________________
૧૨
વતસ્થાપનાવસ્તુક/યથા પાયિતવ્યાન' દ્વાર / પેટા દ્વાર : “સંસર્ગ' | ગાથા ૦૩૦-૦૩૧
ભાવાર્થ :
સંયમ ગ્રહણ કર્યા પછી વ્રતપાલનના ઉપાયરૂપે જેમ ગુરુકુલવાસાદિ આવશ્યક છે, તેમ ઉત્તમ જીવો સાથે સંસર્ગ પણ આવશ્યક છે. આથી અપ્રમાદવાળા સંયમનિષ્પત્તિના અર્થી સાધુએ પાપમિત્ર એવા પાર્થસ્થાદિક સાધુઓ સાથે સંસર્ગનો ત્યાગ કરીને ધીર એવા શુદ્ધ ચારિત્રવાળા સાધુઓ સાથે સંસર્ગ કરવો જોઈએ, જેથી પાર્થસ્થાદિના પ્રમાદથી પોતાનામાં પ્રમાદ ઊઠે નહિ અને ધીર એવા શુદ્ધ ચારિત્રીઓની અપ્રમત્તતાથી પોતાનામાં અપ્રમાદભાવની ઉત્તરોત્તર વૃદ્ધિ થઈને વચનાનુષ્ઠાન દ્વારા અસંગાનુષ્ઠાનની પોતાને પ્રાપ્તિ થાય.
વળી, શુદ્ધ ચારિત્રવાળા ધીર પુરુષોના સંસર્ગમાં રહેવાથી તેઓના સંયમમાત્રથી પોતાનામાં સંયમની વૃદ્ધિ થતી નથી, પરંતુ સાધુ પોતે અપ્રમાદભાવથી સંયમમાં યત્ન કરતા હોય તો જ તેઓના સંસર્ગથી પોતાનામાં અપ્રમાદભાવની વિશેષ વૃદ્ધિ થાય છે, જેનાથી સંયમ વિશેષ નિર્મળ-નિર્મળતર બને છે. ll૭૩૦
અવતરણિકા :
किमित्येतदेवं ? इत्यत्राह -
અવતરણિતાર્થ :
કયા કારણથી આ આમ છે? એ પ્રકારની શંકામાં કહે છે – ભાવાર્થ :
નિશ્ચયનયની દૃષ્ટિને સામે રાખીને પર શંકા કરે છે કે જીવ સ્વપરિણામથી સંયમની વૃદ્ધિ કે હાનિ કરી શકે છે, આથી સ્વપરિણામમાં જ યત્ન કરવાનો ઉપદેશ આપવો જોઈએ. માટે પાર્થસ્થાદિના સંસર્ગથી પણ શું? અને સુચારિત્રીના સંસર્ગથી પણ શું? કેમ કે અન્યના ઉચિત કે અનુચિત વર્તનથી પોતાને નિર્જરા કે કર્મબંધ થતો નથી. આથી ખરાબના સંસર્ગનું વર્જન અને સારાના સંસર્ગનું સેવન કરવાનું કોઈ પ્રયોજન નથી; કેમ કે સંયમયોગોમાં યત્ન કરવાથી જ હિતની સિદ્ધિ થાય છે. તેથી સુસાધુઓનો સંસર્ગ કરવો જોઈએ અને પાર્થસ્થાદિના સંસર્ગનો ત્યાગ કરવો જોઈએ એમ કેમ કહ્યું છે? અર્થાત્ એમ કહેવાનો કોઈ અર્થ નથી. આ પ્રકારના નિશ્ચયનયના વક્તવ્યમાં વ્યવહારનયની દૃષ્ટિને સામે રાખીને ગ્રંથકાર કહે છે –
ગાથા :
जो जारिसेण मित्तिं करेइ अचिरेण तारिसो होइ ।
कुसुमेहिं सह वसंता तिला वि तग्गंधिया हुंति ॥७३१॥ અન્વયાર્થ :
નો જે નારિયે=જેવા સાથે મિત્તિ-મૈત્રી કરે છે, (તે) વિરે અચિરથી=જલદીથી, તો તેવો દોડું થાય છે. (તેમાં દષ્ટાંત આપે છે –) સુÉિ સદ વસંતા-કુસુમો સાથે વસતા તિન્ના વિકતલો પણ તwifધથી તેની કુસુમની, ગંધવાળા હૂંતિ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org