________________
૧૫૩
વ્રતસ્થાપનાવસ્તક/યથા પાયિતવ્યનિ' દ્વાર / પેટા દ્વાર: “વસતિ' | ગાથા ૦૨૨ प्रीतिवृद्धिश्च भवति जीवस्वाभाव्यात्, साधु तपो वनवास' इति लोके गर्दा , निवारणं तद्रव्यान्यद्रव्याणां, तीर्थपरिहाणिर्लोकाप्रवृत्त्येति गाथार्थः ॥७२२॥
ટીકાર્ય :
પ્રતિષિદ્ધ વસતિમાં નિવાસથી ખરેખર ત્યાં=સ્ત્રીસંસક્ત વસતિમાં, બ્રહ્મવ્રતની અગુપ્તિ થાય છે, અને આસક્ત દર્શનથી આસક્તિપૂર્વક સ્ત્રીઓ સામે જોવાથી, લજ્જાનો નાશ થાય છે, અને જીવસ્વભાવપણું હોવાથી પ્રીતિની વૃદ્ધિ થાય છે; “સુંદર તપ અને વનવાસ છે,” એ પ્રકારે લોકમાં ગહ થાય છે, તે દ્રવ્ય કે અન્ય દ્રવ્યોનું=વસતિ આપવારૂપ દ્રવ્યનું કે ગોચરી વહોરાવવા આદિરૂપ અન્ય દ્રવ્યોનું, નિવારણ થાય છે, લોકોની અપ્રવૃત્તિથી=ધર્મમાં અપ્રવૃત્તિ થવાથી, તીર્થની પરિહાણી થાય છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
(૧) સ્ત્રીના સંસર્ગવાળી વસતિમાં રહેવાથી ગુણસંપન્ન સાધુને અન્ય કોઈ દોષ ન થાય, તોપણ શાસ્ત્રમાં બ્રહ્મચર્યના પાલન માટે સ્ત્રીવાળી વસતિમાં રહેવાનો નિષેધ કર્યો હોવાથી સાધુના બ્રહ્મચર્યની અગુપ્તિ થાય છે.
(૨) સ્ત્રીના સંસર્ગવાળી વસતિમાં રહેવાથી રોજ સ્ત્રીઓ દેખાવાના કારણે અજાણતાં પણ આસક્તિપૂર્વકનું દર્શન થવાની સંભાવના રહે છે, જેથી સાધુ અને સ્ત્રીની વચ્ચે લજ્જાનો નાશ થાય છે, અને તેથી સંયમજીવનમાં દોષોની પ્રાપ્તિ થાય છે.
(૩) આરાધક પણ સાધુ છમસ્થ છે, અને જીવનો સ્વભાવ છે કે વિજાતીયના દર્શનરૂપ નિમિત્તથી તેના તરફ આકર્ષણ થાય, તેથી સ્ત્રીના સંસર્ગવાળી વસતિમાં રહેવાથી સ્ત્રી સાથે પ્રીતિની વૃદ્ધિ થવાની સંભાવના રહે છે.
(૪) સ્ત્રીના સંસર્ગવાળી વસતિમાં રહેવાથી લોકો કહે કે “આ સુંદર તપ છે અને સુંદર વનવાસ છે, જયાં રહીને સાધુઓ આવા પ્રકારનો આનંદ મેળવે છે,” એવી લોકોમાં નિંદા થાય છે.
(૫) વળી સ્ત્રીસંસક્ત વસતિમાં રહેતા સાધુઓનો સ્ત્રીઓ સાથે લજ્જા વગરનો વ્યવહાર જોઈને લોકો સાધુને પોતાની વસતિ કે અન્ય કોઈપણ દ્રવ્ય આપવાનો નિષેધ કરે છે, જેથી અન્ય સારા સાધુઓને પણ લોકો કંઈ આપે નહિ, તેમાં નિમિત્તકારણ સ્ત્રીના સંસર્ગવાળી વસતિમાં રહેનાર સાધુ બને છે.
(૬) વળી, કોઈ સાધુ પ્રમાદવશ થઈને કોઈ અનુચિત વ્યવહાર કરતા હોય તો તેને જોઈને લોકો અન્ય સુસાધુથી પણ દૂર રહે અને માને કે જૈન સાધુઓ અનુચિત આચારવાળા છે. આથી ધર્મક્ષેત્રમાં લોકોની પ્રવૃત્તિ નહીં થવાથી તીર્થની હાનિ થાય.
અહીં સંક્ષિપ્ત સાર એ છે કે સાધુને રાગનો પરિણામ ન થાય, તોપણ વસતિની ગવેષણામાં પ્રસાદ કરીને સ્ત્રીવાળી વસતિમાં રહેવાથી આત્માના બ્રહ્મચર્યની અગુપ્તિરૂપ દોષ થાય છે. વળી લજ્જાનો નાશ અને પ્રીતિવૃદ્ધિ આ બે દોષ દ્વારા સાધુને વિજાતીય પ્રત્યે રાગભાવ વધે છે, અને લોકગ, વસતિ-ગોચરી આદિનું નિવારણ અને તીર્થની પરિહાણી, આ ત્રણ દોષો દ્વારા જૈનશાસનની પ્લાનિ થાય છે, જેમાં સ્ત્રીના સંસર્ગવાળી વસતિમાં રહેનાર સાધુ નિમિત્તકારણ બને છે. ll૭૨ રા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org