________________
પ્રતિદિનક્રિયાવસ્તક 'સાવિ'થી પ્રાપ્ત “સૂત્રદાનવિચાર' દ્વાર / ગાથા ૫૮૦-૫૮૧
૨૩૯ તેવી રીતે ગુણવાન એવા ગુરુ પણ જાણે કે આ જીવ અયોગ્ય છે, તો તેના ભાવરોગની ચિકિત્સા કરે નહિ; અને ક્વચિત્ અનાભોગાદિથી ગુરુને શિષ્યની અયોગ્યતાનો પૂર્વે ખ્યાલ ન આવ્યો હોય, અને તેનું પ્રવ્રાજનાદિ કર્યું હોય, છતાં પાછળથી પણ ખ્યાલ આવે કે આ જીવ ગુણસ્થાન માટે અયોગ્ય છે, તો પાછળનાં જે જે ગુણસ્થાન તેને આપવાના બાકી હોય, તે તે આપે નહિ; કેમ કે ગુણવાન ગુરુ જાણતા હોય કે અયોગ્ય જીવોનો ભાવરોગ પ્રવ્રાજનાદિ ક્રિયાઓ દ્વારા દૂર થતો નથી, પરંતુ તેનું વધારે અહિત થાય છે. પ૮૦ અવતરણિકા :
ગાથા પપપમાં સ્વાધ્યાયના ગુણો બતાવ્યા, તેનું ગાથા પ૬૬ સુધી વિસ્તારથી સ્પષ્ટીકરણ કરીને ગાથા પ૭૦માં કહ્યું કે યોગ્ય શિષ્યોને કાલપ્રાપ્ત સૂત્ર આપવું જોઈએ. તેથી હવે દીક્ષાપર્યાયરૂપ કાલથી પ્રાપ્ત એવું કયું સૂત્ર ક્યારે આપવું જોઈએ? એ ગાથા ૫૮૮ સુધી સ્પષ્ટ કરે છે – ગાથા :
कालक्कमेण पत्तं संवच्छरमाइणा उ जं जम्मि ।
तं तम्मि चेव धीरो वाएज्जा सो अ कालोऽयं ॥५८१॥ અન્વયાર્થ :
સંવમાફ૩વર્નમેળ વળી સંવત્સરાદિ કાલક્રમ વડે બં=જે આચારાંગાદિ =જે સંવત્સરાદિમાં પત્ત-પ્રાપ્ત હોય, તંતે આચારાંગાદિને તમિગ્રેવં તે સંવત્સરાદિમાં જ થીજે-ધીર એવા ગુરુવાળ વંચાવે, સો મ ત્નિોથં=અને તે કાળ આ છે=આગળમાં કહેવાશે એ છે. ગાથાર્થ :
વળી સંવત્સરાદિ કાલક્રમ વડે જે આચારાંગાદિ જે સંવત્સરાશિમાં પ્રાપ્ત હોય, તે આચારાંગાદિને તે સંવત્સરાદિમાં જ ધીર એવા ગુરુ વંચાવે, અને તે કાળ આગળમાં કહેવાશે એ છે. ટીકાઃ ___ कालक्रमेण प्राप्तमौचित्येन संवत्सरादिना तु यद् आचारादि यस्मिस्तत्तस्मिन्नेव संवत्सरादौ धीरो वाचयेत्, न विपर्ययं कुर्यात्, स च कालोऽयं वक्ष्यमाण इति गाथार्थः ॥५८१॥ ટીકાર્થ:
ઔચિત્ય એવા સંવત્સરાદિરૂપ કાળના ક્રમ વડે જે આચારાંગાદિ જે સંવત્સરાશિમાં પ્રાપ્ત હોય તે સંવત્સરાદિમાં જ ધીર એવા ગુરુ શિષ્યને વંચાવે, વિપર્યયને ન કરે, અને તે કાળ આ છે=વક્ષ્યમાણ છે= આગળમાં કહેવાશે એ છે, એ પ્રમાણે ગાથાર્થ છે. //પ૮૧|| અવતરણિકા:
કેટલા વર્ષના સંયમપર્યાયમાં કયું આગમ ભણાવવું? તે રૂપ કાળમર્યાદાનું ક્રમસર વર્ણન કરે છે –
ગાથા :
तिवरिसपरिआगस्स उ आचारपकप्पणाममज्झयणं । चउवरिसस्स उ सम्मं सूअगडं नाम अंगं ति ॥५८२॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org