________________
( પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ના .
સંકલન - સંપાદનની વેળાએ પ્રાસ્તાવિક અનાદિઅનંતકાળથી સંસારમાં ભ્રમણ કરતા આ જીવે અનેક પ્રકારની જે કદર્થનાઓ પ્રાપ્ત કરી છે તેનાથી મુક્ત થવા પરમતારક એવા તીર્થકર ભગવંતથી પ્રણીત એવી “પ્રવ્રજ્યા’ અતિઉપકારક છે અને અધિકારી જીવ વિધિપૂર્વક પ્રભુશાસનની પ્રવ્રજયા ગ્રહણ કરે અને ગ્રહણ કરેલ પ્રવ્રજયાનું પ્રસ્તુત ગ્રંથમાં બતાવેલી વિધિ અનુસાર પાલન કરે તો પ્રવૃતિમાં પ્રગટેલ નિર્લેપ ચિત્ત ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને અનુત્તરવાસીદેવોના સુખ કરતાં પણ અધિક સુખનો અનુભવ કરાવે છે અને અંતે સર્વ કર્મનો ક્ષય કરાવી જીવને અનંત-અવ્યાબાધ સુખ પ્રાપ્ત કરાવે
વળી, આવા પ્રકારની પ્રવજ્યાનું સમુચિત પાલન કરવા માટે આ દુષમકાળમાં સાક્ષાત્ તીર્થકરની ગેરહાજરીમાં ભવ્ય જીવોને તીર્થંકરપ્રણીત આગમો જ આલંબનભૂત છે અને તે આગમોમાંથી સારભૂત પદાર્થોને ઉદ્ધત કરીને, આસન્નપૂર્વાચાર્ય-યાકિનીમહત્તરાસૂનુ-૧૪૪૪ ગ્રંથોના રચયિતા-સૂરિપુરંદર પૂજય હરિભદ્રસૂરિ મહારાજાએ ૧૭૧૪ ગાથા પ્રમાણ “પંચવસ્તક” નામના મહાનગ્રંથની સ્વોપજ્ઞટીકા સહ રચના કરેલ છે.
પ્રસ્તુત ગ્રંથ અતિમહાન છે, અતિગંભીર પદાર્થોથી ભરપૂર છે અને સાધુ-સાધ્વીજી ભગવંતોને સાધનાઆરાધનાનો ક્રમિક સચોટ માર્ગ બતાવનાર છે.
પ્રસ્તુત ગ્રંથમાં (૧) પ્રવ્રયાવિધાન (૨) પ્રતિદિનક્રિયા (૩) વ્રતસ્થાપના (૪) અનુયોગગણાનુજ્ઞા (૫) સંલેખના, આ પાંચ વસ્તુઓનું વિસ્તારથી વર્ણન કરેલ છે. પ્રકાશિત થઈ રહેલા પંચવસ્તક પ્રકરણ ભાગ-૧'માં “પ્રવ્રયાવિધાન” નામની પ્રથમ વસ્તુમાં આવતા સૂક્ષ્મ પદાર્થો સમજાવવા માટે યોગગ્રંથ-અધ્યાત્મગ્રંથમર્મજ્ઞ પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈએ પોતાની વિશિષ્ટ શૈલીમાં સચોટ-સુંદર વિવેચન કરી અંતર્નિહિત ભાવો બતાવવાનો પ્રયાસ કરેલ છે. આથી આ પ્રકાશિત થઈ રહેલ ગ્રંથ સંસ્કૃત ભાષાના અભિજ્ઞ એવા તત્ત્વજિજ્ઞાસુ વર્ગને તો ઉપકારી બનશે જ, પરંતુ સંસ્કૃતભાષાના અનભિજ્ઞ એવા તત્ત્વજિજ્ઞાસુ વર્ગને પણ દિશાસૂચનરૂપ બની રહેશે.
જોકે આ ગ્રંથ ભણવાની – સંકલન કરવાની મારામાં કોઈ પાત્રતા નથી, તોપણ પરમ પુણ્યોદયે તત્ત્વજ્ઞઅધ્યાત્મરસિક પંડિતવર્ય પ્રવીણભાઈ મોતા પાસે આ વિરાટકાય ગ્રંથનો અભ્યાસ કરવાની મને સોનેરી તક પ્રાપ્ત થઈ, તેમાં પૂજયશ્રીઓની મારા ઉપર વરસી રહેલી કૃપા જ કારણ છે.
સુવિશાલ ગચ્છાધિપતિ-કલિકાલકલ્પતરુ-બાલદીક્ષાસંરક્ષક-મહાનું શાસનપ્રભાવક-આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના વિદ્વાન શિષ્યરત્નો ષડ્રદર્શનવિ-અધ્યાત્મગુણસંપન્ન-શુદ્ધમાર્ગપ્રરૂપક પરમપૂજ્ય મુનિરાજ શ્રી મોહજિત વિજયજી મહારાજાના તથા નિપુણમતિસંપન્ન-સૂક્ષ્મતત્ત્વવિવેચક પરમપૂજ્ય ગણિવર્ય શ્રી યુગભૂષણ વિજયજી મહારાજાના શ્રીમુખેથી વૈરાગ્યમય તાત્ત્વિક પ્રવચનોના શ્રવણ દ્વારા સંસારથી વિરક્ત બનેલા મારા સંસારી પક્ષે માતુશ્રી (હાલમાં પૂ.સા.શ્રી ચારુનંદિતાશ્રીજી મ.સા.ના શિષ્યા સા.શ્રી ધ્યાનરુચિતાશ્રીજી મ.સા.) એ અમારામાં સુસંસ્કારોના સિંચન દ્વારા વૈરાગ્યના બીજ રોપ્યા. જેના પ્રભાવે મને તથા મારા સંસારી પક્ષે ભાઈ (હાલમાં પ.પૂ.યુગભૂષણ વિજયજી ગણિવર્યના વિનેય મુનિશ્રી કૈવલ્યજિત વિજયજી મ.સા.)ને બાલ્યવયમાં જ પ્રવ્રયાગ્રહણના મનોરથ જાગ્યાં, જે મનોરથ શાસનદેવની કૃપાથી પૂર્ણ થતાં શતાધિક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org