________________
વતસ્થાપનાવસ્તક 'યથા પાયિતવ્યાન' દ્વાર/ પેટા દ્વાર : “તપ” | ગાથા ૮૪૯-૮૫૦
૨૮૩
કારણ એવો મોહનો ઉદય થાય છે.
ટીકા :
चितमांसशोणितस्य तु प्राणिनः, किमित्याह-अशुभप्रवृत्तेः कामविषयायाः कारणं परमं प्रधानं सञ्जायते मोहोदयः क्लिष्टश्चित्तपरिणामः, कुत इत्याह-सहकारिविशेषयोगेन=चितमांसशोणितत्वनिमित्तविशेषादिति गाथार्थः ॥८४९॥ ટીકાર્ય
વળી ચિત માંસ-શોણિતવાળા પ્રાણીને જેના શરીરમાં લોહી-માંસ પુર્ણ થયેલ છે તેવા જીવને, શું થાય છે? એથી કહે છે – કામના વિષયવાળી અશુભ પ્રવૃત્તિના પરમ=પ્રધાન, કારણરૂપ મોહનો ઉદય=ક્લિષ્ટ ચિત્તનો પરિણામ, થાય છે. કયા કારણથી ? એથી કહે છે – સહકારીવિશેષનો યોગ હોવાથી–ચિત એવા માંસ-શોણિતપણારૂપ નિમિત્તવિશેષ હોવાથી, મહોદય થાય છે, એમ અન્વય છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
સંયમ ગ્રહણ કરીને જે સાધુ શક્તિ પ્રમાણે અનશનાદિ તપમાં યત્ન કરતા નથી અને શરીરની અનુકૂળતા પ્રમાણે આહારાદિમાં યત્ન કરે છે, તેઓના શરીરમાં લોહી-માંસ સંચિત થવારૂપ વિશેષ પ્રકારના સહકારીના યોગને કારણે ઇન્દ્રિયોના વિકારો થાય છે, જે ક્લિષ્ટ ચિત્તના પરિણામરૂપ છે, અને તે ક્લિષ્ટ પરિણામ અશુભ પ્રવૃત્તિનું પ્રધાન કારણ છે.
આશય એ છે કે જીવ મોક્ષમાર્ગમાં યત્ન કરવા ઇચ્છતો હોય, તોપણ શરીરના પુગલોને અનુરૂપ જીવને પરિણામો થાય છે. જેમ કે સ્ત્રી શરીરને કારણે સ્ત્રીઓને પ્રાયઃ કરીને ભય, લાગણી આદિ ભાવો થાય છે. તેથી ભયમોહનીયની જાગૃતિમાં સ્ત્રી શરીરના પુદ્ગલો બળવાન નિમિત્ત છે, છતાં જીવમાં રહેલું ભયમોહનીય કર્મ, ભયના સંસ્કારો અને જીવનો તેવા પ્રકારનો ઉપયોગ પણ કારણ છે; તોપણ સ્ત્રી શરીર ભયમોહનીયનું સહકાર વિશેષ છે.
આ રીતે આત્મામાં અનાદિકાળથી ઇન્દ્રિયોના વિકારો થાય તેવા પ્રકારનાં કર્મો પડ્યાં છે, આથી સંયમમાં યત્ન કરતા પણ સાધુને શરીરમાં લોહી-માંસ એકઠાં થવારૂપ સહકારી કારણ હોય તો ઉત્સુકતા પેદા થાય છે. માટે કલ્યાણના અર્થી જીવે સંયમયોગનો બાધ ન થાય તે રીતે અનશનાદિ તપમાં યત્ન કરવો જોઈએ, જેથી યોગમાર્ગમાં નિરાબાધ પ્રવૃત્તિ કરી શકાય. ૮૪લા અવતરણિકા:
विवेकादसौ न भविष्यतीति केचिदित्यत्राह - અવતરણિતાર્થ :
વિવેકને કારણે આ=સંચિત એવાં લોહી-માંસ અશુભ પ્રવૃત્તિનું સહકારી વિશેષ, થશે નહીં, એ પ્રમાણે કેટલાક કહે છે. એથી અહીં કેટલાકના કથનમાં, ગ્રંથકાર કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org