________________
૩૨૦
પ્રવજ્યાવિધાનવસ્તક | ‘કર્થ' દ્વાર | ગાથા ૨૨૦
ગાથાર્થ :
પરમાર્થથી તપ દુખ નથી, તપમાં દુઃખ હોવા છતાં પણ તપમાં થતું તેવા પ્રકારનું દુઃખ સુખનો હેતુ છે, જે પ્રમાણે કુશલ વૈધની ક્રિયા છે, એ પ્રમાણે તપોનુષ્ઠાન પણ જાણવું ટીકા : __ परमार्थतो न दुःखं तप इत्युक्तं, भावेऽपि दुःखस्य तत्=तथा दुःखं सुखस्य हेतुरिति, निर्वृतिसाधकत्वेन, अत्र दृष्टान्तमाह-यथा कुशलवैद्यक्रिया दुःखदाऽप्यातुरस्य न वैद्यदोषाय, एवमेतदपि सांसारिकदुखमोचकं तपोऽनुष्ठानं ज्ञातव्यमिति गाथार्थः।।२२७॥ ટીકાર્ય :
પૂર્વગાથામાં તપ દુઃખ છે એ પ્રમાણે કહેવાયું, તે પરમાર્થથી નથી. તપમાં દુ:ખનો ભાવ હોતે છતે પણ તે = તે પ્રકારનું દુઃખ = જે પ્રકારે તપ કરતાં થઈ શકે છે તે પ્રકારનું દુઃખ, સુખનો હેતુ છે; કેમ કે તપમાં નિવૃત્તિનું = મોક્ષનું, સાધકપણું છે.
અહીં = તપ કરવામાં દુખ નથી એમાં, દાંતને કહે છે. જે રીતે આતુરને = રોગીને, દુઃખને દેનારી પણ કુશલ વૈદ્યની ક્રિયા = ચિકિત્સા, વૈદ્યના દોષ માટે નથી થતી, એ રીતે આ પણ = સંસાર સંબંધી દુઃખોથી મુકાવનાર એવું પરૂપ અનુષ્ઠાન પણ, જાણવું અર્થાત્ શિષ્યોને દુઃખ આપનાર પણ તપ કુશલ વૈદ્યરૂપી ગુરુના દોષ માટે નથી થતું, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
કોઈ વાદી કહે કે શિષ્યોને તપ, લોચ વગેરે કરાવવા દ્વારા ગુરુ બીજાને દુઃખ આપે છે, આથી ગુરુને દોષની પ્રાપ્તિ થશે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે પરમાર્થથી તપ દુઃખરૂપ નથી; કેમ કે તપ કરવાથી રાગાદિ ક્લેશો અલ્પ થવાને કારણે સુખનું વેદના થાય છે. માટે નિશ્ચયનયની દૃષ્ટિથી સુખનો અનુભવ કરાવે તેવી પ્રવૃત્તિને દુઃખ કહી શકાય નહીં.
વળી, વ્યવહારનયની દૃષ્ટિથી તપ કરતી વખતે સુધાદિનું દુઃખ થતું હોવા છતાં પણ તે પ્રકારનું દુઃખ સુખનો હેતુ છે; કેમ કે તપ કરવાથી શુભ ભાવ થાય છે અને શુભ ભાવ થવાથી નિર્જરા અને પુણ્યબંધ થાય છે, તેથી તપ પરંપરાએ મોક્ષનું સાધન છે. માટે તપમાં સુધાદિનું દુ:ખ થવા છતાં પણ તે તપથી થતું દુઃખ સુખનું કારણ છે.
જે રીતે કુશલ વૈદ્યની ચિકિત્સા રોગીને દુઃખ આપનારી હોવા છતાં પણ રોગીના સુખનું કારણ હોવાથી ચિકિત્સા કરાવનાર વૈદ્ય માટે દોષરૂપ નથી; એ રીતે સાંસારિક દુઃખોથી મુકાવનાર એવું તપોનુષ્ઠાન શિષ્યોને સુધાદિનું અલ્પ દુઃખ આપનારું હોવા છતાં શિષ્યના મહાન સુખનું કારણ હોવાથી શિષ્યોને તપાદિ કરાવનાર ગુરુ માટે દોષરૂપ નથી. II ૨૨૭ || અવતરણિકા :
'कथं वा' इति व्याख्यातं मूलद्वारगाथायां च प्रथमं द्वारम्, अत एवाह -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org