________________
૨૯૦
વ્રતસ્થાપનાવસ્તુક7“યથા પાયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “તપ' | ગાથા ૮૫૪ "कायो न केवलमयं परितापनीयो, मृष्टै रसैर्बहुविधैर्न च लालनीयः । चित्तेन्द्रियाणि न चरन्ति यथोत्पथेष, वश्यानि येन च तथा चरितं जिनानाम् ॥१॥"
इति गाथार्थः ॥८५४॥ ટીકાર્ય :
જે કારણથી આમ છે=સ્વશક્તિ પ્રમાણે તપ કરવાની જિનાજ્ઞા છે એમ છે, તે કારણથી જે રીતે સંયમનો ઉપઘાત કરનારી દેહની પીડા ન થાય, અને વળી સંયમનો ઉપઘાત કરનારું જ ચિતમાંસ-શોણિતપણું ન થાય, અને જે રીતે દેહના સ્વસ્થપણાથી ધર્મધ્યાનની વૃદ્ધિ થાય, તે રીતે આ=અનશનાદિ, કર્તવ્ય થાય છે.
તેમાં થોથી સાક્ષી આપે છે –
“આ કાયા કેવલ પરિતાપન કરવા યોગ્ય નથી અને બહુ પ્રકારના મૃષ્ટ=ધાતુપોષક, રસો વડે લાલન કરવા યોગ્ય નથી. જે પ્રમાણે ચિત્ત અને ઇન્દ્રિયો ઉત્પથમાં ન જાય અને જેના વડે વશ્ય થાય=જે તપ વડે ચિત્ત અને ઇન્દ્રિયો વશ થાય, તે પ્રમાણે જિનોનું ચરિત છે=રાગ-દ્વેષને જીતનારા મુનિઓનું આચરણ છે,” આ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
પૂર્વગાથામાં સ્થાપન કર્યું કે શુભ ધ્યાનનું બાધક એવું અનશનાદિ તપ પણ કરવાનું નથી, પરંતુ શક્તિ પ્રમાણે કરવાનું છે, અને સ્વશક્તિ પ્રમાણે કરાયેલ તપ બ્રહ્મચર્યની જેમ જ શુભાશયાદિ કરનારું છે. એ જ વાતને સ્થિર કરવા માટે કહે છે કે જે કારણથી શુભ ધ્યાનને બાધક ન હોય તેવું તપ બ્રહ્મચર્યની જેમ શુભાશય કરનારું છે, પરંતુ અન્ય નહિ; તે કારણથી સંયમનો ઉપઘાત કરે તેવી દેહપીડા કરવાનો ભગવાને નિષેધ કરેલ છે, અને સંયમનો ઉપઘાત કરે તેવું દેહપોષણ કરવાનો પણ ભગવાને નિષેધ કરેલ છે, પરંતુ દેહની સ્વસ્થતાપૂર્વક ધર્મધ્યાનની વૃદ્ધિ થાય, એવો તપ કરવાની ભગવાને આજ્ઞા કરેલ છે.
આ કથનથી એ ફલિત થાય કે શક્તિ ઓળંગીને તપ કરવાથી ધર્મધ્યાનની હાનિ થાય છે અને સમિતિગુપ્તિનું સભ્ય પાલન થઈ શકતું નથી. વળી સર્વથા તપ નહીં કરવાથી શરીર લોહી-માંસથી પુષ્ટ થવાને કારણે વિકારો પેદા કરે છે, જે સંયમને ઉપઘાતક છે. માટે શરીરનું લાલન-પાલન પણ ન કરવું જોઈએ, જેથી દેહ પ્રત્યે મમત્વ થાય અને ઇન્દ્રિયો ઉત્પથમાં જાય; પરંતુ સ્વશક્તિ અનુસાર તપ કરવાથી લોહીમાંસ વધતાં નથી, તેથી દેહ પ્રત્યે મમત્વ થતું નથી અને ઇન્દ્રિયો પણ શિથિલ બનેલ હોવાથી ઉત્પથમાં જતી નથી. આથી ધર્મધ્યાનની અને સંયમની વૃદ્ધિ થાય તેટલું જ દેહનું પાલન કરવું જોઈએ, અધિક નહિ.
ટીકામાં આપેલ સાક્ષીપાઠનો ભાવ આ પ્રમાણે છે –
આ કાયાની કેવલ પરિતાપના ન કરવી જોઈએ અર્થાત્ શક્તિના ઉલ્લંઘનથી તપ ન કરવો જોઈએ. વળી બહુ પ્રકારના સારા રસો વડે શરીરનું લાલન-પાલન પણ ન કરવું જોઈએ અર્થાત્ “દેહ સંયમનું સાધન છે માટે દેહને સાચવવો જોઈએ”, એ પ્રકારનો વિચાર કરીને શરીરને અનુકૂળ એવા સારા પદાર્થોથી શરીરનું પોષણ પણ કરવું જોઈએ નહીં; પરંતુ જે તપ કરવાથી મન અને ઇન્દ્રિયો ઉત્પથમાં જાય નહીં, આત્માને વશ થાય અને સંયમમાં પ્રવર્તાવી શકાય, તે પ્રકારે તપ કરવો જોઈએ; અને આવા તપનું નિર્લેપ ભાવવાળા મુનિઓએ આચરણ કરેલ છે. ૮૫૪ો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org