________________
૨૦૦
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ દ્વાર | ગાથા ૨૧૩
ગાથા :
ण य तेऽवि होंति पायं अविअप्पं धम्मसाहणमइस्सा।
न य एगंतेणं चिअ ते कायव्वा जओ भणियं ॥ २१३ ॥ અન્વયાર્થ :
થમાહાસ્ય =અને ધર્મસાધનની મતિવાળાને તેવિ=તેઓ પણ=સુધાદિ પણ, પાયં પ્રાયઃ વિમખં નિયમા હોતિષથતા નથી; તેor fજa =અને એકાંતથી જ તેeતેઓ=સુધાદિ, ન વાયવ્વી=(સહન) કરવાના નથી; નો મયં=જે કારણથી કહેવાયેલું છે. ગાથાર્થ :
ધર્મ સાધવાની મતિવાળા પ્રવજિતને સુધાદિ પણ પ્રાયઃ નક્કી પ્રાપ્ત થતા નથી; અને એકાંતે જ સુધાદિ સહન કરવાના નથી; જે કારણથી કહેવાયેલું છે. ટીકા : ___ नच तेऽपि भवन्ति प्रायः क्षुदादयः अविकल्पं मातृस्थानविरहेण धर्मसाधनमतेः प्रव्रजितस्य धर्मप्रभावादेव, न चैकान्तेनैव ते = क्षुदादयः कर्तव्या मोहोपशमादिव्यतिरेकेण, यतो भणितमिति गाथार्थः।। २१३॥ * “કોણોપરામર” માં મારિ પદથી સંયમવૃદ્ધિને અનુકૂળ એવા દેહના રક્ષણનો પરિગ્રહ છે. ટીકાર્ય :
અને માતૃસ્થાનના વિરહથી=માયા વગર, ધર્મસાધનની=ધર્મને સાધવાની, મતિવાળા પ્રવ્રુજિતને ધર્મના પ્રભાવથી જ પ્રાયઃ તેઓ પણ=સુધાદિ પણ, અવિકલ્પ થતા નથી નક્કી પ્રાપ્ત થતા નથી.
આમ છતાં લાભાંતરાયના ઉદયવાળા સાધુઓને સુધાદિ સહન કરવા પડે, તેથી તેઓને આર્તધ્યાન થવાની સંભાવના રહે છે. આથી ધર્મધ્યાનાદિ સંયમજીવનમાં દુષ્કર છે અને ગૃહવાસમાં સુકર છે. એ પ્રકારના પૂર્વપક્ષીના કથનના નિવારણ માટે કહે છે
અને મોહના ઉપશમાદિના વ્યતિરેકથી–ઉપદમાદિ વગર એકાંતથી જ તેઓ=સુધાદિ, સહન કરવાના નથી; જે કારણથી કહેવાયું છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
પૂર્વગાથામાં સ્થાપન કર્યું કે જેમ રોગીને દ્રવ્યરોગના ક્ષયના હેતુભૂત એવાં કટુ ઔષધ ગ્રહણ કરવામાં પણ ધૃતિ જ રહે છે, તેમ ભાવરોગના નાશના કારણભૂત એવા સુધાદિ સહન કરવામાં પણ શુદ્ધભાવવાળા મુનિને ધૃતિ હોય છે; આમ છતાં તે સુધાદિ એકાંતે સહન કરવામાં આવે તો સંયમના યોગોનો નાશ પણ થાય અને આર્તધ્યાન દ્વારા સુધાદિ જીવની દુર્ગતિનું કારણ પણ બની શકે છે. તેથી સુધાદિ સહન કરવાના વિષયમાં પણ કેવો સ્યાદ્વાદ છે, તે સ્પષ્ટ કરતાં કહે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org