________________
૨૫૨
વ્રતસ્થાપનાવસ્તુક /‘યથા પાતયિતવ્યાનિ' દ્વાર / પેટા દ્વાર : ‘ઉપકરણ’ | ગાથા ૮૧૯-૮૨૦
ચોથા પાદમાં ગ્રંથકાર કહે છે કે વર્ષાકાળમાં સંસક્તાદિ આહાર હોવાનો વધુ સંભવ છે, તેથી વર્ષાકાળમાં સર્વ સાધુઓને માત્રકનો અધિકાર છે.
તેથી અર્થથી એ ફલિત થાય કે વર્ષાકાળથી અન્ય કાળમાં જીવસંસક્ત આહારવાળો દેશ હોય તો સર્વ સંઘાટકોએ માત્રક રાખવાનું છે, અન્યથા નહિ; કેમ કે વર્ષાકાળમાં પણ જીવસંસક્ત આહારની સંભાવનાને કારણે બધા સંઘાટકોએ માત્રક રાખવાનું છે. ૫૮૧૯૫
અવતરણિકા :
आदेशान्तरमाह
અવતરણિકાર્થ :
માત્રકના પ્રમાણવિષયક આદેશાંતરને કહે છે અર્થાત્ બીજા મત પ્રમાણે માત્રકનું પ્રમાણ બતાવે છે –
ગાથા :
सूवोदणस्स भरियं दुगाउअद्धाणमागओ साहू | भुंज एगट्ठाणे अंकिर मत्तगपमाणं ॥८२०॥
અન્વયાર્થ :
તુફાન નાળમાનો સાબે ગાઉના માર્ગથી આવેલ સાધુ સૂત્રોાસ્ત્ર યિં-સૂપ-ઓદનનું ભરેલું (પાત્ર) કાળે=એક સ્થાનમાં મુંŞ=ખાય છે, ખિરેખર અં=એ મત્તાપમાĪ=માત્રકનું પ્રમાણ છે. ગાથાર્થ :
બે ગાઉના માર્ગથી આવેલા સાધુ દાળ અને ભાતનું ભરેલું પાત્ર એક સ્થાનમાં વાપરે છે, ખરેખર એ માત્રકનું પ્રમાણ છે.
ટીકા :
सूपौदनस्य भृतं श्लथस्येत्यर्थः द्विगव्यूताध्वागतः साधुः एतावता श्रमेण भुङ्क्ते एकस्थाने यदुपविष्टः सन्नेतत् किल मात्रकप्रमाणम्, अयमाप्तवाद इति गाथार्थः ॥८२०॥
ટીકાર્ય :
બે ગાઉના માર્ગથી આવેલ સાધુ આટલા શ્રમ વડે એક સ્થાનમાં બેઠેલા છતા શ્લથ એવા સૂપઓદનનું=ઢીલા એવા દાળ-ભાતનું, ભરેલું જે પાત્ર ખાય છે, એ ખરેખર માત્રકનું પ્રમાણ છે. આ આપ્તનો વાદ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ :
પૂર્વગાથામાં માત્રકનું પ્રમાણ બતાવ્યું અને પ્રસ્તુત ગાથામાં અન્ય મતાનુસારે માત્રકનું પ્રમાણ બતાવીને કહ્યું કે આ આપ્ત પુરુષોનો વાદ છે. તેનું તાત્પર્ય એ છે કે ભગવાનના વચનાનુસાર યથાર્થ બોલનારા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org