________________
૧૨
વ્રતસ્થાપનાવસ્તુકો વાતવ્યાન' દ્વાર/પેટા દ્વાર: “પઠિત’ | ગાથા ૬૧૮ રીતે જ અનધિગત હોતે છતે અને અશ્રદ્ધાવાળા હોતે છતે મધ્યમ ભૂમિ હોય છે, અને ભાવિત મેધાવીને પણ કરણના જય માટે મધ્યમ ભૂમિ હોય છે. ટીકા :
एवमेव च मध्यमा उपस्थापनाभूमिः अनधिगते अश्रद्दधाने च प्राक्तनाद्विशिष्टतरे(? रा) लघुतरा वेति हृदयं, भावितमेधाविनोऽप्यपुराणस्य करणजयार्थं मध्यमैव नवरं लघुतरेति गाथार्थः ॥६१८॥ નોંધ:
ટીકામાં પ્ર શિષ્ટતરે છે, તેને સ્થાને પ્રનાિિશષ્ટતરી હોવું જોઈએ; કેમ કે તે ભૂમિનું વિશેષણ છે અને ધર્મસંગ્રહ ગાથા ૧૦૮ની ટીકામાં પણ આ વાતના અનુસંધાનમાં જ “પ્રનાિિશષ્ટતરા દૂશ્વતરા વેરિ દવે" એ પ્રકારની પંક્તિ મૂકેલ છે. * “માવતને વિનોપ'માં “પિ’થી એ જણાવવું છે કે કરણજય માટે ભાવિત મેધાવી ન હોય તેવા શેક્ષને તો મધ્યમ ભૂમિ છે, પરંતુ અપુરાણવાળા ભાવિત મેધાવી શૈક્ષને પણ મધ્યમ ભૂમિ છે. ટીકાર્યઃ
અને આ રીતે જ શૈક્ષ અનધિગત હોતે છતે અને અશ્રદ્ધાન હોતે છતે પ્રાન્તનથી=પૂર્વગાથામાં બતાવેલ જઘન્ય ભૂમિ અને ઉત્કૃષ્ટ ભૂમિથી, વિશિષ્ટતર અને લઘુતર એવી મધ્યમ ઉપસ્થાપનાની ભૂમિ છે. પ્રાનાદિશિષ્ટતરા નથુતરા વા એ પ્રકારનું પદ હૃદય છે અર્થાત્ મૂળગાથામાં રહેલ મક્સિપિયાના વિશેષણરૂપે અધ્યાહાર છે.
અપુરાણવાળા ભાવિત મેધાવીને પણ કરણના જય અર્થે મધ્યમ ભૂમિ જ હોય છે, ફક્ત લઘુતર છે અર્થાત્ અનધિગત અને અશ્રદ્ધાન શેક્ષને જે મધ્યમ ભૂમિ હોય છે, તેના કરતાં ભાવિત મેધાવી શેક્ષને લઘુતર મધ્યમ ભૂમિ હોય છે, આ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
શસ્ત્રપરિજ્ઞાદિ શાસ્ત્રો ભણેલા હોવા છતાં તે સૂત્રોના અર્થનો તેવો બોધ કરવાની વિશેષ શક્તિનો અભાવ હોવાથી જેઓને જિનવચન પ્રત્યે વિશેષ શ્રદ્ધા પ્રગટી નથી, તેવા શ્રદ્ધારહિત શૈક્ષોને આશ્રયીને વ્રતસ્થાપનાની મધ્યમ ભૂમિ છે, જે મધ્યમ ભૂમિ જઘન્ય ભૂમિની અપેક્ષાએ ગુરુતર અને ઉત્કૃષ્ટ ભૂમિની અપેક્ષાએ લઘુતર હોય છે, કેમ કે ઉત્કૃષ્ટ ભૂમિના અધિકારી સાધુની જેવી મંદબુદ્ધિ છે તેના કરતાં આ સાધુઓની કંઈક ઓછી મંદબુદ્ધિ છે, અને જઘન્ય ભૂમિના અધિકારી સાધુની જેમ આ શૈક્ષો પૂર્વોપસ્થાપિત પુરાણવાળા નથી.
વળી, જેઓ પાર્શ્વનાથ ભગવાનના શાસનમાં ઉપસ્થાપિત થઈને આવેલા ન હોય, પરંતુ જેમણે મહાવીર સ્વામી ભગવાનના શાસનમાં જ દીક્ષા લીધી હોય, અને જેઓ સૂત્રો, સૂત્રના અર્થો અને તે અર્થોના ગુરુએ કહેલ તાત્પર્યનો જલદી બોધ કરી શકે છે, તેવા અપુરાણા, ભાવિત અને બુદ્ધિશાળી પણ શૈક્ષોને વ્રતસ્થાપના પૂર્વે મધ્યમ ભૂમિ પ્રાપ્ત કરવાની હોય છે; ફક્ત તેઓની મધ્યમ ભૂમિ અનધિગત અને અશ્રદ્ધાવાળા શૈક્ષો કરતાં નાની હોય છે, અને આવા ભાવિત મેધાવી પણ શૈક્ષોને જઘન્ય ભૂમિ હોતી નથી, કેમ કે સાત રાતદિવસની બઘન્ય ભખિલેનાર પૂછણિત છેવાને કરશે પૂછડિઝSSમાપુઓ જ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org