________________
વતસ્થાપનાવસ્તુકારેખ્યો વાતવ્યાનિ' દ્વાર/ ગાથા ૧૫
ટીકાર્ય
પUT મwા પર્યાય દ્વારા અપ્રાપ્ત હોતે છતે અર્થાત્ પ્રવજ્યા ગ્રહણ કરીને યોગોદ્ધહન કર્યા બાદ અમુક દીક્ષા પર્યાય થયા પછી શૈક્ષ ગુરુ પાસે સૂત્ર ગ્રહણ કરે છે, તે રૂપ પર્યાય દ્વારા સૂત્ર પ્રાપ્ત કરેલ ન હોય તો, વાલીન વયિત્વી કાયાદિને નહીં કહીને અર્થાત્ કદાચ પર્યાય દ્વારા સૂત્ર પ્રાપ્ત કર્યું હોય, તોપણ સૂત્રમાં વર્ણવાયેલા ષટ્કયાદિરૂપ સૂત્રના અર્થોને નહીં કહીને, સનમ તા. સૂત્રવિધિનાઅનભિગત તત્વ હોતે છતે, અર્થાત્ કદાચ શિષ્યએ પર્યાયથી સૂત્ર પ્રાપ્ત કર્યું હોય અને ગુરુએ ષકાયાદિરૂપ અર્થો કહી દીધા હોય, તોપણ ગુરુએ કહેલ પકાયાદિરૂપ તત્ત્વનું શિષ્યએ અવધારણ કર્યું ન હોય તો, અને તેનું શિષ્યનું, સૂત્રવિધિથી અપરીક્ષણ હોતે છતે, અર્થાત્ કદાચ શિષ્યએ પકાયાદિરૂપ તત્ત્વનું અવધારણ કર્યું હોય, તોપણ શાસ્ત્રમાં બતાવેલ વિધિથી ગુરુએ શિષ્યની પરીક્ષા કરી ન હોય તો,
જ્ઞાત્તેિ ઉપસ્થાપનાને કરતા એવાને–તેવા શિષ્યની વ્રતોમાં ઉપસ્થાપનાને કરતા એવા ગુરુને, જિન વડે આજ્ઞાદિક આજ્ઞાભંગાદિ, દોષો કહેવાયા છે. ‘૩૫સ્થાપના કર્વતઃ' એ પ્રકારે સામર્થ્યથી જણાય છે=આ પ્રકારનું પદ મૂળગાથામાં નથી પરંતુ પદાર્થના સંદર્ભના સામર્થ્યથી જણાય છે. યમદેવં થાર્થ જે કારણથી આમ છે=અપ્રાપ્તાદિ ભાવવાળા શૈક્ષની વ્રતોમાં ઉપસ્થાપના કરતા ગુરુને આજ્ઞાભંગાદિ દોષો થાય છે એમ છે, તે કારણથી પ્રાપ્તાદિને-પૂર્વમાં કહેવાયેલા ગુણોથી યુક્તોને=ગાથા ૬૧૪માં બતાવેલ ગુણોથી યુક્ત એવા શિષ્યોને, ઉપસ્થાપે=ગુરુ વ્રતોમાં આરોપણ કરે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : - દીક્ષા ગ્રહણ કર્યા બાદ યોગોદહન કરીને, પર્યાયથી પ્રાપ્ત થાય ત્યારે, શસ્ત્રપરિજ્ઞા વગેરે ઉચિત સૂત્રો ગુરુ નવદીક્ષિતને ભણાવે અને તે સૂત્રો શૈક્ષ ભણી લે, ત્યારપછી ગુરુ તે સૂત્રોના અર્થો શૈક્ષને કહે અને શૈક્ષ તે અર્થોનું સમ્યગુ અવધારણ કરે, જેથી અર્થોનો સમ્યગ્બોધ થવાથી શૈક્ષ સંયમજીવનની ચર્યામાં તે અર્થોનું સમ્યગ્યોજન કરી શકે. આમ શૈક્ષ અર્થોનું સમ્યમ્ અવધારણ કરી લે, ત્યારબાદ ગુરુ શાસ્ત્રીય વિધિથી તે શૈક્ષની પરીક્ષા કરે કે આ શિષ્ય જે પ્રમાણે પકાયાદિ અર્થો સમજયો છે તે જ પ્રમાણે ઉચિત પ્રવૃત્તિ કરવા દ્વારા આચરણામાં જોડી શકે છે કે નહીં? જો તે શૈક્ષ આચરણામાં ગુરુએ ભણાવેલ સૂત્રના અર્થો યથાસ્થાને યોજી શકતો હોય તો તે વ્રતસ્થાપના માટે યોગ્ય છે, અને ત્યારે તેની ગુરુ વ્રતોમાં ઉપસ્થાપના કરે; પરંતુ જો તે શૈક્ષ ષટ્કયાદિરૂપ અર્થોને યથાસ્થાને જોડી શકતો ન હોય અથવા ઉપરમાં બતાવેલ અપ્રાપ્તાદિ ભાવવાળો હોય, છતાં તે શૈક્ષની ગુરુ વતસ્થાપના કરે તો ગુરુને આજ્ઞાભંગાદિ ચાર દોષોની પ્રાપ્તિ થાય છે. માટે ગુરુએ ગાથા ૬૧૪માં વર્ણવેલ પ્રાપ્તાદિ ગુણોથી યુક્ત શૈક્ષોની જ વ્રતસ્થાપના કરવી જોઈએ.
ગાથા ૬૧૪ની ટીકામાં ‘થ તળે' પદ મૂક્યું, તેનાથી શસ્ત્રપરિજ્ઞાદિ સૂત્રોના અર્થ ગુરુ દ્વારા શિષ્યને કહેવાય છતે વ્રતસ્થાપના કરવાની છે, એમ નક્કી થાય; અને ગાથા ૬૧૫ની ટીકામાં ‘ થયિત્વા વાયાવીન્'પદ મૂક્યું, તેનાથી એ પ્રાપ્ત થાય કે કાયાદિને નહીં કહીને, અર્થાત્ શસ્ત્રપરિજ્ઞાદિ સૂત્રમાં બતાવેલ પટ્ટાયાદિરૂપ અર્થોનું કથન શિષ્ય પાસે નહીં કરીને, વ્રતસ્થાપના કરતા ગુરુને દોષો થાય છે.
આ રીતે ગાથા ૬૧૪-૬૧૫ના કથનથી એ જણાય છે કે વ્રતસ્થાપના પૂર્વે ભણાવાતાં સૂત્રોના પઠનથી નવદીક્ષિતને છકાયના જીવોનો, છ વ્રતોનો અને છ વ્રતોમાં લાગતા અતિચારોનો સમ્યમ્ બોધ કરાવી દેવામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org