________________
૩૪૦
વતસ્થાપનાવસ્તક/યથા પાયિતધ્યાન' દ્વાર/પેટા દ્વાર : ‘ભાવના' | ગાથા ૮૮૯-૮૯૦
વિશેષાર્થ :
સંયમ ગ્રહણ કર્યા બાદ સાધુ સ્ત્રીવિષયક પૂર્વમાં વર્ણન કર્યું એ પ્રમાણે ભાવન કરે, તો સ્ત્રીવિષયક વિરાગનું બીજ દઢ થાય, જેનાથી જન્માંતરમાં પણ સ્ત્રી પ્રત્યે રાગનો ઉદ્દભવ ન થાય. આમ, સ્ત્રીથી વિરક્ત થયેલ આત્મા ધ્યાનમાં યત્ન કરીને સંસારનો ઉચ્છેદ કરે છે, જેથી શારીરિક અને માનસિક અનેક પ્રકારનાં દુ:ખોનો ક્ષય થાય એવો મોક્ષ પ્રાપ્ત થાય છે.
અહીં શંકા ઉદ્ભવે કે જીવ મુક્ત થાય તો સર્વ દુઃખોનો અભાવ થાય, તોપણ મુક્ત અવસ્થામાં સુખ નથી માટે ઈષ્ટ નથી. આથી ટીકામાં ખુલાસો કર્યો કે સુમોક્ષ છે અર્થાત્ અભાવરૂપાદિના બુદાસ દ્વારા નિરુપમ સુખરૂપ મોક્ષ છે. આશય એ છે કે મોક્ષ આત્માના અભાવરૂપ નથી અર્થાત બૌદ્ધ માને છે તે રીતે મોક્ષ બુઝાયેલા દીવાની જેમ આત્માના અસ્તિત્વના વિગમનરૂપ નથી, કે નૈયાયિક માને છે તે રીતે મોક્ષ સુખના અભાવરૂપ પણ નથી; પરંતુ મોક્ષ સર્વ ઉપદ્રવોથી રહિત નિરુપમ સુખવાળી આત્માની અવસ્થારૂપ છે. આવા મોક્ષની પ્રાપ્તિમાં સ્ત્રીજન અત્યંત વિજ્ઞભૂત છે. આ પ્રકારના ભાવનથી સાધુનું ચિત્ત અત્યંત નિષ્પકંપ બને છે. ૮૮.
અવતરણિકા :
भावनागुणमाह -
અવતરણિતાર્થ :
ભાવનાના ગુણને કહે છે – ભાવાર્થ :
ગાથા ૮૭૦થી ૮૮૯માં જીવલોકની અસ્થિરતાની, વિષયોની દુઃખરૂપતાની અને સ્ત્રી સ્વરૂપની અશુચિમમતાદિની ભાવના બતાવી. તે રીતે ભાવના કરનાર સાધુને ભાવના દ્વારા પ્રાપ્ત થતા લાભને કહે
ગાથા :
भावेमाणस्स इमं गाढं संवेगसुद्धजोगसि ।
खिज्जइ किलिट्ठकम्मं चरणविसुद्धी तओ निअमा ॥८९०॥ અન્વયાર્થ:
રૂબંઆને પૂર્વમાં કહેવાયેલ તત્ત્વને, મામાપક્ષે=ભાવતા એવા, ૮ સંવેણુદ્ધનો ગાઢ સંવેગથી શુદ્ધ યોગવાળાનાં શિHિ ક્લિષ્ટ કર્મ gિ$=ક્ષય પામે છે. તો તેનાથી=ક્લિષ્ટ કર્મનો ક્ષય થવાથી, વિમા નિયમથી વર વિયુદ્ધ ચરણની વિશુદ્ધિ થાય છે.
ગાથાર્થ :
પૂર્વમાં કહેલ તત્ત્વને ભાવતા એવા, અત્યંત સંવેગથી શુદ્ધ વ્યાપારવાળા સાધુનાં ક્લિષ્ટ કર્મ ક્ષય પામે છે. ક્લિષ્ટ કર્મનો ક્ષય થવાથી નિયમા ચારિત્રની વિશુદ્ધિ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org