________________
૧૧૦
વતસ્થાપનાવસ્તક 'યથા પાનવતાવ્યાન' દ્વાર/પેટા દ્વાર : ‘ગર' Tગાથા ૬૮૯-૯૦
ગાથાર્થ :
વળી ધનવાન જેમ સુસ્વામીને ન મૂકે, તેમ સુશિષ્ય ગુણવાન ગુરુથી થતા પ્રતિદિન ગુણના સદ્ભાવના યોગને કારણે ચારિત્રરૂપી ધનના ફળ માટે ઘણા ગુણોથી યુક્ત ગુરને ન મૂકે. ટીકા : ___ गुरुगुणयुक्तं तु गुरुम् आचार्यं इभ्यः अर्थवान् सुस्वामिनमिव न मुञ्चेत्, किमर्थमित्याहचरणधनफलनिमित्तं, कथं फलमित्याह-प्रतिदिनगुणभावयोगेनेति गाथार्थः ॥६८९॥ ટીકાર્ય :
વળી ઇભ્ય=અર્થવાળો=ધનવાળી વ્યક્તિ, સુસ્વામીને જેમ ન મૂકે, તેમ સાધુ ગુરુગુણથી યુક્ત ગુરુને આચાર્યને, ન મૂકે.
શા માટે? અર્થાત્ સુશિષ્ટ શા માટે ગુરુગુણથી યુક્ત ગુરુને ન મૂકે? એથી કહે છે –
ચરણરૂપ ધનના ફળના નિમિત્તે અર્થાત્ ચારિત્રરૂપી ધનનું ફળ મેળવવા માટે, સાધુ ગુરુગુણથી યુક્ત ગુરુને ન મૂકે.
કઈ રીતે ફળ થાય? અર્થાત્ ગુરુને ન મૂકવાથી ચરણરૂપી ધનનું ફળ કેવી રીતે મળે ? એથી કહે છે –
પ્રતિદિન ગુણના ભાવના યોગને કારણે ચરણરૂપી ધનનું ફળ મળે, એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
જેમ સારા રાજયમાં વસતા શ્રેષ્ઠીઓની સંપત્તિનું રક્ષણ સુરાજાના બળથી થતું હોવાથી તે શ્રેષ્ઠીઓ તે રાજયનો ત્યાગ કરવા ઇચ્છતા નથી, તેમ શિષ્યો પણ ઘણા ગુણોવાળા ગુરુનો ત્યાગ કરતા નથી; કેમ કે ગુણિયલ ગુરુ હંમેશાં શિષ્યને અનુશાસન આપીને જિનાજ્ઞાનુસારી ઉચિત ક્રિયાઓમાં યોજે છે, જે ક્રિયાઓ કરવા દ્વારા શિષ્ય પ્રતિદિન નવા નવા ગુણોના યોગને પ્રાપ્ત કરે છે, જેનાથી શિષ્યો ચારિત્રરૂપી ધનનું ફળ પ્રાપ્ત કરે છે; કેમ કે ચારિત્રરૂપી ધનનું ફળ પ્રતિદિન ગુણોની વૃદ્ધિ જ છે. માટે યોગ્ય શિષ્યો ક્યારેય ગુણવાન ગુરુનો ત્યાગ કરતા નથી.
અહીં ચારિત્રરૂપી ધનનું ફળ પ્રતિદિન ગુણના સભાવનો યોગ કહ્યો. તેનાથી એ કહેવું છે કે સંયમગ્રહણકાળમાં મુમુક્ષુએ જે સાધુવેશ ધારણ કર્યો અને જે પ્રતિજ્ઞાઓ ગ્રહણ કરી, તે જ સાધુનું ચારિત્રરૂપી ધન છે, અને તેનું ફળ પ્રતિદિન ગુણવૃદ્ધિ છે. આથી જેમ સંસારમાં ધનપ્રાપ્તિનું ફળ ભોગની સામગ્રી છે, તેમ સંયમજીવનમાં સાધુવેશ અને પ્રતિજ્ઞાના પ્રહણનું ફળ રોજ રોજ આત્મગુણોની વૃદ્ધિ કરવી એ છે. ll૬૮લા અવતરણિકા :
एतदेवाह - અવતરણિકાર્ય
આને જ કહે છે, અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે ઘણા ગુણોથી યુક્ત ગુરુ પાસેથી શિષ્યને પ્રતિદિન નવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org