________________
૩૩૮
વતસ્થાપનાવસ્તક “યથા પાયિતવ્યાનિ' દ્વાર/ પેટા દ્વાર: “ભાવના' | ગાથા ૮૮૮-૮૮૯
ગાથા :
अच्चुग्गपरमसंतावजणगनिरयाणलेगहेउत्तं ।
तत्तो अ विरत्ताणं इहेव पसमाइलाभगुणे ॥८८८॥ અન્વયાર્થ :
(માતંગ્રામના જ) |પરમસંતાવના+નિરાઘાને દેવત્તે અતિ ઉગ્ર એવા પરમ સંતાપના જનક નરકરૂપી અનલના એકહેતુત્વને તત્તો અને તેનાથી=માતૃગ્રામથી, વિરત્તા વિરક્તોના દેવ અહીં જ=આ ભવમાં જ, પમાડ્રામપુને પ્રશમાદિના લાલરૂપ ગુણોને (ભાવન કરે.) ગાથાર્થ :
માતૃગામના જ અતિ ઉગ એવા ઘણા સંતાપને ઉત્પન્ન કરનારા નરકરૂપી અગ્નિના એક હેતુપણાને, અને માતૃગ્રામથી વિરક્ત થયેલા જીવોના આ ભવમાં જ પ્રશમાદિની પ્રાપ્તિરૂપ ગુણોને ભાવન કરે.
ટીકા :
तस्यैवात्युग्रपरमसन्तापजनकनरकानलैकहेतुत्वं भावयेत्, ततश्च मातृग्रामाद्विरक्तानामिहैव प्रशमादिलाभगुणान् भावयेदिति गाथार्थः ॥८८८॥ ટીકાર્ય :
તેના જ=માતૃગ્રામના જ, અતિ ઉગ્ર એવા પરમ સંતાપના જનક નરકરૂપી અનલના એક હેતુપણાને ભાવન કરે; અને તેનાથી=માતૃગ્રામથી, વિરક્તોને વિરાગ પામેલા જીવોને, અહીં જ=આ ભવમાં જ, પ્રશમદિના લાભારૂપ ગુણોને પ્રશમ, સંવેગ આદિની પ્રાપ્તિરૂપ ગુણોને, ભાવન કરે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
નરક અત્યંત સંતાપને પેદા કરનાર અતિ ઉગ્ર અગ્નિ જેવી છે, અને આવી નરકમાં જીવને લઈ જનાર સ્ત્રી પ્રત્યેનો રાગ છે; કેમ કે સ્ત્રી પ્રત્યેના રાગને કારણે જીવ સર્વ પ્રકારના આરંભ-સમારંભ કરીને પણ સ્ત્રીની પ્રાપ્તિ માટે કે સ્ત્રીની ઇચ્છા સંતોષવા માટે પ્રયત્ન કરે છે; જ્યારે સ્ત્રીથી વિરક્ત જીવોને સંસારમાં પ્રાયઃ કરીને કોઈ રાગનાં સ્થાનો રહેતાં નથી. આથી વિરક્ત જીવોમાં પ્રશમ, સંવેગ આદિરૂપ ગુણો પ્રગટી શકે છે, જે ગુણો આ લોકમાં પણ સુખરૂપ છે. તેથી આ લોકના સુખના નાશનું અને પરલોકના દુ:ખનું પ્રબળ કારણ સ્ત્રીવર્ગ છે. આ પ્રકારનું સ્ત્રીસંબંધી ભાવન કરવાનો સાધુનો આચાર છે, જેથી સ્ત્રીસંબંધી રાગ ઉદ્ભવે નહિ અને ઉદ્ભવ્યો હોય તો નાશ પામે. ll૮૮૮
ગાથા :
परलोगम्मि अ सइ तव्विरागबीजाओ चेव भाविज्जा । सारीरमाणसाणेगदुक्खमोक्खं सुमोक्खं च ॥८८९॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org