્જન છે, તે પ્રકારનું જ્ઞાન કરાવવા અર્થે ગ્રંથકારે વિહારદ્વારનું પૃથગુ ગ્રહણ કરેલ છે. I૯૦રા.
અવતરણિકા:
૩ વિહારદ્વારમ, તથાધારમા – , અવતરણિકાર્ય :
ગાથા ૬૭૮માં વ્રતપાલનના ૧૧ ઉપાયો બતાવ્યા, તેમાંથી દશમા ઉપાયરૂપ વિહારદ્વાર ગાથા ૮૯૯થી માંડીને ૯૦૨માં કહેવાયું. હવે વ્રતપાલનના અગિયારમા ઉપાયરૂપ યતિકથાદ્વારને ગાથા ૯૦૩થી ૯૦૮ સુધી કહે છે –
ગાથા :
सज्झायाईसंतो तित्थयरकुलाणुरूवधम्माणं ।
कुज्जा कहं जईणं संवेगविवड्डणि विहिणा ॥९०३॥ અન્વયાર્થ:
સાયાતો સ્વાધ્યાયાદિથી શ્રાંત એવા સાધુ વિદિ વિધિ વડે નિત્યવુિંનાગુરૂવથમાdi=તીર્થકરના કુળને અનુરૂપ ધર્મવાળા ગvi યતિઓની સંવે વિવઠ્ઠા સંવેગવિવર્ધની વહેં-કથાને હુન્ના કરે. ગાથાર્થ :
સ્વાધ્યાયાદિથી શાંત થયેલ સાધુ વિધિ વડે તીર્થકરના કુળને અનુરૂપ ધર્મવાળા ચતિઓની સંવેગ વધારનારી કથાને કરે.
ટીકા :
स्वाध्यायादिश्रान्तः सन् तीर्थकरकुलानुरूपधर्माणां महात्मनां, किमित्याह-कुर्यात् कथां यतीनां संवेगविवर्द्धनीं विधिना-आसनाचलनादिनेति गाथार्थः ॥९०३॥ * “સ્વાધ્યાયન્તિ :''માં ‘મર' પદથી ધ્યાન, વૈયાવચ્યાદિનું ગ્રહણ છે. * “માસનીવર્તનના'માં “મરિ' પદથી શરીરઅચલન અને માનસઅચલનનું ગ્રહણ છે. ટીકાર્ય :
સ્વાધ્યાયાદિથી શ્રાંત છતા સાધુ, તીર્થકરના કુળને અનુરૂપ ધર્મવાળા મહાત્મા એવા યતિઓની, શું? એથી કહે છે – આસનઅચલન આદિ વિધિ વડે સંવેગને વધારનારી કથાને કરે, એ પ્રમાણે ગાથાર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org