________________
વ્રતસ્થાપનાવસ્તુક'યથા પાયિતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : “તપ” | ગાથા ૮૫૦-૮૫૧
૨૮૫
છે – અતત્સવી=અનાગત જ અનશનાદિનો અસેવી=મોહોદય થાય એ પહેલાં જ અનશનાદિને નહીં સેવનારો, એવો જડ, શું અશુભ પ્રવૃત્તિના નિરોધરૂપ પોતાના કાર્યને સાધશે? એમ અન્વય છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
જે પોતાના હિતની પહેલેથી જ વિચારણા કરે તે પુરુષ વિવેકી કહેવાય; કેમ કે જેઓ સંસારના સ્વરૂપને જાણીને સ્વહિતની વિચારણાથી સંસારથી વિરક્ત થયેલા છે અને કલ્યાણના અર્થી છે, એવા પણ મહાત્માઓને કર્મના ઉદયથી મહોદય થાય છે, ત્યારે તેઓ પણ અશુભ પ્રવૃત્તિના નિરોધરૂપ પોતાના કાર્યને સાધી શકતા નથી.
જેમ કે નંદિષેણ મુનિ તત્ત્વના જાણ હતા, સ્વાધ્યાયમાં રત હતા અને શક્તિ ગોપવ્યા વગર તપ કરતા હતા; તોપણ મોહનીયકર્મનો ઉદય થયો ત્યારે તેઓ પણ અશુભ પ્રવૃત્તિનો રોધ કરી શક્યા નહીં. તો વળી જેઓમાં વિવેક નથી, આથી જ જેઓ અદીર્ઘદર્શી છે અર્થાત્ ભવિષ્યમાં પોતાને અશુભ વિકારો ન થાય તદર્થે વર્તમાનમાં શું કરવું જોઈએ તેનું આલોચન કરતા નથી, તેઓ અનાલોચક છે. વળી તેઓ મોહોદય થાય તે પહેલાં જ અનશનાદિ તપ સેવતા નથી, માટે આત્માના હિતની વિચારણામાં જડ છે. આવા પ્રકારના વિવેકથી વિહીન જીવોને શરીરમાં લોહી-માંસના સંચયરૂપ સહકારી વિશેષની પ્રાપ્તિને કારણે મોહોદય થાય ત્યારે તેઓ અશુભ પ્રવૃત્તિના નિરોધરૂપ પોતાના કાર્યને કઈ રીતે કરી શકે ? અર્થાત્ ન જ કરી શકે. તેથી વ્રતાર્થીએ સંયમ ગ્રહણ કરીને ભવિષ્યમાં અશુભ પ્રવૃત્તિ ન થાય તેના ઉપાયરૂપે અનશનાદિ તપમાં વીર્ય ગોપવ્યા વગર યત્ન કરવો જોઈએ.
આથી સંચિત થયેલ લોહી-માંસ વિવેકને કારણે અશુભ પ્રવૃત્તિનું કારણ થશે નહિ”, એ પ્રકારનું અવતરણિકામાં દર્શાવેલ બૌદ્ધોનું કથન યુક્ત નથી. l૮૫oll
ગાથા :
तम्हा उ अणसणाइ वि पीडाजणगं पि ईसि देहस्स ।
बंभं व सेविअव्वं तवोवहाणं सया जइणा ॥८५१॥ અન્વાર્થ :
તદ્દતે કારણથી=જે કારણથી પૂર્વગાથામાં કહ્યું એમ છે તે કારણથી, વંબંa-બ્રહ્મચર્યની જેમ રેહદેહને સિઈષદૂ પીનાં ઉપપીડાજનક પણ માસUTI વિ તવોવાઈ અનશનાદિ પણ તપોપધાન ગરૂTયતિએ સાંસદા વિધ્વંસેવવું જોઈએ. * ‘૩' પાદપૂર્તિમાં છે. ગાથાર્થ :
જે કારણથી પૂર્વગાથામાં કહ્યું એમ છે, તે કારણથી બ્રહ્મચર્યની જેમ દેહને ઈષદ્ પીડાજનક પણ અનશનાદિ પણ તપોપધાન પ્રવ્રજિતે સદા સેવવું જોઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org