________________
૨૧૮
પ્રતિદિનક્રિયાવસ્તક “વિચાર' દ્વાર/ ગાથા ૩૯૪
અવતરણિકા:
एतदेव सूचयन्नाह - અવતરણિતાર્થ :
આને જ સૂચવતાં કહે છે, અર્થાત્ પૂર્વગાથામાં કહ્યું કે સંજ્ઞા કાલમાં અને અકાલમાં થાય છે, ત્રીજી પોરિસીમાં થાય તે કાલસંજ્ઞા છે અને શેષ કાળમાં થાય તે અકાલસંજ્ઞા છે. તેમાં પ્રથમ પોરિસીમાં સંજ્ઞા થાય તો અન્ય સાધુઓને પૂછીને અન્ય દિશામાં પાનક ગ્રહણ કરવું જોઈએ, એ વિધિનું જ મૂળગાથામાં સંક્ષેપથી સૂચન કરતાં કહે છે – ગાથા :
अइरेगगहण उग्गाहिएण आलोइअ पुच्छिउँ गच्छे ।
एसा उ अकालंमी अणहिंडिअहिंडिआ काले ॥३९४॥ અન્વયાર્થ:
૩૫હિ માદUT=ઉદ્ગ્રાહિત વડે અતિરિક્ત ગ્રહણ ઝોળીથી વીંટાળેલા પાત્રક વડે પાનકને વધારે ગ્રહણ કરે, માત્નોરૂમ પુછવું છે- આલોચીને પૂછીને જાય=પાનક વહોરીને આવ્યા પછી પાનક વહોરવામાં લાગેલા દોષોનું ગુરુ પાસે આલોચન કરીને બીજા સાધુઓને પૂછીને પછી પોતે સંજ્ઞાભૂમિએ જાય. અલી ૩ અક્ષાબંધી વળી આ અકાલમાં (સંજ્ઞા) છે, મર્હિડિદિંડિ જો=અણહિડિત અને હિડિતની કાલમાં (સંજ્ઞા) છે. ગાથાર્થ :
ઝોળીથી વીંટાળેલ પાત્રક વડે પાનકને વધારે ગ્રહણ કરે, પાનક વહોરીને આવ્યા પછી પાનક વહોરવામાં લાગેલા દોષોનું ગુરુ પાસે આલોચન કરીને બીજા સાધુઓને પૂછીને પછી પોતે સંજ્ઞાભૂમિએ જાય. વળી આ અકાલમાં સંજ્ઞા છે, અણહિંડિત અને હિંડિતની કાલમાં સંજ્ઞા છે. ટીકા?
अतिरिक्तग्रहणं पानकस्य उद्ग्राहितेन भाजनेनालोच्य गुरोः पृष्ट्वा तमन्यांश्च साधून् गच्छेत्, एषा पुनरकाले संज्ञा, अहिण्डितहिण्डितयोस्तु काल इति, कालसंज्ञाविषयविभागो निदर्शित एवेति गाथार्थः //૩૧૪ ટીકાર્થ:
ઉદ્ઘાહિત ભાજન વડેeઝોળીથી ઢાંકેલા પાત્રક વડે, પાનકનું અતિરિક્ત ગ્રહણ કરે, ગુરુની પાસે આલોચન કરીને તેને=ગુરુને, અને અન્ય સાધુઓને પૂછીને જાય=સાધુ મળત્યાગ કરવા માટે સંજ્ઞાભૂમિએ જાય. વળી આ અકાલમાં સંજ્ઞા છે. વળી અહિંડિત અને હિંડિતની ગોચરી વહોરવા નહીં ફરેલા અને ફરેલા માટે સાધુની, સંજ્ઞા કાલમાં છે. “તિ' ગાથાસ્પર્શી ટીકાની સમાપ્તિમાં છે. કાલસંજ્ઞાવિષયક વિભાગ નિદર્શિત જ છે પૂર્વગાથામાં વૃદ્ધસંપ્રદાયના કથનમાં દર્શાવાયેલો જ છે, એ પ્રમાણે ગાથાર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org