________________
વ્રતસ્થાપનાવસ્તુક /‘યથા પાતચિતવ્યાનિ’ દ્વાર / પેટા દ્વાર : ‘વિચાર’ / ગાથા ૮૬૮-૮૬૯
ટીકાર્ય :
અને આ યથાર્થ હોતે છતે જ=સૂક્ષ્મ અતિચારોનું પણ ગુરુ ફળ છે એ વાત યથાર્થ હોતે છતે જ, પ્રમત્ત એવા અત્યારના સાધુઓનું ધર્મચરણ જ=ધર્મનું આચરણ જ, મોક્ષનો હેતુ કઈ રીતે થાય ? ન જ થાય, એ પ્રકારનો અભિપ્રાય છે. અત્યારના સાધુઓ કેવા પ્રકારના છે ? એથી કહે છે – અતિચારોના આશ્રયભૂત= ઘણા અતિચારોવાળા, અત્યારના સાધુઓ છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ:
૩૧૨
પૂર્વગાથામાં કહ્યું કે બ્રાહ્મી આદિએ સેવેલ સૂક્ષ્મ અતિચારોનું ગુરુ ફળ યુક્તિથી કેવી રીતે ઘટે, તે વિચારવું જોઈએ, અને બીજું એ વિચારવું જોઈએ કે સૂક્ષ્મ પણ અતિચારનું ફળ મોટું છે, એ વાત યથાર્થ જ હોય તો વર્તમાનના પ્રમાદી સાધુઓનું સંયમજીવન ઘણા અતિચારોના આશ્રયભૂત હોવાથી ધર્મના આચરણરૂપ ચારિત્ર મોક્ષનો હેતુ કઈ રીતે બની શકે ? અર્થાત્ ન જ બની શકે.
આશય એ છે કે બ્રાહ્મી-સુંદરીના જીવે પૂર્વભવમાં વિશુદ્ધ ચારિત્ર પાળ્યું હોવા છતાં સૂક્ષ્મ અતિચારને કારણે તેઓને સ્ત્રીપણું પ્રાપ્ત થયું, એ દૃષ્ટિથી વિચારીએ તો અત્યારના સાધુઓ સૂક્ષ્મ અને સ્થૂલ અતિચારો વારંવાર સેવતા હોય છે, તેથી તેઓનું ચારિત્ર મોક્ષનું કારણ તો બની શકે નહિ; પરંતુ બ્રાહ્મી વગેરે કરતાં પણ અધિક અનર્થ કરનારું થાય.
આ પ્રકારે સમ્યગ્ આલોચન કરવાથી વિચારક જીવને જિજ્ઞાસા થાય કે વર્તમાનમાં શું કરવું જોઈએ ? જેથી અતિચારો લાગે જ નહિ ? અથવા લાગેલ અતિચારોનું ફળ મોટું મળે નહિ ? આ પ્રકારની જિજ્ઞાસાનું સમાધાન સ્વયં જ ગ્રંથકાર આગળની ગાથામાં કરે છે. ૮૬૮॥
અવતરણિકા :
मार्गानुसारिणं विकल्पमाह
અવતરણિકાર્ય
ગાથા ૮૬૭-૮૬૮માં સ્થાપન કર્યું કે વર્તમાનના પ્રમત્ત સાધુઓનું ચારિત્ર ઘણા અતિચારોવાળું હોવાથી મોક્ષનો હેતુ બની શકે નહિ. એ કથનને સ્પષ્ટ કરવા માટે માર્ગાનુસારી વિકલ્પને કહે છે –
ગાથા :
एवं च घडइ एयं पवज्जिउं जो तिगिच्छमइआरं ।
सुमं पि कुणइ सो खलु तस्स विवागम्मि अइरोद्दो ॥८६९॥
અન્વયાર્થ:
i ==અને આ=ગાથા ૮૬૭-૮૬૮નું કથન, વં=આ રીતે પડ્=ઘટે છે- નો-જે તિશિચ્છ-ચિકિત્સાને પřિરું-સ્વીકારીને સુન્નુમ પિ ઞઞાનં-સૂક્ષ્મ પણ (કુપથ્યના સેવનરૂપ) અતિચારને ળજ્ઞ-કરે છે, તસ્મ વસ્તુ=ખરેખર તેનો—તે રોગીનો, સો-તે (અતિચાર) વિવામ્નિ-વિપાકમાં અોદ્દો-અતિરૌદ્ર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org