________________
વ્રતસ્થાપનાવસ્તુક /‘યથા પાતયિતવ્યાનિ’ દ્વાર / પેટા દ્વાર : ‘તપ’ | ગાથા ૮૪૪-૮૪૫
૨૦૦
વળી, કહ્યું કે આ તપોનુષ્ઠાનથી મોક્ષફળ પ્રાપ્ત કરાવે તેવી સમ્યગ્ ગુણની વૃદ્ધિ અવશ્ય થાય છે. એ કથન દ્વારા એ જણાવવું છે કે જેમ તપોનુષ્ઠાન ઇન્દ્રિયોનું દમન કરવા દ્વારા વ્રતરક્ષણનો ઉપાય છે, તેમ મોક્ષને અનુકૂળ એવી નિર્લેપદશાનો પણ ઉપાય છે; કેમ કે તપ કરવાથી થતી સમ્યગ્ ગુણોની વૃદ્ધિ પ્રકર્ષને પામતાં મોક્ષ પણ પ્રાપ્ત કરાવે છે. આથી મોક્ષાર્થીએ વ્રતરક્ષણના પ્રધાન કારણરૂપ અને ગુણવૃદ્ધિના ઉપાયરૂપ તપોપધાનમાં ઉદ્યમ કરવો જોઈએ. ૫૮૪૪૫
અવતરણિકા :
तपउपधानस्वरूपमाह
અવતરણિકાર્ય :
હવે તપઉપધાનના સ્વરૂપને કહે છે
ગાથા :
सुजोगवुड्डजणयं सुहज्झाणसमण्णिअं अणसणाई । जमणासंसं तं खलु तवोवहाणं मुणेअव्वं ॥८४५॥
અન્વયાર્થ :
મુદ્દનો ડ્રિંગળયં-શુભયોગની વૃદ્ધિનું જનક, સુદ્ઘજ્ઞાળસમળિયં-શુભ ધ્યાનથી સમન્વિત, અળાÄä= અનાશંસ એવું નં-જે અળસĪરૂં-અનશનાદિ છે, તેં વસ્તુ-ખરેખર તે તવોવદ્દાળ-તપઉપધાન મુળેઞi= જાણવું.
ગાથાર્થ :
શુભયોગની વૃદ્ધિનું જનક, શુભધ્યાનથી યુક્ત, અભિસંધિ વગરનું જે અનશનાદિ છે, તે ખરેખર તપઉપધાન જાણવું.
ટીકા :
शुभयोगवृद्धिजनकं शुभानुबन्धित्वेन, शुभध्यानसमन्वितमासेवनाकाले ऽनशनादि प्रवचनोक्तं यत् अनाशंसं=निरभिसन्धि, तत् खलु अनशनादि तपउपधानं मन्तव्यं, न तु स्वाग्रहप्रकाममिति गाथार्थः ॥८४५ ॥ ટીકાર્ય :
શુભઅનુબંધીપણાને કારણે શુભ યોગની વૃદ્ધિનું જનક, આસેવનકાળમાં શુભધ્યાનથી સમન્વિત, અનાશંસ=નિરભિસંધી, પ્રવચનમાં=શાસ્ત્રમાં, કહેવાયેલ જે અનશનાદિ છે, તે અનશનાદિ ખરેખર તપઉપધાન જાણવું; પરંતુ સ્વના આગ્રહથી પ્રકામ નહિ અર્થાત્ પોતાની ઇચ્છા મુજબ શક્તિ ઓળંગીને કરાયેલું તપ તપઉપધાન નથી, એ પ્રમાણે ગાથાર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org