________________
પ્રતિદિનક્રિયાવસ્તુક / ‘ભિક્ષા’ દ્વાર / ગાથા ૩૦૦
અને સ્વવસતિમાંથી=પોતાના ઉપાશ્રયમાંથી, ઋજુ માર્ગ વડે સમાન શ્રેણીથી વ્યવસ્થિત એવી ઘરોની પંક્તિમાં ભિક્ષાના ગ્રહણ દ્વારા પંક્તિનું સમાપન થયે છતે–તે ઘરોની શ્રેણિ પૂર્ણ થયે છતે, ત્યારપછી અપર્યાપ્ત હોતે છતે પણ=ભિક્ષા પૂરતી પ્રાપ્ત નહીં થયેલ હોતે છતે પણ, બીજી પંક્તિમાં ભિક્ષાના અગ્રહણ દ્વારા ઋજુગતિથી જ નિવર્તનમાં=સીધા માર્ગથી જ પાછા ફરવામાં, ઋજ્વી ગોચરભૂમિ થાય છે.
गत्वाप्रत्यागतिस्तु एकपङ्क्तौ गच्छतो द्वितीयपङ्क्तौ च प्रत्यावर्त्तमानस्य भिक्षणे २ ।
વળી એક પંક્તિમાં જતા એવા અને બીજી પંક્તિમાં પાછા ફરતા એવા સાધુના ભિક્ષણમાં ગત્વાપ્રત્યાગતિ ગોચરભૂમિ થાય છે.
गोमूत्रिका च परस्पराभिमुखगृहपङ्क्त्योर्वामपङ्क्त्येकगृहे गत्वा दक्षिणपङ्क्त्येकगृहे यातीत्येवं क्रमेण श्रेणिद्वयसमाप्तिकरणे भवति ३ ।
૧૦૩
અને પરસ્પર સામસામાં એવાં ઘરોની બે પંક્તિમાં ડાબી પંક્તિના એક ઘરમાં જઈને જમણી પંક્તિના એક ઘરમાં જાય છે, આ પ્રકારના ક્રમ વડે બંને શ્રેણીને પૂરી કરવામાં ગોમૂત્રિકા ગોચરભૂમિ થાય છે. पतङ्गवीथिश्चानियतक्रमा ४।
અને પતંગવિથી ગોચરભૂમિ અનિયત ક્રમવાળી છે.
पेटा च पेटाकारं चतुरस्त्रं क्षेत्रं विभज्य मध्यवर्तीनि गृहाणि मुक्त्वा चतसृष्वपि दिक्षु समश्रेण्या भिक्षणे भवति ५ ।
અને પેટીના આકારવાળા ચોરસ ક્ષેત્રનો વિભાગ કરીને વચ્ચે રહેનારાં ઘરોને મૂકીને, ચારેય પણ દિશાઓમાં સરખી શ્રેણી વડે ભિક્ષણમાં—ભિક્ષા ગ્રહણ કરવામાં, પેટા ગોચરભૂમિ થાય છે.
अर्द्धपेटा च प्राग्वत् क्षेत्रं विभज्य दिग्द्वयसम्बन्धिगृहश्रेण्योर्भिक्षणे ६ ।
અને પહેલાંની જેમ=પેટા ગોચરભૂમિની જેમ, ક્ષેત્રનો વિભાગ કરીને બે દિશા સંબંધી બે ઘરની શ્રેણીમાં ભિક્ષણમાં ભિક્ષા ગ્રહણ કરવામાં, અર્ધપેટા ગોચરભૂમિ થાય છે.
अन्तःशम्बूका च मध्यभागात् शंखावर्तगत्या भिक्षमाणस्य बहिर्निःसरणे भवति ७।
અને મધ્યના ભાગથી શંખાવર્તની ગતિ વડે ભિક્ષમાણને ભિક્ષા ગ્રહણ કરતા એવા સાધુને, બહાર નીકળવામાં અંતઃશંબૂકા ગોચરભૂમિ થાય છે.
बहिः शम्बूका तु बहिर्भागात्तथैव भिक्षामटतो मध्यभागागमने भवतीति ८ ।
વળી બહારના ભાગથી તેવી રીતે જ=જેવી રીતે અન્તઃશંબૂકા ગોચરભૂમિમાં બતાવ્યું તેવી રીતે જ, શંખાવર્તની ગતિ વડે ભિક્ષાટન કરતા સાધુને મધ્યભાગમાં આવવામાં બહિઃશંબૂકા ગોચરભૂમિ થાય છે. ‘કૃતિ’ આઠ ગોચરભૂમિઓના સ્વરૂપકથનની સમાપ્તિ અર્થે છે. ૩૦૦ના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org