________________
વ્રતસ્થાપનાવડુકરેગ્યો વાતવ્યાન' દ્વાર/ ગાથા ૬૧૨-૧૩ જે કારણથી આમ છે=અવિરતિના મૂળવાળું કર્મ છે અને કર્મથી સંસાર થાય છે, તે કારણથી કર્મને ખપાવવા માટે વિરતિ કરવી જોઈએ. અહીં શંકા થાય કે વિરતિ શું ચીજ છે? તેથી કહે છે – અને તે=વિરતિ, આ રીતે=અવિરતિથી કર્મબંધ અને કર્મબંધથી સંસાર થાય છે એ રીતે, સંસારના ક્ષયનાં હેતુ એવાં વ્રતો છે, આ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ :
સંસારી જીવમાં અવિરતિનો પરિણામ વર્તે છે, તેથી જીવને કર્મનો બંધ થાય છે, અને તે કર્મબંધથી જીવ સંસારમાં પરિભ્રમણ કરે છે, અને સંસારમાં જન્મ-મરણાદિ કદર્થનાઓ પામે છે : આવું સંસારનું સ્વરૂપ છે, તે કારણથી કર્મક્ષય માટે અવિરતિથી વિરુદ્ધ એવી વિરતિમાં જીવે યત્ન કરવો જોઈએ; કેમ કે અવિરતિ જેમ કર્મબંધનું કારણ છે તેમ અવિરતિથી વિરુદ્ધ એવી વિરતિ કર્મની નિર્જરાનું કારણ છે, અને તે વિરતિ પદાર્થ જ જીવના સંસારક્ષયનાં કે કર્મક્ષયનાં હેતુ એવાં વ્રતો છે.
આશય એ છે કે તત્ત્વદષ્ટિથી તો જેમ અવિરતિ જીવનો પરિણામ છે, તેમ વિરતિ પણ જીવનો જ પરિણામ છે; છતાં મોહની અસરતળે વર્તતો જીવનો પરિણામ અવિરતિ છે અને મોહની અસરથી મુક્ત એવો જીવનો પરિણામ વિરતિ છે; તોપણ અવિરતિનો પરિણામ કર્મબંધનું કારણ છે અને વિરતિનો પરિણામ કર્મનાશનું કારણ છે; અને વળી સંસારી જીવોને સંસારી પ્રવૃત્તિ કરવાથી અવિરતિનો પરિણામ પ્રગટે છે અને સંયમી જીવોને પાંચ મહાવ્રતોમાં પ્રવૃત્તિ કરવાથી વિરતિનો પરિણામ પ્રગટે છે; આથી કર્મનાશના અર્થીએ સંસારમાં અપ્રવૃત્તિ અને વ્રતોમાં યત્ન કરવો જોઈએ, જેથી અવિરતિનો ક્ષય થતાં કર્મબંધ અટકે, અને વિરતિનો પરિણામ પ્રગટવાને કારણે કર્મનો નાશ થાય અને અંતે ભવનો પણ નાશ થાય. ૬૧રો
અવતરણિકા :
ગાથા ૬૧૧માં બતાવેલ પદાર્થોમાંથી વ્રતો સંસારક્ષયનો હેતુ કેમ છે, તે ગાથા ૬૧૨માં બતાવ્યું. હવે વ્રતો જેઓને આપવા યોગ્ય છે, તેવા વ્રતસ્થાપનાને યોગ્ય જીવોનું સ્વરૂપ બતાવે છે –
ગાથા :
अहिगयसत्थपरिणाइगा उ परिहरणमाइगुणजुत्ता ।
पिअधम्मऽवज्जभीरू जे ते वयठावणाजोग्गा ॥१३॥ અન્વયાર્થ :
ન્જિરિઇUJફw ૩ અધિગત છે શસ્ત્રપરિજ્ઞા આદિ જેમને એવા જ, રિસ્ટર ગુજુત્તા= પરિહરણાદિ ગુણથી યુક્ત, ઉપાધwsઉન્નમસ્કપ્રિયધર્મવાળા (અને અવઘભીરુ ને જેઓ છે, તે તેઓ તથડાવUIનો વ્રતસ્થાપનાને યોગ્ય છે.
પથાર્થ :
શસ્ત્રપરિજ્ઞાદિ ગ્રંથો ભણેલા જ, પરિહરણાદિ ગુણોથી યુક્ત, પ્રિયધર્મવાળા અને અવધભીરુ જેઓ તેઓ વ્રતસ્થાપનાને યોગ્ય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org