________________
વ્રતસ્થાપનાવસ્તુક યથા પાત્રીયતાનિ' દ્વાર / પેટા દ્વારઃ તપ' | ગાથા ૮૫૯-૮૬૦
૨૯૯ પામીને ક્ષાયિકભાવરૂપે પરિણમન પામે છે; જ્યારે સર્વ દુઃખ ઔદયિકભાવરૂપ છે; કેમ કે અશાતા વેદનીયના ઉદયથી જીવને દુઃખ પ્રગટે છે. આ કથનથી સ્પષ્ટ થાય છે કે તપ એ ક્ષયોપશમભાવરૂપ જીવનું સ્વરૂપ છે, પરંતુ દુઃખરૂપ નથી.
આશય એ છે કે સ્કૂલબુદ્ધિવાળો પૂર્વપક્ષ તપમાં ભૂખના દુઃખનું વેદન જોઈને તપને દુઃખનું કારણ માને છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે વાસ્તવિક રીતે તપ ભૂખનું દુઃખ વેઠવા સ્વરૂપ નથી, પરંતુ જીવના ચારિત્રધર્મના પરિણામસ્વરૂપ છે. આથી સિદ્ધઅવસ્થામાં વર્તતા જીવના સ્વરૂપભૂત અણાહારીભાવને અભિમુખ એવા ક્ષયોપશમભાવની પરિણતિરૂપ તપ છે, અને એ ક્ષયોપશમભાવ જીવના પરિણામસ્વરૂપ હોવાથી દુઃખરૂપ નથી. l૮૫લા, અવતરણિકા:
कर्मविपाकत्वादिति च यदुक्तमत्राह - અવતરણિકાઈ:
અને કર્મનું વિપાકપણું હોવાથી’ એ પ્રમાણે જે ગાથા ૮૫૭માં કહેવાયું, એ કથનમાં ગ્રંથકાર કહે છે – ભાવાર્થ :
ગાથા ૮૫૭માં કેટલાક બાલોએ કહેલ કે અનશનાદિ તપ દુઃખ છે, એથી મોક્ષનું કારણ નથી. તેનું ગ્રંથકારે ગાથા ૮૫૯માં નિરાકરણ કર્યું કે અનશનાદિ તપ દુઃખ નથી, પરંતુ ક્ષાયોપથમિકભાવરૂપ છે. વળી કેટલાક બાલોએ ગાથા ૮૫૭માં કહેલ કે તપ કર્મનું વિપાકપણું હોવાથી તપ મોક્ષાંગ નથી, તેનું નિરાકરણ કરવા અર્થે કહે છે –
ગાથા :
ण य कम्मविवागो वि हु सव्वो च्चिय सव्वहा ण मोक्खंगं ।
सुहसंबंधी जम्हा इच्छिज्जइ एस समयम्मि ॥८६०॥ અન્વયાર્થ :
સવ્યો વ્યિય =અને સર્વ જ વિવાનો વકર્મવિપાક પણ સવ્વદા સર્વથા મોવર્ધ્વ મોક્ષાંગ નથી, =(એમ) નહિ; નહા-જે કારણથી સુસંવંઘી =શુભના સંબંધવાળો આ=કર્મવિપાક, સમયસમયમાં=શાસ્ત્રમાં, રૂછiડ્ર ઇચ્છાય છે=મોક્ષના કારણરૂપે સ્વીકારાય છે. કે “હું વાક્યાલંકારમાં છે.
ગાથાર્થ :
અને સર્વ જ કર્મવિપાક પણ સર્વથા મોક્ષનું કારણ નથી, એમ નહિ; જે કારણથી શુભના સંબંધવાળો કર્મવિપાક સિદ્ધાંતમાં મોક્ષના કારણરૂપે સ્વીકારાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org