________________
પંચવસ્તક પ્રક્રણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ના સંકલન-સંપાદનની વેળાએ અંતરોગાર
અનાદિકાળથી આ સંસારમાં અસહાય પરિભ્રમણ કરતા આ જીવને જ્યારે મોક્ષ અને મોક્ષના ઉપાયોની તાત્ત્વિક જિજ્ઞાસા થાય છે, ત્યારે તે જીવ સુગુરુના સાંનિધ્યને પ્રાપ્ત કરીને તત્ત્વશ્રવણ કરે છે, અને તે વખતે યોગ્ય જીવ સર્વ અનર્થોના બીજભૂત એવા સંસારથી નિર્વેદ પામીને તેનાથી મુક્ત થવા તીર્થકરથી પ્રણીત એવી સર્વસંગના ત્યાગરૂપ પ્રવ્રજયા ગ્રહણ કરે છે. તે ગ્રહણ કરેલ પ્રવ્રજયાનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પાલન કરવા માટે સાધુની ચક્રવાલ સામાચારીરૂપ આ ‘પ્રતિદિનક્રિયા' વસ્તુ અતિ ઉપકારક છે. આથી આગમોમાંથી ઉદ્ધત કરેલા આ ૧૭૧૫ ગાથા પ્રમાણ વિરાટકાય પંચવસ્તુક ગ્રંથમાં પૂજય હરિભદ્રસૂરિ મહારાજાએ પ્રથમ પ્રવ્રજ્યાવિધાન’ વસ્તુનું વિસ્તૃત નિરૂપણ કર્યા પછી બીજી “પ્રતિદિનક્રિયા' વસ્તુનું નિરૂપણ કરેલ છે, જેનું વિવેચન પ્રસ્તુત ભાગ-૨માં કરવામાં આવેલ છે.
આ “પંચવસ્તક પ્રકરણ ભાગ-૨'માં ‘પ્રતિદિનક્રિયા' નામની બીજી વસ્તુમાં આવતા સૂક્ષ્મ પદાર્થો સમજાવવા માટે, યોગ-અધ્યાત્મગ્રંથમર્મજ્ઞ પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈએ પોતાની અનોખી શૈલીમાં સચોટસુંદર વિવેચન કરી ગ્રંથના અંતર્નિહિત ભાવો જણાવવાનો પ્રયાસ કરેલ છે. આથી આ ગ્રંથ સંસ્કૃત-પ્રાકૃત ભાષાના અભિજ્ઞ તત્ત્વજિજ્ઞાસુ વર્ગને તો ઉપકારક બનશે જ, પરંતુ સંસ્કૃત-પ્રાકૃત ભાષાના અનભિજ્ઞ તત્ત્વજિજ્ઞાસુ વર્ગને પણ દિગ્દર્શનરૂપ બની રહેશે.
જોકે પ્રસ્તુત ગ્રંથનું અધ્યયન-સંકલન કરવાની મારામાં કોઈ યોગ્યતા નથી, તોપણ પરમ ભાગ્યોદયને વશ મને આ મહાપ્રમાણવાળા ગ્રંથના તત્ત્વોનો અધ્યાત્મરસિક પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતા પાસે અભ્યાસ કરવાની સોનેરી તક સાંપડી અને આ શક્ય બન્યું, તેમાં અનેક પૂજ્યશ્રીઓની મારા ઉપર વરસી રહેલી મહાકૃપા જ કારણ છે.
સુવિશાલ ગચ્છાધિપતિ-કલિકાલકલ્પતરુ-બાલદીક્ષાસંરક્ષક-મહાન શાસનપ્રભાવક-આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના વિદ્વાન શિષ્યરત્નો પદર્શનવિ-અધ્યાત્મગુણસંપન્ન-શુદ્ધમાર્ગપ્રરૂપક સ્વ. પરમ પૂજ્ય મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજાના તથા નિપુણપ્રતિસંપન્ન-સુક્ષ્મતત્ત્વવિવેચક પરમ પૂજય ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી મહારાજાના શ્રીમુખેથી વૈરાગ્યમય તાત્ત્વિક પ્રવચનોના શ્રવણ દ્વારા સંસારથી વિરક્ત બનેલાં મારા સંસારી પક્ષે માતુશ્રીએ (હાલમાં પ. પૂ. સા. શ્રી ચારુનંદિતાશ્રીજી મ. સા.નાં શિષ્યા સા. શ્રી ધ્યાનરુચિતાશ્રીજી મ. સા.એ) અમારામાં સુસંસ્કારોના સિંચન દ્વારા વૈરાગ્યનાં બીજ રોપ્યાં, જેના પ્રભાવે મને તથા મારા સંસારી પક્ષે ભાઈને (હાલમાં પ. પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી મ. સા.ના વિનેય મુનિશ્રી કૈવલ્યજિતવિજયજી મ. સા.ને) બાલ્યવયમાં જ પ્રવ્રયાગ્રહણના મનોરથ જાગ્યા, જે મનોરથ શાસનદેવની કૃપાથી પૂર્ણ થતાં, ભાઈને સન્માર્ગોપદેશક પરમ પૂજય ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી (નાના પંડિત) મહારાજ સાહેબના પાદપત્રમાં જીવન સમર્પિત કરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું, તેમ જ મને શતાધિક શ્રમણીવૃંદના સમર્થસંચાલિકા વિદુષી સા. પૂજ્ય શ્રી ચંદ્રાનનાશ્રીજી મ. સા.નાં વિનેયરત્ના પરમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org