________________
૨૨
વતસ્થાપનાવક/યથા પત્નયિતવ્યાન' દ્વાર/પેટા દ્વાર: “તપ” | ગાથા ૮૫૫-૮૫૦
ભાવાર્થ:
અહીં “ભવ્ય પ્રાણી” શબ્દથી યોગ્ય જીવોને ગ્રહણ કરવાના છે, પરંતુ શરમાવર્તિમાં આવેલા સર્વ ભવ્ય જીવોને ગ્રહણ કરવાના નથી. વળી યોગ્ય જીવો માર્ગાનુસારી બુદ્ધિવાળા હોય છે. આથી તેઓ ભગવાનની આજ્ઞાની આરાધના કરવાના આશયવાળા હોય છે. તેથી જિનાજ્ઞાને ખ્યાલમાં રાખીને શક્તિ ગોપવ્યા વગર તપમાં યત્ન કરતા હોય છે; અને ભગવાનની આજ્ઞાની આરાધનાના ફળરૂપે થયેલ કર્મના ક્ષયોપશમભાવને કારણે તેઓનો અનશનાદિ તપ શુભ ભાવના હેતુપણાને પ્રાપ્ત કરે જ છે.
આશય એ છે કે આત્મકલ્યાણના અર્થી જીવો કોઈ પણ પ્રવૃત્તિ જિનાજ્ઞાનું સમ્યગૂ સમાલોચન કરીને ભગવાનની આજ્ઞાનુસાર કરતા હોય છે, પરંતુ સ્વમતિકલ્પનાથી યથા તથા કરતા નથી. આમ, આજ્ઞાનું આરાધન કરવાની મતિ હોવાથી તે કલ્યાણના આશયવાળા જીવોના મોહનીયકર્મનો ક્ષયોપશમ થાય છે. તેથી જેમ જેમ તેઓ તપમાં યથાશક્તિ યત્ન કરે છે, તેમ તેમ તેઓનો આત્મા “આહાર કરવાનો જીવનો સ્વભાવ નથી, પરંતુ સુધા-તૃષાદિ સર્વ ભાવો પ્રત્યે સમભાવમાં વર્તવાનો આત્માનો સ્વભાવ છે,” એ પ્રકારની અણાહારી ભાવનાથી ભાવિત થતો જાય છે.
આ રીતે અણાહારી ભાવનાથી ભાવિત થયેલા મુનિઓ તપ કરવા દ્વારા સુધા-તૃષાદિ ભાવો પ્રત્યે સમભાવવાળા રહે છે, અને તેઓને જયારે લાગે કે હવે સમભાવને જીવંત રાખવા માટે આહાર ઉપષ્ટભક છે, ત્યારે જિનાજ્ઞાનું સ્મરણ કરીને તેઓ અશનાદિ આહાર પણ વાપરે છે અને ફરીથી શક્તિ ગોપવ્યા વગર અનશનાદિ તપ પણ કરે છે, અને આ રીતે તપ કરનાર સાધુ સદા ઉપવાસી છે. આમ, આજ્ઞાના આરાધનરૂપે કરાતું અનશનાદિ તપ પોતાનો જે અણાહારીભાવ કરવા રૂપ કલ્યાણનો આશય હતો તેમાં નિમિત્તભાવને પ્રાપ્ત કરે છે. ૮૫પા. અવતરણિકા:
अस्यैवानुभवसिद्धतामाह - અવતરણિતાર્થ :
પૂર્વગાથામાં કહ્યું કે ભવ્ય જીવનું અનશનાદિ તપ આજ્ઞાના આરાધનથી શુભ ભાવનો હેતુ થાય છે. તેથી હવે આની જ=આજ્ઞાનું આરાધન શુભ ભાવનો હેતુ છે એની જ, અનુભવસિદ્ધતાને કહે છે –
ગાથા :
एअं अणुभवसिद्धं जइमाईणं विसुद्धभावाणं ।
भावेणऽण्णेसि पि अ रायाणिद्देसकारीणं ॥८५६॥ અન્વયાર્થ :
મં==આજ્ઞાનું આરાધન શુભ ભાવનું કારણ છે એ, વિયુદ્ધમાવા નફારૂi વિશુદ્ધભાવવાળા યતિ આદિને ભાવે અને ભાવથી રાયજિદ્વારી માલિ પિટરાજાના નિર્દેશન કરનારા અન્યોને પણ અનુભવસિદ્ધ અનુભવથી સિદ્ધ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org