________________
પ્રકાશકીય
“ગીતાર્થ ગંગા” નું મુખ્ય લક્ષ્ય તો આપણા ઉપકારી પૂર્વાચાર્યો જેવા કે પ.પૂ.આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મ.સા., પ.પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી આદિ રચિત જૈનશાસ્ત્રોમાં પથરાયેલાં વિવિધ પરમાર્થાતત્ત્વોનાં રહસ્યોનુનય, નિક્ષેપ, વ્યવહાર, નિશ્ચય સાપેક્ષ અર્થગાંભીર્યપૂર્ણ વિશ્લેષણ કરવાનું છે, જેથી શ્રી જૈનસંઘનેતેતે પદાર્થોના સર્વાગી બોધમાં સહાયતા મળે. આ કાર્ય અત્યંતવિસ્તારવાળું અને ગહન છે. ઘણા સાધુ-સાધ્વીજી ભગવંતો આમાં સહાય કરી રહ્યા છે. શ્રાવકો અને શ્રાવિકાઓ પણ સૌ સૌને યોગ્ય કાર્યો સંભાળી રહ્યા છે, તે અનુસાર કામ બહાર આવી રહ્યું છે અને ક્રમસર આવતું રહેશે. દરમ્યાન શ્રીસંઘમાંથી જિજ્ઞાસુમુમુક્ષુઓતથા શ્રાવક-શ્રાવિકાઓ તરફથી એવી માંગ વારંવાર આવે છે કે, પૂ. મુનિરાજ શ્રી મોહજિતવિજયજી મ.સા. તથા પૂ. ગણિવર્ય શ્રી યુગભૂષણવિજયજી મ.સા.નાં અપાયેલાં જુદા જુદા વિષયો પરનાં વ્યાખ્યાનો તથા પંડિતવર્ય શ્રી પ્રવિણભાઇ મોતાએ વિવિધ શાસ્ત્રીય વિષયો પર કરેલાં વિવેચનો છપાવીને તૈયાર કરવામાં આવે તો સકળ સંઘને ચોક્કસ લાભદાયી નીવડે. આવી વિનંતીઓને લક્ષ્યમાં રાખીને ટ્રસ્ટ નક્કી કર્યું છે કે આવાં વ્યાખ્યાનો તથા વિવેચનોના વિષયો અંગેનાં પુસ્તકો પ્રકાશિત કરવાં અને તેને માત્ર એકસંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારવી. આ કામ ગીતાર્થ ગંગાના મૂળ લક્ષથી સહેજ ફંટાય છે, બોધની વિવિધતા અને સરળતાની દૃષ્ટિએ પણ ભિન્ન પ્રકારે છે, છતાં તત્ત્વજિજ્ઞાસુ માટે હિતકારી હોવાથી તેમ જ અતિ માંગને કારણે ઉપર્યુક્ત વિનંતીલક્ષમાં રાખીને આ પ્રવૃત્તિ ચાલુ રાખેલ છે.
તત્ત્વજિજ્ઞાસુ જીવો માટે આવાં પુસ્તકો સમ્યજ્ઞાન-દર્શન ચારિત્રની આરાધનામાં ઉપયોગી થશે, તેવી આશા સહિત -
૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭.
ટ્રસ્ટીગણ ગીતાર્થ ગંગા
( સર્વ હક્ક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે. )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org