________________
૨૮૦
(૬) પાંચેય ઇન્દ્રિયો અને મનને સંવૃત કરવાં=ગુપ્તિ કરવી, એ સંલીનતા તપ છે.
વળી આ બાહ્ય તપ જાણવું; કેમ કે સર્વ લોકો આ છ પ્રકારના તપને જાણી શકતા હોવાથી જ બાહ્ય પદાર્થોની જેમ બાહ્ય તપ છે. ૮૪૬થી
અવતરણિકા :
વ્રતસ્થાપનાવસ્તુક /‘યથા પાતયિતવ્યાનિ’ દ્વાર / પેટા દ્વાર : ‘તપ' | ગાથા ૮૪૬-૮૪૦
હવે અત્યંતર તપનું સ્વરૂપ બતાવે છે
ગાથા :
पायच्छित्तं विणओ वेआवच्चं तहेव सज्झाओ । झाणं उस्सग्गो वि अ अब्भितरओ उ नायव्वो ॥८४७ ॥
અન્વયાર્થ :
પાયચ્છિન્ન=પ્રાયશ્ચિત્ત, વિળઓ-વિનય, વેસવi-વૈયાવૃત્ત્વ, તહેવ સત્ત્તાઓ-તે રીતે જ સ્વાધ્યાય, જ્ઞાળ-ધ્યાન, ગુસ્સો વિ અ=અને વ્યુત્સર્ગ સમ્મિતો ૩-વળી અત્યંતર (તપ) નાયવ્યો-જાણવો. * ‘અપિ =' અવ્યય ચકારના અર્થમાં છે.
ગાથાર્થ :
પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃષ્ય, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ વળી અત્યંતર તપ જાણવો.
ટીકા :
પ્રાયશ્ચિત્તભ્-આલોચનાવિ, વિનયો-જ્ઞાનાોિઘઃ, વૈયાવૃત્ત્વમ્-આચાર્યાિિવષયં, તથૈવ સ્વાધ્યાયોवाचनादिलक्षणः, ध्यानं-धर्म्मध्यानादि, व्युत्सर्गेऽपि च कारणगृहीतस्य मनागशुद्धस्यान्यलाभे सत्याहारादेः, एतदभ्यन्तरं तु ज्ञातव्यं तपः, अभ्यन्तरमिवाभ्यन्तरं सर्वलोकाविदितत्वादिति गाथार्थः ॥८४७॥
ટીકાર્ય :
આલોચનઆદિરૂપ પ્રાયશ્ચિત્ત છે, જ્ઞાનાદિના વિષયવાળો વિનય છે, આચાર્યાદિના વિષયવાળું વૈયાવૃત્ત્વ છે, તે રીતે જ વાચનાદિના લક્ષણવાળો સ્વાધ્યાય છે, ધર્મધ્યાનાદિરૂપ ધ્યાન છે, અને અન્યનો લાભ થયે છતે=અશુદ્ધ આહારથી અન્ય એવા શુદ્ધ આહારની પ્રાપ્તિ થયે છતે, કારણથી ગ્રહણ કરાયેલ મનામ્ અશુદ્ધ આહારાદિનો વ્યુત્સર્ગ થાય છે. વળી આ=ઉપરમાં બતાવ્યું એ, અત્યંતર તપ જાણવું. અહીં પ્રશ્ન થાય કે આ તપને અત્યંતર તપ કેમ કહ્યો ? તેથી કહે છે – સર્વ લોકમાં અવિદિતપણું હોવાથી અત્યંતરની જેમ અત્યંતર છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
Jain Education International
ભાવાર્થ :
(૧) આલોચન, પ્રતિક્રમણાદિ દશ પ્રકારનો પ્રાયશ્ચિત્ત તપ છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org