________________
પ્રતિદિનક્રિયાવસ્તુક / આમુખ
(૧) રજોહરણનું ચિત્ર સાધુનું લિંગ સૂચવે છે.
(૨) તેની અંદર રહેલ સાધુનું ચિત્ર પ્રસ્તુત ગ્રંથમાં દર્શાવેલ પ્રતિદિનક્રિયાના આરાધક સાધુ હોય છે એમ જણાવે છે.
(૩) રજોહરણમાંથી નીકળતાં કિરણો સાધુલિંગનો પ્રભાવ બતાવે છે.
Jain Education International
આઠેય વિભાગોમાં જે જુદાં જુદાં ચિત્રો છે, તે સંયમ ગ્રહણ કર્યા પછી સાધુ પ્રતિદિવસ સંવેગપૂર્વક સાધ્વાચારની સ્વાધ્યાયાદિ ભિન્ન ભિન્ન ક્રિયાઓ કરે છે એમ દર્શાવે છે. તે આ પ્રમાણે :
૧.
૨.
૩.
૪.
૫.
* આનુષ
૬.
૭.
૮.
રજોહરણની ઉપર ડાબી બાજુના પ્રથમ ચિત્રમાં આચાર્ય ભગવંત સાધુ-સાધ્વીજી ભગવંતોને વાચના આપી રહ્યા છે.
ત્યારપછીના બીજા ચિત્રમાં આચાર્ય ભગવંત સ્વયં શાસ્ત્રલેખન કરીને તથા અન્ય સાધુ-સાધ્વીજી ભગવંતો પાસે શાસ્ત્રલેખન કરાવીને જ્ઞાનભંડાર સમૃદ્ધ કરી રહ્યા છે.
ત્યારપછીના ત્રીજા ચિત્રમાં સંઘાટક સાધુ ઊંચ-નીચ કુલોમાં ભિક્ષાટન કરતાં કોઈક શ્રાવકના ઘરે નિર્દોષ ભિક્ષા વહોરી રહ્યા છે.
ત્યારપછીના ચોથા ચિત્રમાં સાધુઓ વિહાર કરી રહ્યા છે.
ત્યારપછીના પાંચમા ચિત્રમાં ગીતાર્થ મહાત્મા રાજદરબારમાં રાજા સમક્ષ અન્ય સંન્યાસીઓ સાથે શાસ્ત્રવાદ કરી રહ્યા છે.
ત્યારપછીના છઠ્ઠા ચિત્રમાં ભિક્ષાટનથી પાછા ફરેલા સાધુ પોતે વહોરેલ ભિક્ષા ગુરુભગવંતને બતાવી રહ્યા છે.
ત્યારપછીના સાતમા ચિત્રમાં ગામની બહારના ઉદ્યાનમાં રહેલા સાધુઓને વંદન કરવા આવેલા રાજા-રાણીને ગુરુભગવંત આશીર્વાદ આપી રહ્યા છે. ત્યારપછીના આઠમા ચિત્રમાં કોઈ મુનિભગવંત કાઉસ્સગ્ગધ્યાન કરી રહ્યા છે. આ સર્વ ચિત્રો સંયમજીવનમાં કરાતી અલગ અલગ ધર્મક્રિયાને દર્શાવનારાં છે.
For Personal & Private Use Only
www.jalnelibrary.org