________________
૧૮૦
ગાથાર્થ :
વળી જે આધાકર્મભક્તના અવયવોથી યુક્ત બનાવાય છે, તે પૂતિ દોષ છે. રસોઈના પ્રારંભથી જ ગૃહસ્થ અને સાધુનું સાધારણ ઉપસ્કૃતાદિ વળી મિશ્રજાત દોષ છે.
ટીકા :
વ્રતસ્થાપનાવસ્તુક |‘યથા પાતયિતવ્યાનિ’ દ્વાર / પેટા દ્વાર ઃ ‘ભક્ત' | ગાથા ૭૪૫-૭૪૬
कर्म्मावयवसमेतं-आधाकर्म्मावयवसमन्वितं सम्भाव्यते यत्तत् पूति - उपकरणभक्तपानपूतिभेदभिन्नं । प्रथममेव= आरम्भादारभ्य गृहिसंयतयोः मिश्रं = साधारणं उपस्कृतादि मिश्रं तु मिश्रजातमिति થાર્થ:।।૭૪૬॥
* ‘‘૩૫તાર્િ’’માં ‘ઉપસ્કૃત’ શબ્દથી, બનેલી રસોઈને મસાલા વગેરે નાખીને સંસ્કારિત કરવી તેનું ગ્રહણ કરવાનું છે, અને ‘આવિ' પદથી નવી રસોઈ રાંધવી તેનું ગ્રહણ કરવાનું છે.
ટીકાર્ય :
આધાકર્મના અવયવોથી યુક્ત જે સંભવાય છે–બનાવાય છે, તે ઉપકરણ, ભક્ત અને પાનના ભેદથી ભિન્ન એવું પૂતિ છે; પ્રથમ જ=આરંભથી આરંભીને, ગૃહી અને સંયતનું મિશ્ર=સાધારણ, ઉપસ્કૃતાદિ વળી મિશ્ર છે–મિશ્રજાત છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
જે આહાર આધાકર્મી ભોજનના અવયવોથી યુક્ત હોય, તે આહાર પૂતિદોષવાળો કહેવાય; અને તે પૂતિદોષ ઉપકરણ, ભક્ત અને પાન એમ ત્રણ ભેદવાળો છે. જે ચૂલાદિરૂપ ઉપકરણ ઉપર આધાકર્મી આહારાદિ બન્યા હોય તે જ ચૂલાદિરૂપ ઉપકરણ ઉપર જો ગૃહસ્થ પોતાને માટે આહારાદિ બનાવે, તો તે આહારાદિ ઉપકરણપૂતિદોષવાળા કહેવાય; વળી જે આહાર કે પાણીમાં આધાકર્મી આહાર ભળેલો હોય, તે આહારાદિ ભક્તપૂતિદોષવાળા કહેવાય; તેમ જ જે આહાર કે પાણીમાં આધાકર્મી પાણી ભળેલ હોય તો આહારાદિ પાનપૂતિદોષવાળા કહેવાય.
વળી, કોઈ ગૃહસ્થે શરૂઆતથી જ રસોઈ પોતાની અને સાધુની મિશ્ર બનાવી હોય, તો તે રસોઈ મિશ્રજાતદોષથી યુક્ત કહેવાય. ॥૭૪૫ા
અવતરણિકા :
(૫-૬) સ્થાપનાદોષ અને પ્રાભૃતિકાદોષનું સ્વરૂપ દર્શાવે છે
ગાથા :
Jain Education International
साहो भासि अखीराइठावणं ठवण साहुअट्ठाए । सुहुमेअरमुस्सक्कणमवसक्कण मो य पाहुडिआ ॥७४६ ॥
અન્વયાર્થ :
સાદુગઙ્ગા=સાધુઓને અર્થે સાહોમાસિગીરાવળ-સાધુ દ્વારા અવભાષિત ક્ષીરાદિનું સ્થાપન
For Personal & Private Use Only
www.jainelibrary.org