________________
૩૦૩
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૨૧૪-૨૧૫ ભાવાર્થ :
કર્મક્ષય શુભ અધ્યવસાયથી થાય છે, પરંતુ બાહ્યઆચરણારૂપ તપમાત્રથી થતો નથી. તેથી ચિત્તની અસુંદરતા થાય તેવો તપ કરવાનો નિષેધ છે; કેમ કે જે તપ કરવાથી ચિત્ત સ્વાધ્યાયમાં અનુત્સાહિત થાય, ધર્મધ્યાનાદિમાં પ્રયત્ન કરવા માટે સમર્થ ન બને અને વારંવાર સુધાદિથી વ્યાકુળ થઈને તે સુધાદિના નિવર્તન કરવાના ઉપાયોમાં ચઢી જતું હોય, તેવો તપ કરવાનો શાસ્ત્રમાં નિષેધ છે.
વળી, પ્રત્યુપેક્ષણાદિ સંયમની ક્રિયાઓથી જીવરક્ષામાં સમ્પયતના થાય છે અને સંયમનો પરિણામ અતિશયિત થાય છે, જેના કારણે નિર્જરાની પ્રાપ્તિ થાય છે. તેથી પ્રત્યુપેક્ષણાદિ ક્રિયાઓની સાધક એવી ઇન્દ્રિયોની હાનિ થતી હોય, તેવો તપ કરવાનો શાસ્ત્રમાં નિષેધ છે.
વળી, સાધુને સંયમની વૃદ્ધિ અને નિર્જરા માટે દશ પ્રકારની ચક્રવાલસાધુ સામાચારી પાળવાની છે અને તે સામાચારી પાળવા માટે મન-વચન-કાયાનો વ્યાપાર સુદઢ કરવાનો છે. આથી જે તપ કરવાથી શરીરની અતિશિથિલતા થવાને કારણે દેશવિધ ચક્રવાલસામાચારીને અનુકૂળ એવા મન-વચન-કાયાના વ્યાપારો શિથિલ થતા હોય, તેવો તપ કરવાનો પણ શાસ્ત્રમાં નિષેધ છે. ૨૧૪માં અવતરણિકા :
ગાથા-૧૮૨ માં પૂર્વપક્ષીએ કહેલ કે સુધા-તૃષાથી પીડિત, ભટકતા સાધુ પાપના વિષય થશે, માટે પ્રવ્રયા ગ્રહણ કરવી ઉચિત નથી. તેનું નિરાકરણ કરીને ગાથા-૨૧૦ થી ૨૧૨માં ગ્રંથકારે દષ્ટાંત દ્વારા સ્થાપન કર્યું કે સુધા-તૃષાદિ સહન કરવાને કારણે ભાવઆરોગ્ય વધવાથી મુનિઓને સુખ થાય છે.
ત્યાં પર કહે કે સુધાદિ સહન કરવાને કારણે જો ભાવઆરોગ્ય વધતું હોય તો મુનિએ આહાર કરવો જોઈએ નહિ. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે
ગાથા :
देहेऽवि अपडिबद्धो जो सो गहणं करेइ अन्नस्स।
विहिआणुट्ठाणमिणं ति कह तओ पावविसओ त्ति ॥२१५॥ અન્વયાર્થ :
નો=જે દૈવિ = દેહમાં પણ ડિવો = અપ્રતિબદ્ધ છે, તો = તે રૂ= આ વિદિમાગુટ્ટા f = વિહિત અનુષ્ઠાન છે, તિ = એથી ત્રણ દિ=અન્નનું ગ્રહણ ક્ = કરે છે. (એથી) તો = આ = સાધુ, પાવરો કેવી રીતે પાપના વિષય થાય? * “ત્તિ' પાદપૂર્તિ માટે છે.
ગાથાર્થ :
જે મુનિ દેહમાં પણ પ્રતિબંધ વગરના છે, તે મુનિ “આ વિહિત અનુષ્ઠાન છે', એથી અન્નનું ગ્રહણ કરે છે. માટે કેવી રીતે પાપના વિષય થાય ? અર્થાત પાપના વિષય ન જ થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org