________________
૧૬૦
વતસ્થાપનાવસ્તુક'યથા પનિયતવ્યાન' દ્વાર/પેટા દ્વાર : વસતિ' | ગાથા ૦૨૮-૦૨૯
ગાથાર્થ :
જે કારણથી લોકમાં મોહરૂપી અગ્નિથી બળેલા જીવોની પૂર્વભવના અભ્યાસને કારણે પશુ અને નપુંસકોમાં પણ પ્રાયઃ કરીને તે પ્રકારે અશુભ પ્રવૃત્તિ થાય છે, તે કારણથી નિર્મમ, નિરાશંસ સાધુ ગાથા ૦૦૦થી ૦૨૮માં બતાવેલ મૂલગુણાદિરૂપ, કાલાતીતાદિરૂપ અને સ્ત્રી આદિના સંસર્ગરૂપ દોષોથી વર્જિત વસતિને સેવે; વિપર્યયમાં આજ્ઞાભંગાદિ દોષો થાય છે. ટીકા :
पशुपण्डकेष्वपि इह-लोके मोहानलदीपितानां सत्त्वानां यद्-यस्मात् भवति प्रायोऽशुभा प्रवृत्तिः, पूर्वभवाभ्यासतः तथा भवतीति गाथार्थः ॥७२८॥
यस्मादेवं तस्माद्यथोक्तदोषैर्वर्जितां वसतिं निर्ममो-ममत्वशून्यः निराशंसः इहलोकादिषु वसतिं सेवेत यतिः साधुः, विपर्यये आज्ञादयो दोषा इति गाथार्थः ॥७२९॥(द्वारं)। ટીકાર્થ :
જે કારણથી અહીં=લોકમાં, મોહરૂપી અનલથી દીપિત એવા સત્ત્વોની=મોહરૂપી અગ્નિથી બળેલા જીવોની, પશુ-પંડકોમાં પણ પ્રાયઃ અશુભ પ્રવૃત્તિ થાય છે, અશુભ પ્રવૃત્તિ કેમ થાય છે? તેથી કહે છે – પૂર્વભવના અભ્યાસથી તે પ્રકારે જે પ્રકારે પશુ-નપુંસકોમાં પણ કામના વિકાર થાય તે પ્રકારે, થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
જે કારણથી આમ છે તે કારણથી નિર્મમ-મમત્વથી શૂન્ય, આ લોક આદિમાં નિરાશસ એવા યતિ=સાધુ, યથોક્ત દોષોથી વજિત=ગાથા ૭૦૭થી ૭૨૮માં જે પ્રકારે કહેવાયા તે પ્રકારના દોષોથી રહિત, એવી વસતિને સેવે. વિપર્યયમાં યથોક્ત દોષોથી રહિત વસતિને નહીં સેવવામાં, આજ્ઞાદિ=આજ્ઞાભંગાદિ, દોષો થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
સામાન્ય રીતે મંદ મોહનીયકર્મવાળા જીવો સંયમ ગ્રહણ કરી શકે છે. આમ છતાં તેઓના મોહનીયકર્મનો નાશ સત્તામાંથી થયો નથી અને ઉદયમાં પણ વર્તતો હોય છે. આથી મોહરૂપી અગ્નિથી બળેલા એવા આરાધક જીવોને પણ પૂર્વભવના કામસેવનના અભ્યાસને કારણે પશુ કે નપુંસકવાળી વસતિમાં રહેવાથી પશુ આદિની તેવી ચેષ્ટા જોઈને, સ્ત્રીવાળી વસતિમાં રહેવાથી જે પ્રકારે કામના અશુભ ભાવો થાય છે તે પ્રકારના અશુભ ભાવો થઈ શકે છે અર્થાત્ સાધુને સ્ત્રીમાં જેમ રાગાદિ થઈ શકે છે, તેમ પશુ કે નપુંસકોની તેવા પ્રકારની ચેષ્ટાઓ જોઈને પણ પ્રાયઃ કરીને કામના અભિલાષરૂપ અશુભ ભાવો ઊઠી શકે છે.
વળી, જે સાધુને મમત્વ કે આલોક-પરલોકની આશંસા નથી, તે સાધુ હંમેશાં પ્રમાદ રહિત થઈને ઉચિત પ્રવૃત્તિ કરનાર હોય છે. આથી તેવા ગુણવાન સાધુનું ભાવિમાં પતન ન થાય તદર્થે ભગવાને સાધુને સ્ત્રી, પશુ કે નપુંસકના સંસર્ગવાળી વસતિમાં વસવાનો નિષેધ કર્યો છે. આથી સાધુને મૂલગુણાદિથી અદુષ્ટ, કાલાતીતાદિ આઠ દોષોથી રહિત અને સ્ત્રીઆદિથી વર્જિત એવી અલ્પ ક્રિયાવાળી વસતિ મેળવવા માટે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org