________________
વ્રતસ્થાપનાવસ્તુક /‘યથા પાતયિતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર : ‘ભાવના' | ગાથા ૮૯૨-૮૯૩
૩૪૫
અનુકૂળતાના રાગી સાધુઓ માટે ભક્તવર્ગાદિ ધનસ્થાનીય છે. માટે સંસારી જીવો જેમ અર્થ માટે ક્લેશ કરીને આત્મહિત સાધી શકતા નથી, તેમ આવા સાધુઓ પણ ભક્તવર્ગાદિ માટે ક્લેશ કરીને આત્મહિત સાધી શકતા નથી. આથી પ્રસ્તુત ગાથામાં બતાવેલ અર્થવિષયક ભાવના સાધુએ ભાવવી જોઈએ, જેથી ધનસ્થાનીય ભક્તવર્ગાદિ ઉપર રાગ થાય નહીં અને પોતાનું નિઃસ્પૃહ ચિત્ત સ્થિર થાય. ॥૮૯૨
અવતરણિકા :
પૂર્વમાં ચેતન એવા સ્ત્રી આદિ વિષયક અને અચેતન એવા અર્થવિષયક થતા રાગનું પ્રતિપક્ષભાવન બતાવ્યું. હવે ચેતનવિષયક અને અચેતનવિષયક થતા દ્વેષનું અને મોહનું પ્રતિપક્ષભાવન બતાવે છે –
ગાથા:
दोसम्म असइ मित्तिं माइत्ताई अ सव्वजीवाणं । मोहम्म जहाथूरं वत्थुसहावं सुपणिहाणं ॥ ८९३॥
અન્વયાર્થ:
=અને (ચેતનના વિષયમાં) વોમ્નિ સ-દ્વેષ થયે છતે મિત્તિ-મૈત્રીને સવ્વનીવાળ જ્ઞ-અને સર્વ જીવોના માત્તા-માતૃત્વાદિને (ભાવન કરે.) મોહમ્મિ=મોહ થયે છતે નાથૂÍયથાસ્ફૂર=પ્રતીતિ અનુસારે, વત્યુસહાવં=વસ્તુના સ્વભાવને સુખિહાળું=સુપ્રણિધાન (ભાવન કરે.)
ગાથાર્થ:
અને ચેતનના વિષયમાં દ્વેષ થયે છતે મૈત્રીને અને સર્વ જીવોના માતૃત્વાદિને ભાવન કરે, મોહ થયે છતે પ્રતીતિ અનુસારે વસ્તુના સ્વભાવને સુપ્રણિધાન ભાવન કરે.
ટીકા :
द्वेषे च सति चेतनविषये मैत्रीं भावयेत्, तथा मातृत्वादि च सर्वजीवानाम् 'उषितश्च गर्भवसतावनेकशस्त्वमिह सर्वसत्त्वानां ' इत्यादिना प्रकारेण, एतच्चाजीवद्वेषोपलक्षणं, तत्रापि लोष्ठादौ स्खलनादिभावे कर्म्मविपाकं भावयेत्, तथा मोहे च सति यथास्थूरं = प्रतीत्यनुसारेण वस्तुस्वभावं चेतनाचेतनधर्म्म सुप्रणिधानं-चित्तदार्त्स्न्येन भावयेदिति गाथार्थः ॥८९३ ॥
ટીકાર્ય
અને ચેતનના વિષયમાં દ્વેષ થયે છતે મૈત્રીને ભાવન કરે; અને તે પ્રકારે=જે પ્રકારે મૈત્રીને ભાવન કરે તે પ્રકારે, “અહીં=આ સંસારમાં, સર્વ સત્ત્વોની=જીવોની, ગર્ભરૂપી વસતિમાં અનેક વાર તું વસેલો છે,’’ ઇત્યાદિ પ્રકારથી સર્વ જીવોનાં માતૃત્વાદિને ભાવન કરે; અને આચેતનવિષયક દ્વેષનું પ્રતિપક્ષભાવન, અજીવના દ્વેષનું=અજીવવિષયક દ્વેષના પ્રતિપક્ષભાવનનું, ઉપલક્ષણ છે.
હવે તે અજીવવિષયક દ્વેષનું પ્રતિપક્ષભાવન જ બતાવે છે –
ત્યાં પણ=અજીવવિષયક દ્વેષમાં પણ, લોષ્ઠાદિમાં=ઢેફા વગેરેમાં, સ્ખલના આદિનો ભાવ હોતે છતે કર્મવિપાકને ભાવન કરે; અને તે રીતે=જે રીતે દ્વેષ થયે છતે ભાવન કર્યું તે રીતે, મોહ થયે છતે યથાસ્ફૂર=
For Personal & Private Use Only
www.jainelibrary.org
Jain Education International