________________
૧૨૬
વ્રતસ્થાપનાવસ્તુક, યથા પાયિતવ્યાનિ' દ્વાર/ પેટા દ્વાર : “ગચ્છ' | ગાથા ૦૦૩
ગાથા :
सच्चमिणं तंमज्झे तदेगलद्धीए तदुचिअकमेणं ।
जह होज्ज तस्स हेऊ वसिज्ज तह खावणत्थमिणं ॥७०३॥ અન્વયાર્થ : - રૂ સંઘં આ=પૂર્વગાથામાં પૂર્વપક્ષીએ કહેલ કે ગુરુકુલવાસથી ગચ્છવાસ પૃથ ગ્રહણ ન કરવો જોઈએ એ, સત્ય છે. (પરંતુ) તાતવદ્વ=તેની=ગચ્છની, એક લબ્ધિ વડે (અને)
ત મેvieતેના=ગચ્છના, ઉચિત ક્રમથી નદ-જે પ્રમાણે તeતેનો=ગચ્છવાસનો, (પોતે) હેતુ સોન્ન થાય, તદ-તે પ્રમાણે તેમ તેની મધ્યમાંeગચ્છમાં, વસર્જા=વસવું જોઈએ. વાલ્વ રૂui=(એ) ખ્યાપનના અર્થવાળું આ છે=એ જણાવવા અર્થે ગુરુકુલવાસથી ગચ્છવાસનું પૃથ ગ્રહણ છે. ગાથાર્થ :
પૂર્વગાથામાં પૂર્વપક્ષીએ શંકા કરેલ કે ગુરુકુલવાસથી ગચ્છવાસ પૃથ ગ્રહણ ન કરવો જોઈએ, એ. સત્ય છે; પરંતુ ગચ્છની એક લબ્ધિ વડે અને ગચ્છના ઉચિત ક્રમથી જે પ્રમાણે પોતે ગચ્છવાસનો હેતુ થાય, તે પ્રમાણે સાધુએ ગચ્છમાં વસવું જોઈએ, એ જણાવવા માટે ગુરુકુલવાસથી ગચ્છવાસનું પૃથ> ગ્રહણ છે. ટીકા : __सत्यमिदं यदभ्यधायि भवता, किन्तु तन्मध्ये गच्छमध्ये तदेकलब्ध्या गच्छैकलब्ध्या हेतुभूतया तदुचितक्रमेण-गच्छोचितक्रमेण यथा भवेत् तस्य गच्छवासस्य हेतुः वसेत् तथा, नान्यथेति ख्यापनार्थमिदं गच्छग्रहणमिति गाथार्थः ॥७०३॥ ટીકાર્ય :
તમારા વડે=પૂર્વપક્ષી વડે, જે કહેવાયું એ સત્ય છે, પરંતુ જે પ્રમાણે હેતુભૂત=ગચ્છની સમ્યગુનિષ્પત્તિના હેતુભૂત, એવી તેની એક લબ્ધિ વડે-ગચ્છની એક લબ્ધિ વછે, અને તેના ઉચિત ક્રમથીeગચ્છના ઉચિત ક્રમથી, તેનો=ગચ્છવાસનો, પોતે હેતુ થાય તે પ્રમાણે તેની મધ્યમાં=ગચ્છની મધ્યમાં, સાધુ વસે, અન્યથા નહીં–બીજી રીતે વસે નહીં, એ ખ્યાપનના અર્થવાળું એ બતાવવા માટે, આ છેeગચ્છનું ગ્રહણ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
પૂર્વપક્ષીના કથનમાં ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે તારી વાત સાચી છે; પરંતુ ગુરુકુલવાસથી ગચ્છવાસ પૃથ– ગ્રહણ કરવાનું મુખ્ય કારણ એ છે કે સાધુએ ગચ્છમાં એ રીતે રહેવું જોઈએ કે જેથી ગચ્છમાં રહેનાર સાધુ ગચ્છની એક લબ્ધિ બને અર્થાત્ ગચ્છના ગુણોની વૃદ્ધિનું કારણ બને, અને ગચ્છના ઉચિત ક્રમથી રહેવું જોઈએ. આ બે વાત જણાવવા માટે ગુરુકુલવાસથી ગચ્છવાસને વ્રતપાલનના ઉપાયોમાં પૃથગ્રહણ કર્યો છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org